કોરોના ટેસ્ટિંગ મામલે યૂએઈ એ વિશ્વ રેકોર્ડ બનાવ્યો -વસ્તીથી વધુ કર્યા ટેસ્ટ, આ બાબતે ભારત ત્રીજા સ્થાને
- દેશની વસ્તી કરતા વધુવકોરોના ટેસ્ટ અહી થયા
- યૂએઈ એ કર્યા પોતાની આબાદીથી વધુ ટેસ્ટિંગ
- ટેસ્ટિંગની દ્રષ્ટિએ યૂએઈએ બાજી મારી
- બીજા સ્થાન પર અમેરીકા
- ભારતનો ટેસ્ટિંગ મામલે 3જો નંબર-8 કરોડ ટેસ્ટ કર્યા
યુનાઈટેડ અરબ અમીરાતએ કોરોના વાયરસ પરીક્ષણમાં વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. યુએઈ પ્રથમ દેશ બન્યો છે કે, જેણે પોતાની વસ્તી કરતા વધુ કોવિડ -19 ના પરીક્ષણો કર્યાં છે. કોરોના મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી યુએઈએ 10 મિલિયનથી પણ વધુ કોરોનાના પરીક્ષણો કર્યાં છે, બીજી તરફ જોવા જઈએ તો યુએઈની તો કુલ વસ્તી માત્ર 96 લાખ જ છે.
આ મામલે અમેરિકાએ 7 ઓક્ટોબર સુધી કુલ 11 કરોડ કોવિડ પરીક્ષણો કર્યા છે.જો કે સૌથી વધુ કોરોના ટેસ્ટના મામલે ચીન પ્રથમ છે, અમેરિકા બાદ આપણા દેશનો નંબર આવે છે કે જેણે 80 કરોડ ટેસ્ટ કર્યા છે. ચોથા સ્થાને રશિયા છે જેણે કુલ 5 કરોડ કોરોનાના ટેસ્ટ કર્યા છે.
યુએઈ સરકારના સત્તાવાર પ્રવક્તા ડો ઉમર અલ હમ્માદીએ ખલીજ ટાઇમ્સને આ બાબતે જણાવ્યું છે કે, દેશએ 30 સપ્ટેમ્બરથી 6 ઓક્ટોબરની વચ્ચે 7,20,802 તબીબી પરીક્ષાઓ કર્યા છે. જે ગત અઠવાડીયાની સરખામણીમાં 8 ટકા વધારે છે.
ડો.ઉમરએ કહ્યું, આ અઠવાડિયામાં કોરોનાને કારણે 73 ટકા વધુ મૃત્યુ થયા છે. જો કે, આ ઉપરાંત સપ્ટેમ્બરમાં યુએઈમાં કોરોના મૃત્યુ દર વિશ્વમાં સૌથી નીચો નોંધાયો છે. યુએઈમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે 436 લોકોનાં મોત થયાં છે.
વેક્સિન લેનારાઓ એ વધુ સાવધાની વર્તવી પડશે-
યુએઈના અધિકારીઓએ કહ્યું કે કોરોના વેક્સિન લેનારા સ્વયંસેવકો સંક્રમણથી સુરક્ષિત નથી. કોરોના વેક્સિન હાલ પણ પરિક્ષણના તબક્કે છે. જેમાં સ્વયંસેવકોની સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવશે અને તમામ ફેક્ટની તપાસ કરવામાં આવશે. અધિકારીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર જે કહેવામાં આવે છે તેનાથી વિરુદ્ધ, વેક્સિનનો ડોઝ લેનારાઓ સ્વયંસેવકોએ સાવધાની વર્તવી પડશે
સાહીન-