મગજના તાવથી 112થી વધુ બાળકોના મોત, તેજસ્વી યાદવ કદાચ વર્લ્ડ કપ જોવા ગયાનો આરજેડી નેતાનો ખુલાસો!
બિહારમાં મગજના તાવથી બાળકોના મોત પર નીતિશ કુમારની સાથે વિપક્ષ પણ ઘેરાતો દેખાઈ રહ્યો છે. સોશયલ મીડિયાથી લઈને સડક પર દરેક સવાલ કરી રહ્યા છે કે આ મુદ્દા પર આરજેડીના નેતા તેજસ્વી યાદ શા માટે ચુપ છે? તે વચ્ચે આરજેડીના વરિષ્ઠ નેતા રઘુવંશપ્રસાદ સિંહે કહ્યુ છે કે મને ખબર નથી કે તેજસ્વી ક્યાં છે, કદાચ તેઓ ક્રિકેટ વર્લ્ડકપ જોવા ગયા છે. મને વધારે જાણકારી નથી.
બુધવારે રઘુવંશપ્રસાદ સિંહે પત્રકારોને સવાલ કર્યો હતો કે શું સરકારની સાથે વિપક્ષની સંવેદના મરી ગઈ છે? અત્યાર સુધી વિપક્ષના નેતાનું નિવેદન કેમ આવ્યું નથી? તેનો જવાબ આપતા રઘુવંશ પ્રસાદ સિંહે કહ્યુ છે કે અત્યારે મને ખબર નથી કે તે ક્યાં છે અથવા નથી. પરંતુ આપણે અનુમાન લગાવીએ છીએ કે વર્લ્ડકપ ચાલી રહ્યો છે, તો તે (તેજસ્વી) ત્યાં ગયા હશે. અમે અનુમાન લગાવીએ છીએ, કોઈ જાણકારી નથી.
બિહારના મુઝફ્ફરપુરમાં મૃત્યુ પામનારા બાળકોનો આંકડો 113 પર પહોંચ્યો છે. બુદવારે જ ચાર બાળકોએ દમ તોડયો છે. પરંતુ લાગતું નથી કે નીતિશ કુમારની સરકારને આનાથી કોઈ ફરક પડયો છે. દવા, સારવારની સ્થિતિ બિલકુલ ખરાબ છે. હવે મામલો કોર્ટમાં ગયો છે અને સોમવારે આના પર સુનાવણી થશે.
આ સિવાય બિહારમાં લુના કેરમાં 90 જેટલા લોકો દમ તોડી ચુક્યા છે. મંગળવારે જ્યારે ડેપ્યુટી સીએમ સુશીલ મોદીની સાથે નીતિશ કુમાર મુઝફ્ફરપુરની હોસ્પિટલ પહોંચ્યા તો તેમને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડયો હતો. દેખાવ કરી રહેલા લોકોએ નીતિશ કુમાર પાછા જાવના સૂત્રો લગાવ્યા હતા. મુખ્યપ્રધાને હોસ્પિટલમાં ભરતી દર્દીઓ અને તેમના સગાવ્હાલાંની મુલાકાત લીધી હતી.