- રશિયાની કોરોના વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે
- નીતિ આયોગના સભ્ય વી,કે પોલએ આપી માહિતી
- રશિયાએ કર્યો ભારત સાથે સંપર્ક
- કોરોના વેક્સિન ટ્રાયલ ભારતીય સ્વયંસેવકો કરવામાં આવશે.
રશિયાની કોરોના વેક્સિનનું ત્રીજા તબક્કાનું પરિક્ષણ ભારતમાં થશે. આ બાબતે જાણકારી આપતા આરોગ્ય મંત્રાલયની એક પ્રેસ કોન્ફરન્સમાં નીતિ આયોગના સભ્ય ડો,વી.કે. પોલે કહ્યું કે, રશિયન સરકારે ભારત સરકારનો સંપર્ક કર્યો અને વેક્સિન બનાવવામાં મદદ માંગી છે, રશિયાએ પૂછ્યું કે શું ભારતમાં ત્રીજા તબક્કાનું પરિક્ષણ કરાવી શકાય.
ડો.વી.કે.પોલ એ કહ્યું કે,રશિયા આપણો ખાસ મિત્ર છે. ભારત અને વિશ્વ બંને માટે આ એક મોટી જીત છે. ભારત સરકાર રશિયાના આ પ્રસ્તાવને ખૂબ મહત્વ આપે છે. રશિયન કોરોના વેક્સિનની ટ્રાયલ ભારતીય સ્વયંસેવકો પર કરવામાં આવશે.
આ સાથે જ પ્રેસ કોન્ફરન્સમાં, આરોગ્ય મંત્રાલયે જણઆવ્યું કે, દેશમાં કોરોના વાયરસથી સ્વલસ્થ થનારા દર્દીઓની સંખ્યા સતત વધારો થઈ રહ્યો છે, અને મૃત્યુદરમાં ઘટાડો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણએ કહ્યું કે દેશના કુલ સક્રિય કેસમાંથી 62 ટકા કેસ પાંચ રાજ્યોમાં છે.
રાજેશ ભૂષણે કહ્યું કે, કોરોના દર્દીઓની રિકવરીનો દર સતત વધી રહ્યો છે. દેશમાં 8 લાખ 83 હજાર સક્રિય કેસ છે, તો 33 લાખ 23 હજાર લોકો કોરોનામાંથી બહાર આવ્યા છે. તેમણે કહ્યું કે દેશમાં દર 10 લાખ વસ્તીમાં 53 મોત નોંધાયા છે. જે દેશોની સરખામણી આપણા સાથે કરવામાં આવે છે, ત્યાં 10 લાખની વસ્તીમાં 500 થી 600 મોત નાંધોયા છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં કોરોનાનો મૃત્યૃ દર 2.15 ટકા હતો જે હવેે ઘટીને 1.70 ટકા થઈ ચૂક્યો છે, દેશમાં 5 રાજ્યો એવા છે કે, જ્યા કુલ કેસમાંથી 62 ટકા કેસ છે, દેશભરના કુલ સક્રિય કેસમાં મહારાષ્ટ્રમાં 27 ટકા, આંઘ્ર પ્રદેશમાં 11 ટકા, કર્ણાટકમાં 10.98 ટકા, ઉત્તર પ્રદેશમાં અંદાજે 7 ટકા અને તમિલનાડૂમાં અદાજે 6 ટકા કેસ સક્રિય છે.
સાહીન-