1. Home
  2. revoinews
  3. કોરોના વચ્ચે આજથી યુએઈ ખાતે આઇપીએલનો આરંભ – મુંબઈ-ચેન્નઇ વચ્ચે થશે પહેલી ટક્કર
કોરોના વચ્ચે આજથી યુએઈ ખાતે આઇપીએલનો આરંભ – મુંબઈ-ચેન્નઇ વચ્ચે થશે પહેલી ટક્કર

કોરોના વચ્ચે આજથી યુએઈ ખાતે આઇપીએલનો આરંભ – મુંબઈ-ચેન્નઇ વચ્ચે થશે પહેલી ટક્કર

0
Social Share

મુંબઈ: કોરોના મહામારી વચ્ચે આઈપીએલ 2020ની શરૂઆત આજથી થઈ રહી છે. દેશમાં ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી જે ક્ષણની રાહ જોતા હતા તે સમય આવી ગયો છે અને પ્રથમ મેચ મુંબઈ અને ચેન્નાઈ વચ્ચે રમાવા જઈ રહી છે. આઈપીએલ 2020નુું આયોજન યુએઈમાં કરવામાં આવ્યું છે.

આઈપીએલની 13મી સીઝનની પ્રથમ મેચમાં આઈપીએલ ઇતિહાસની બે સૌથી મોટી ટીમો મુંબઈ ઈન્ડિયન્સ (એમઆઈ) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (સીએસકે) એકબીજાને ટકકર આપતી જોવા મળશે ,જો કે આ પ્રથમ વખત હશે કે જયારે સ્ટેડિયમમાં દર્શકોની ઉપસ્થિતિ રહેશે નહીં અને આખી ટૂર્નામેન્ટ દરમિયાન ખાલી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ અબુધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

યુએઈમાં રમાશે મેચ

લીગમાં અત્યાર સુધી બંને ટીમો એકબીજા સામે 28 મેચ રમી છે. જેમાં મુંબઈ ઈન્ડિયન્સ 17 વાર જીતી ચૂકી છે, જ્યારે CSKએ 11 વખત જીત મેળવી છે. યુએઈની વાત કરીએ તો, મુંબઇ ઇન્ડિયન્સએ અહીં રમાયેલી આઈપીએલ 2014ની સીઝનના પહેલા તબક્કામાં તેની પાંચેય મેચ હારી ગઈ હતી. ત્યારે હવે યુએઈમાં પ્રથમ જીત મેળવવાનો પડકાર મુંબઈ સામે છે .

ચેન્નઈ સુપર કિંગ્સની વાત કરીએ તો તેને પહેલેથી જ બે મોટા ખિલાડીઓ ગુમાવ્યાના પડકારનો સામનો કરવો પડ્યો છે. સુરેશ રૈના અને હરભજન સિંહ અંગત કારણોસર આ વખતે આઈપીએલ રમી રહ્યા નથી. બંનેને સીએસકે ટીમની મહત્વપૂર્ણ કડી માનવામાં આવે છે આવી સ્થિતિમાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સામે એક મોટો પડકાર હશે. પરંતુ ધોનીને પણ એ કેપ્ટન માનવામાં આવે છે જે કોઈ પણ સંજોગોમાં ટીમનું સંચાલન સારી રીતે કરી શકે છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, કેદાર જાધવ રૈનાની જગ્યાએ ત્રીજા નંબર પર મેદાનમાં ઉતરી શકે છે, કારણ કે. ઋતુરાજ ગાયકવાડ હજી પણ સંપૂર્ણ રીતે સ્વસ્થ નથી અને આ મેચમાં તેમણે બહાર બેસવું પડશે. ટીમની શરૂઆતની જોડી શેન વોટસન અને અંબાતી રાયડુ બનવાની સંભાવના છે. ફાફ ડુ પ્લેસિસ પણ વોટસન સાથે ઇનિંગની શરૂઆત કરતા જોવા મળી શકે છે, મધ્ય ક્રમની જવાબદારી ડ્વેન બ્રાવો અને ધોની પર રહેશે, જે ઝડપી રન બનાવી શકે છે અને મુશ્કેલીમાં ઇનિંગ્સને સંભાળી પણ શકે છે, બીજી તરફ શાર્દુલ ઠાકુર અને દિપક ચહરનું રમવાનું નક્કી મનાઈ રહ્યું છે.

_Sahin

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code