- આરબીઆઈ તેના નિયમોમાં કરશે બદલાવ
- આ બાબતે કેન્દ્ર સરકાર સાથે વિચાર વિમર્શ
- બેંકોમાં સરકારની ભઆગીદારી અંગે નિષ્ણાંતોની ચર્ચા થશે
- બેંકોના કાર્યમાં સરકારની દખલગીરી નહી હોય
દેશમાં કેટલીક બેંકોને મર્જ કરી દેવામાં આવી છે જે હેઠળ હવે સમગ્ર દેશમાં 6 જેટલી જ સરકારી બેંકો સંચાલન કરતી જોવા મળશે , ત્યારે હવે બેંકોના ખાનગીકરણને લઈને ગ્રાહકોને આકર્ષવા માટે આરબીઆઈ દ્વારા તેના નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે.આ નિયમ પ્રમાણે હવે કેન્દ્ર સરકાર બોલીઓ નિમંત્રીત કરવામાં બેંક તરફથી થતા કાર્યમાં દખલ કરશે નહી.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિયમોમાં ફેરફાર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે. જેમાં જેટલી પણ બેંકનું ખાનગીકરણ કરવામાં આવશે એના તમામે તમામ કામકાજમાં સરકાર કોઈ પણ કાર્યમાં દખલ આપશે નહી, અને બેંકોના વ્યવહારમાંથી પાછળ ખસી જશે. આ લાગુ કરાવામાં આલેવા નિયમો બાદ સમગ્ર વ્યવહાર માત્ર બેંકો અને ગ્રાહકો વચ્ચે નો જ રહેશે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પ્રધાનમંત્રી કાર્યલય, નાણાં મંત્રાલય તેમજ આરબીઆઈ વચ્ચે આ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે, આવનારા દિવસોમાં આ ચર્ચાનું અમલી કરણ થાય તો બેંકના કામકાજ વચ્ચે હવે સરકાર જોવા મળશે નહી.
આ ચર્ચાઓમાં એક ખાસ ચર્ચા એ પણ થઈ રહી છે કે, કઈ કઈ બેંકમાં કેટલા ટકા સરકારી ભાગીદારી હોવી જઈએ ,આ સમગ્ર મુદ્દાઓને લઈને અનેક નિષ્ણાંતો સાથે ચર્ચા વિમર્શ પણ કરવામાં આવશે.
હાલમાં 12 જેટલી બેંકો કાર્યરત છે જેમાંની 6 બેંકોનું ખાનગીકરણ કરવામાં આવી ચૂક્ય. છે, વર્ષ 2017 સુધી દેશમાં નાની મોટી 27 બેંકો હતી. હવે આ આકંડો 12નો થી ચૂક્યો છે, સરકારે કેટલીક બેંકોનું મોટી બેંકમોં વિલીનીકરણ કર્યું હતું. પોલિસી કમિશને સરકારને એવી ભલામણ કરી હતી કે વધુમાં વધુ ચારેક બેંકો પર તમારો અંકુશ હોવો જોઈએ.
મળતી માહ્તી પ્રમાણે સરકાર ભવિષ્યમાં ચાર જેટલી બેંકોમાં ભાગીદારી ચાલુ રાખવાની ઈચ્છા ધરાવે છે એમાં સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા,પંજાબ નેશનલ બેંક, બેંક ઑફ બરોડા અને કેનેરા બેંકનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સાહીન-