ઓડિશામાં સર્જાયેલા એક રોડ કસ્માતમાં એક બકરીનું મોત નિપજ્યું હતું, બકરીના મોતને લઈને લોકોના ટોળાએ આંદોલન ચલાવ્યું હતું જેના કરાણે ઉત્પાદનકર્તા કંપની મહાનદિ કોલફિલ્ડસ લિમિટેડને 2.68 કરોડનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો હતો, બકીરીના મોત પછી સ્થાનિક લોકોએ સખ્ત આંદોલન કર્યું હતું, જેના કારણે થોડાક કલાકો સુધી કંપનીનું કામ ઠપ્પ થઈ ગયું હતું
એમસીએલ તરફથી આપેલા નિવેદન મુજબ, કોયલા પરિવહન ટિપરની અડફેટે આવતા એક બકરીનું મોત થયુ હતું, ત્યાર પછી એકઠી થયેલી ભીડે જગન્નાથ સિડિંગ્સ 1 અને 2ના કામકાજને ત્રણ કલાક માટે રોકવામાં આવ્યું હતું ને વળતર રુપે 60 હજારની માંગણી કરી રહ્યા હતા.
આ માંગણીને લઈને પાડોશી ગામના લોકોએ સવારે 11 વાગ્યાથી અફડાતફડી મચાવી હતી અને કેટલાક કલાકો સુધી કોલસાની કંપનીના કામને રોકી રાખ્યું હતું, આ કંપનીનું કામકાજ માત્ર થોડા કલાકો માટે જ બંધ રહેતા ઓડિશા સરકાર અને એમએલસીને મોટુ નુકશાન વેઠવું પડ્યુ હતું,ત્યાર બાદ પોલીસ અને વરિષ્ટ અધિકારીઓ આ મામલામાં વચ્ચે પડતા આ મામલો બપારો 2 વાગ્યા બાદ ઠાળે પાડવામં આવ્યો હતો,અને અંદાજે 3 કલાક પછી કંપનીએ કામકાજ ફરીથી શરુ કર્યું હતું, આટલા કલાક કંપનીનું કામ અટકવાથી આ કંપનીને કુલ 2.68 કરોડનું નુકશાન થયુ હતું, એટલે એમ કહી શકાય કે માત્ર 500 કે 1 હજારની બકરીને કારણે કંપનીએ 2.68 કરોડ ગુમાવ્યા છે.