આજ કાલ સમગ્ર દેશમાં સાયબર ક્રાઈમ વધી રહ્યા છે ત્યારે ગુજરાતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે .ગુજરાતના સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી સ્માર્ટ ટીવી હેક કરવાની બે ઘટના સામે આવી છે ત્યારે ફરી એક વાર સ્માર્ટ ટીવી હેક કરીને અંગત પળોનો વિડિયો વાયરલ કરવામાં આવતા હાહાકાર મચી જવા પામી છે.
આ સમગ્ર ઘટનામાં હેકરે કોઈ પણ સિસ્ટમ વગર સ્માર્ટ ટીવી હેક કરીને એક કપલનો અંગત પળોનો વિડિયો બવાન્યો હતો ત્યાર બાદ વિડિયોને ઈન્ટરન્ટના માધ્યમથી વાયરલ કરવામાં આવ્યો હતો. કપલને વાતની જાણ ત્યારે થઈ જ્યારે તેમણે ઈન્ટરનેટ પર પોતોની અંગતપળોનો વિડિયો જોયો.આ વિડિયો જોઈને કપલ એકદમ શોક થઈ ગયું અને તરત જ તેમણે સાયબર ક્રાઈમ એક્સપર્ટની મદદ લીધી.
સ્માર્ટ ટીવી હેક કરવાના મામલે સાયબર વિશેષ જાણકારોએ જણાવ્યું કે બેડરૂમમાં લગાવવામાં આવેલા સ્માર્ટ ટીવીને મોટે ભાગે ઈન્ટરનેટથી જોડવામાં આવે છે જેના કારણે ટીવીમાં લાગેલા સોફ્ટવેરથી હેકર ટીવી હેક કરી શકે છે અને તે દરમિયાન જો કોઈ પણ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવામાં આવેતો તેની સપૂર્ણ વિગત હેકર ને મળી જાય છે. સ્માર્ટ ટીવીમાં ઈન્ટરનેટના માધ્યમથી ફ્રંટ કેમેરાથી વિડિયો શૂટ પણ કરી શકાય છે. આવા સમયે સ્માર્ટ ટીવીનો કેમેરા બંધ રાખવો હિતાવહ છે સાથે સાથે ઈન્ટરનેટ પણ ડીસ્કનેક્ટ કરવું જોઈએ આમ કરવાથી આવા વિડિયો વાયરલ થતા કે વિડિયો શૂટ કરતા અટકાવી શકાય છે. આ ઘટનાને લઆને સાયબર પોલીસે વધપ તપાસ હાથધરી છે.