ઉત્તર પ્રદેશમાં એક આશ્ચ્રચર્ય ચકિત ઘટના બનવા પામી છે,વાત જાણે એમ છે કે ,રવિવારના રોજ યૂપીના એક ગામમાં મંદિરનું નિર્માણ કરવાના હેતુંથી ખોદકામ કરવામાં આવી રહ્યું હતું ત્યારે ખોદ કામ કરતા સમયે ગામના લોકોને માટીના એક વાસમમાંથી ચાર કીલો સોનાના આભૂષણો મળી આવ્યા છે,જે જમીનમાં દાટવામાં આવ્યા હતા,
ગામજનોને કરોડો રુપિયાનું સોનું મળ્યા પછી પોલીસ ને રાજસ્વ વિભાગની ટીમને જાણકારી આપી હતી ત્યાર બાદ ઘટના સ્થળે અધિકારીઓ પહોંચી આવ્યા હતા અને તપાસ શરુ કરી હતી,તપાસ અધિકારીઓના કહેવા મુજબ,આ તમામ આભૂષણો સોનાના છે અને તે ખુબજ પ્રાચીન છે, સોનું મળવાની ખબર વાયુવેગ ફેલાતા લોકોના ટોળે ટોળા સોનાના આભૂષણો જોવા માટે ઉમટી પડ્યા હતા.
મળતી માહિતી મુજબ આ સોનાના આભૂષણોમાં બે ગળામાં પહેરવાના મોટા મોટા હાર,હાથમાં પહેરવાના કંગન અને બીજા કેટલાક આભૂષણો સામેલ છે,જેની કિંમત કરોડો રુપિયા માનવામાં આવી રહી છે,આ ઘટનાને લઈને ત્સાહિત બનેલા ગામજનોએ જુબાજુના વિસ્તારોમાં પણ ખોદકામ શરુ કર્યું હતુ કે કદાચ બીજી જગ્યાઓ પરથી પણ આવું જ સોનું મળી રહે, પરંતુ વું કંઈજ બનવા નહોતું પામ્યું,અન્ય જગ્યાએ તેઓને નિષ્ફળથા પ્રાપ્ત થઈ હતી.