1. Home
  2. revoinews
  3. કાશ્મીરમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની જ પોલ ખોલી
કાશ્મીરમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની જ પોલ ખોલી

કાશ્મીરમાં આતંક ફેલાવવા આવેલા આતંકીઓએ પાકિસ્તાનની જ પોલ ખોલી

0
Social Share

પાકિસ્તાન છેલ્લા ધણા સમયથી કાશ્મીરમાં આતંક ફેલાવવાના અને ઘૂસણખોરી કરવાના પ્રયત્નો કરી રહ્યું છે,સતત તે ભારતની શાંતિ ડખોળવાના પ્રયત્નોમાં લાગ્યું છે,પરંતુ કોઈ પણ મોરચે પાકિસ્તાનને સફળતા પ્રાપ્ત નથી થઈ, કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા પછી તે બોખલાય ગયુ છે.ત્યારે આજે પાકિસ્તાન તરફથી મોકલવામાં આવેલા બે આતંકીઓને ભારતીય લેનાએ પકડી પાડ્યા છે,સેના તરફથી આ આતંકીઓનું કબુલનામુ પણ રજુ કરવામાં આવ્યું છે.સેનાના જવાનોએ આ આતંકીઓના

બદલાયેલી પરિસ્થિતિ પછી પાકિસ્તાન બોખલાયું છે, પરંતુ ભારતીય સેનાના સંકજામાં આવેલા આ આતંકીઓએ જણાવ્યું હતુ કે,પાકિસ્તાન ભારત અને ખાસ કરીને ખીણ વિસ્તારોમાં અશાંતિ ને આતંકનો ખેલ રચવા માંગે છે.

સેનાએ  લશ્કરના  બે આતંકીઓના બયાનનો વીડિયો પણ રજુ કર્યો છે,આ વીડિયોમાં તેઓ સ્વીકાર કરી રહ્યા છે કે,તેઓ પોતે પાકિસ્તાનથી આવ્યા છે,અને લશ્કર સાથે જોડાયેલા છે,આ બે આતંકીઓમાંથી એકનું નામ મોહમ્મદ અઝીમ છે,ત્યારે બીજો આતંકી પાકિસ્તાનના પંજાબનો રહેવાસી છે.

મોહમ્મદ અઝીમ નામના આતંકીએ જણાવ્યું હતું કે,તે પાકિસ્તાનના રાવલ પિંડીથી આવ્યો છે અને અમે લશ્કર-એ-તૈયબા માટે કામ કરી રહ્યું છે,ભારતીય સેનાએ આ આતંકીઓને ચ્હા પણ પીવા માટે આપી હતી,બયાનના સ્વીકાર કર્યા બાદ તેનાથી સવાલ કરવામાં આવ્યો કે, ચ્હા કેવી લાગી?ત્યારે તેણે સામે જવાબ આપ્યો કે ચ્હા ખુબજ સારી છે.

જો કે આ સવાલ સેના તરફથી પાકિસ્તાનને ઈશારો છે,જ્યારે પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પારનાર વિંગ કમાંડર અભિનંદનને કેદ કર્યા પછી પાકિસ્તાની સેનાએ આજ સવાલ અભિનંદનને પૂછ્યો હતો,સેનાએ આ સવાલ પાકિસ્તાનને તેમની જ સ્ટાઈલમાં રિટર્ન આપ્યો હતો,

આ વીડિયોમાં એક આતંકવાદી જણાવે છે કે,તે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગાઝીયાબાદ શહેરનો રહેવાસી છે,સેનાએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે,ઘાટી વિસ્તારોમાં જે કોઈ મોતની ઘટના બની છે તેમાં સુરક્ષા દળોના કારણે કોઈ પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું,ઘાટીમાં થયેલા મોત માટે આતંકવાદી જ જવાબદાર છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code