તેલંગાણા: મહાત્મા ગાંધીની પ્રતિમાનું કરાયું અપમાન, પાકિસ્તાન સમર્થિત સૂત્રોની માળા પહેરાવાઈ!
તેલંગાણાના નિજામાબાદ જિલ્લામાં રવિવારે 25 ઓગસ્ટ-2019ના રોજ કેટલાક અજ્ઞાત લોકોએ મહાત્મા ગાંધીની પ્રતિમા પર કાળાશ લગાવી દીધી હતી. તેની સાથે પાકિસ્તાન સમર્થિત સૂત્રો લગાવતા ગાંધી પ્રતિમાને પાકિસ્તાનના જયકારાવાળા સૂત્રો લખેલા પેપરની માળા પહેરાવી દીધી હતી.
ધ હિંદુના અહેવાલ પ્રમાણે, ઘટના નિજામાબાદ જિલ્લાના ગુંડારામ ગામની છે. આ ઘટના બાદથી વિસ્તારમાં સનસનાટી ફેલાયેલી છે. જાણકારી પ્રમાણે, પોલીસને આશંકા છે કે આ એક વિશેષ સમુદાય સાથે સંબંધિત એક નવા ઉભરતા સંગઠનનું કરતૂત હોવાની શક્યતા છે. આ સંગઠને જિલ્લાના કેટલાક લઘુમતી વિસ્તારોમાં ગરીબ બાળકોને શિક્ષિત કરવા અને ફિટનેસ પ્રત્યે જાગરૂરકતા પ્રદાન કરવાના નામે ગતિવિધિઓ શરૂ કરી હતી.
તાજેતરમાં પોલીસે આ સમૂહ સાથે જોડાયેલા ત્રણ લોકોને નગરપાલિકા અધિકારીઓની ફરિયાદ પર એરેસ્ટ પણ કર્યા હતા. પરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે તેમણે પોતાની ગતિવિધિઓને અંજામ આપવા માટે ગેરકાયદેસર શેડનું નિર્માણ કર્યું હતું.
પોલીસ મુખ્યમથકના સર્કલ ઈન્સ્પેક્ટર આર. રઘુએ ક્હ્યુ છે કે પોલીસ જિલ્લા મુખ્યમથક નિજામાબાદથી કેટલાક કિલોમીટર દૂર આવેલા ગામમાં પહોંચીને અપરાધીઓની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી દીધી છે.
તેમણે કહ્યુ છે કે તેઓ એ વાતની તપાસ કરી રહ્યા છે કે જે આઉટફિટ સંદર્ભે પહેલા મેન્શન કરવામાં આવ્યું હતું. તેનો ગાંધીજીની પ્રતિમા સાથે કરવામાં આવેલા અપમાનજનક વ્યવહાર સાથે કોઈ સંબંધ છે અથવા નહીં. તેની સાથે જ તેમણે કહ્યુ છે કે જો કે આ એક ગંભીર મામલો છે, માટે તમામ દ્રષ્ટિકોણથી આની પૂછપરછ થઈ રહી છે.