રાજધાનીમાં આબોહવા થઈ રહી છે પ્રદુષિત -હવામાં ઝેર ફેલાવાનો ખોફ
- વિતેલા દિવસે એર ક્વોલિટી ઇન્ડેક્સ 240 નોંધાયો હતો
- આજરોજ મંગળવારે એક્યૂઆઈ 322 નોંધાયો
- 24 કલાકમાં જ વધ્યુ એર પોલ્યૂશન
- સતત ખરાબ થઈ રહ્યું છે રાજધાનીનું વાતાવરણ
દેશની રાજધાની દિલ્હીમાં સતત આબોહવા ખરાબ થતી જોવા મળી રહી છે,દિવસેને દિવસે અંહીના વાતાવરણમાં હવે ધેરલપ્રસરવાની દહેશત ફેલાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીની આસપાસ પરાળી બાળવામાં આવી રહી છે જેના કારણે તેની સંપૂર્ણ અસર દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં જોવા મળી રહી છે,હવા ખુબ જ પ્રદુષિત થઈ રહી છે,વાતાવરણમાં ઘૂમાડાનું પ્રમાણ પણ વધી રહ્યું છે,સ્થાનિકો માટે ચિંતાનો વિષય છે.
જો વિતેલા દિવસની વાત કરીએ તો સોમવારે એર ક્વોલિટી ઇનન્ડેક્સ 240 નોંધાયો હતો જે ખિબ જ ચિંતા જનક છે, જ્યારે આજ રોજ મંગળવારે આ એર ક્લોવિટી ઈન્ડેક્ષ 300નો આંકડો પાર કરીને 332 નોંધાયો હતો જે કાલની સરખામણીમાં સતત વધેલો જોઈ શકાય છે. માત્ર છેલ્લા 24 કલાકમાં હવા પ્રદુષિત થવાનો સ્તર વધેલો જોઈ શકાય છે.
આ પહેલા પણ હવામાન વિભઆગએ ચેતવણી આપી હતી,દિલ્હીના આસપારસના રાજ્યો જેમ કે પંજાબ અને હરિયાણા સહિતના રાજ્યો ખેતરોની પરાળી બાળતા વાતાવરણ તદ્દન ખરાબ થયેલું જોવા મળે છે. દિલ્હી વાસીઓને શ્વાસ લેવામાં તકલીફ થાય તે દિવસ હવે દુર નથી.
એક તરફ દેશમાં કોરોનાનો ખતરો છે તો બીજી તરફ રાજધાનીમાં હવા પ્રદુષિત થી રહી છે જેના કારણે કોરોનાનું સંક્રમણ વધવાની ચિંતા પણ રહેલી છે.થોડા દિવસ પહેલા જ એઈમ્સના ડોક્ટરે ખુલાસો કર્યો હતો કે,જો વાતાવરણ વધુ ખારબ જણાશે તો કોરોનાના કેસોમાં વધારો થી શકે છે,ત્યાકરે હવે દિલ્હીની આબહવા જનજીવન માટે મુશ્કેલ બની રહી છે.
સાહીન-