- યૂપી સરકાર સસ્તા ભાવે આપશે ડૂંગરી બટાકા
- આજથી મોબાઈલ વાનના માધ્યમથી વેંચાણ કરશે શરુ
- બટાકાનો ભાવ 35 રૂપિયે કિલો અને ડુંગરી 55 રૂપિયે
સમગ્ર દેશમાં જ્યા એક બાજપ ડુંગરીના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યા બીજી તરફ આજ રોજથી ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સરકાર મોબાઈલ વાનના માધ્યમથી સસ્તા ભાવે ડુંગરી અને બટાકા ઉપલબ્ધ કરવાવા જઈ રહી છે, જેમાં ડુંગરીનો ભાવ 55 રુપિયા કિલો રાખવામાં આવ્યો છે તો બટાકાનો ભાવ 35 રુપિયા કિલો રખાયો છે.
બટાકા અને ડૂંગરીના ભાવ સાતમાં આસમાને ચડેલા જોવા મળી રહ્યા છે, ત્યારે ઇત્તર પર્દેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્રારા કૃષિ અને માર્કેટિંગ સાથે સંકળાયેલા સંગઠનો અને વિભાગોને સમસ્યાનું સમાધાન લાવવા અંગેના નિર્દેશ પહલાથી જ પવામાં આવ્યા છે.
સમગ્ર કાર્યક્રમ હેઠળ મોબાઈલ વાનના માધ્યમથી ડુંરગી અને બટાકાનું વેંચાણ કરવાની સુવિધા વિકસાવી છે, ઉત્તર પ્રદેશ રાજ્ય બાગાયતી સહકારી માર્કેટિંગ એસોસિએશનના મેનેજિંગ ડિરેક્ટર, ડો.આર.કે. તોમારે આ બાબતે માહિતી આપી હતી કે આ વાનમાં બટાટા અને ડુંગળીની સાથે સાથે દાળ વેચવાની યોજના પણ બનાવવામાં આવી છે. આ યોજના માટે કાર્યકારી મૂડી પૂરી પાડવા સરકારને મંડી કાઉન્સિલ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. લખનઉ પછી આ યોજના અન્ય જિલ્લાઓમાં પણ કાર્યરત થશે.
બીજી તરફ, રાજ્ય મંડી કાઉન્સિલના મેનેજિંગ ડિરેક્ટર જે.પી.સિંહે જણાવ્યું હતું કે, પ્રયાગરાજ, ઝાંસી, આગ્રા, ગોરખપુર અને મથુરાના વેપારી સંગઠનો અને જૂથોના સહયોગથી સસ્તા ભાવે બટાટા અને ડુંગળી વેચવાનું કામ શરૂ કરવામાં આવી ચૂક્યું છે. આ સિવાય પીસીએફ અને પીસીયુના માધ્યમથી કઠોળનું વેચાણ પણ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ કામ માટે બંને સંસ્થાઓને 12.5-12.5 કરોડ રૂપિયા ઉપલબ્ધ કરાયા છે.
સાહીન-