51 વર્ષ પહેલા ક્રેશ થયેલું ભારતીય વાયુસેનાના વિમાનનો કાટમાળ હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિમાંથી મળી આવ્યું છે. આ વિમાન પણ એએન-12 બીએલ-545 હતું. આ વિમાન પાંચ દશક પહેલાં ગુમ થઈ ગયું હતું જેને ઘણા પ્રયત્નો પછી પણ શોધી શકાયું નહોતું.આ ઉપરાંત લગભગ 94 સંરક્ષણ જવાનો આ વિમાનમાં સવાર હતા તેઓ વિશે પણ વધુ માહિતી મળી શકી નહોતી. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા ચાર સંરક્ષણ જવાનોના મૃતદેહો જ ખાલી મળી આવ્યા હતા.
વર્ષ 2003માં હિમાલય પર્વતારોહણ સંસ્થા દ્વારા એક મૃતકની ઓળખ કરવામાં આવી હતી. મૃતદેહની ઓળખ સૈનિક બેલી રામ તરીકે થઈ હતી, જે આ ફ્લાઇટમાં સવાર હતો. ઓગસ્ટ 2007 માં ભારતીય સેનાની ટીમે વધુ ત્રણ મૃતદેહો બહાર કાઢ્યા હતા,1લી જુલાઈ 2018ના રોજ પર્વતારોહણ કરનારી એક ટીમને વધુ એક મૃતહેદ મળી આવ્યો હતો,આ સાથે એરક્રાફ્ટનો એક ભાગ પણ મળી આવ્યો હતો.
આ વર્ષે 26 જુલાઇએ વિમાનના કાટમાળની શોધનું અભિયાન ડોગરા સ્કાઉટ્સ દ્વારા શરુ કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન કમાન્ડની દેખરેખ હેઠળ આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. અધિકારીઓને 13 દિવસની શોધખોળ કર્યા બાદ ટીમને 5240 મીટરની ઊંચાઈએથી ઢાકા ગ્લેશિયર પર વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો,અને સાથે સાથે સુરક્ષા દળોનો કેટલોક સામાન પણ મળી આવ્યો છે ત્યારે 6 ઓગસ્ટના રોજથી ઈન્ડિયન એરફોર્સ આ સર્ચ ઓપરેશનમાં સામેલ થઈ હતી.
1968માં આ વિમાન લેન્ડ કરવાની તૈયારીમાં જ હતું પરંતુ ખરાબ હવામાનના કારણે પાયલોટને પરત ફરવાના આદેશ આપવામાં આવ્યા હતા અને 98 સુરક્ષા દળો સાથે આ વિમાન રવાના થયુ હતું, ચંદીગઢ પરત ફરતા સમયે આ વિમાન રોહતાંગ પાસેથી પસાર થતું હતુ ત્યારે જ તેનો સંપર્ક કંટ્રોલ રુમથી તૂટી ગયો હતો,ત્યાર બાદ કેટલા મહિનાઓ સુધી કોઈ જ ખબર મળી ન હતી,જેને લઈને એક સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ પરંતુ ત્યારે કોઈ સફળતા મળી ન હતી.ત્યારે હવે 51 વર્ષના લાંબા સમયગાળા બાદ વિમાનનો કાટમાળ મળી આવ્યો છે.