1. Home
  2. Tag "Supreme Court"

ગરીબોને 10 ટકા અનામત પર હાલ રોક નહીં, સુપ્રીમ કોર્ટમાં 16 જુલાઈથી સુનાવણી

સુપ્રીમ કોર્ટમાં બંધારણમાં સંશોધન કરીને ગરીબોને 10 ટકા અનામત આપવાના નિર્ણય વિરુદ્ધ ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી છે. કોર્ટે તમામ અરજીઓ પર સુનાવણી માટે 16 જુલાઈની તારીખ નક્કી કરી છે. જસ્ટિસ એસ. એ. બોબડેના નેતૃત્વવાળી ખંડપીઠ 16 જુલાઈએ આ અરજીઓ પર સુનાવણી કરશે. જેમા એ નક્કી કરવામાં આવશે કે બંધારણીય સંશોધન કરીને 10 ટકા અનામતને […]

સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ રૉ ઓફિસરની અરજી નામંજૂર, પીઓકે-ગિલગિટમાં બે વિધાનસભા બેઠકોની કરી હતી માગણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે 50 હજાર રૂપિયાના દંડ સાથે ભૂતપૂર્વ રૉ ઓફિસરની અરજી નામંજૂર કરવામાં આવી છે. અરજીમાં જમ્મુ-કાશ્મીરના હિસ્સા એવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં બે બેઠકો એસેમ્બલીની ચૂંટણી માટે ચિન્હિત કરવાની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે આ મામલો કોર્ટ નક્કી કરી શકે નહીં. અરજી રૉના સેવાનિવૃત્ત અધિકારી આર. […]

અગસ્તા વેસ્ટલેન્ડ કેસ: હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ઈડી

અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં ઈડીએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ ઝડપી સુનાવણી માટે તૈયાર છે. ઈડીએ દિલ્હી હાઈકોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. જેમાં હાઈકોર્ટે રાજીવ સક્સેનાને વિદેશ જવાની મંજૂરી આપી હતી. દિલ્હી હાઈકોર્ટે સ્વાસ્થ્ય આધાર પર રાજીવ સક્સેનાને વિદેશ જવાની મંજૂરી આપી હતી. દિલ્હી હાઈકોર્ટના આદેશ પ્રમાણે, રાજીવ 25 […]

મગજના તાવના મામલે સુપ્રીમ કોર્ટનો ઠપકો, કેન્દ્ર-બિહાર-યુપી સરકારને 7 દિવસમાં જવાબની તાકીદ

બિહારમાં મગજના તાવનો કેર યથાવત છે. સતત તેની સાથે જોડાયેલા મામલા સામે આવી રહ્યા છે અને તેમા મૃત્યુઆંક 152 પર પહોંચી ચુક્યો છે. મગજના તાવનેકારણે હાહાકાર વચ્ચે આજે આ મામલા પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ છે. મગજના તાવના મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર અને બિહાર તથા યુપી સરકાર પાસે જવાબ માંગ્યો છે. કોર્ટે સરકારોને ત્રણ […]

વિલંબિત કેસો પર CJIની પીએમ મોદીને ચિઠ્ઠી, જજોના રિટાયરમેન્ટની વયમર્યાદા વધારવા સૂચન

નવી દિલ્હી: દેશની અદાલતો પર કેસના સતત વધી રહેલ ભારણથી નીપટવાને લઈને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈએ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે. પત્રમાં તેમણે વધી રહેલા વિલંબિત કેસનો ઉલ્લેખ કર્યો છે. જસ્ટિસ ગોગોઈએ પીએમ મોદીને લખ્યુ છે કે અદાલતોમાં ઘણાં વર્ષોથી હજારો મામલાઓ વિલંબિત પડેલા છે. તેના સમાધાન માટે ન્યાયાધીઓશની સંખ્યામાં વધારો […]

ડૉક્ટરોની હડતાળના મામલે પીઆઈએલ દાખલ, સુપ્રીમ કોર્ટ કરશે સુનાવણી

નવી દિલ્હી: કોલકત્તામાં ડોક્ટરો પર હુમલાના વિરોધમાં દેશભરમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળના મામલામાં દાખલ જાહેરહિતની અરજી પર સુપ્રીમ કોર્ટ ઝડપથી સુનાવણી કરવા માટે તૈયાર થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે આના સંદર્ભે સુનાવણી કરવાનું નિર્ધારીત કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં દેશભરની તમામ સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માગણી કરવામાં આવી છે. […]

બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરાવવાની જાહેરહિતની અરજી, સુપ્રીમ કોર્ટ શુક્રવારે કરશે સુનાવણી

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીની કાયદેસરતાને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. વકીલ એમ. એલ. શર્માએ આ અરજી દ્વારા બેલેટ પેપરથી ફરીથી ચૂંટણી કરાવવાની માગણી પોતાના દ્વારા દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજીમાં કરી છે. આ જાહેરહિતની અરજી પર શુક્રવારે સુનાવણી કરવામાં આવશે. વકીલ એમ. એલ. શર્માએ આ અરજીમાં પણ ઈવીએમમની વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવ્યો […]

યોગી આદિત્યનાથ પર વિવાદીત ટીપ્પણીનો મામલો, સુપ્રીમ કોર્ટે પત્રકારની મુક્તિના આદેશ આપ્યા

નવી દિલ્હી: ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પર વિવાદીત ટીપ્પણી લખવા અને વીડિયો શેયર કરવાના મામલામાં એરેસ્ટ કરાયેલા પત્રકાર પ્રશાંત કનૌજિયાને સુપ્રીમ કોર્ટે તાત્કાલિક મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ મામલાની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે યુપી પોલીસને ઠપકો પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું છે કે આખરે તેમણે કઈ […]

પ્રતિબંધિત સંગઠનના સદસ્ય હોવું ગુનો નથી: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે માઓવાદી સમર્થક કોન્નાથા મુરલીધરનને જામીન આપવાના આદેશ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી મહારાષ્ટ્ર સરકારની અરજીને નામંજૂર કરી છે. જામીન આપતા હાઈકોર્ટે ક્હ્યું હતું કે પ્રતિબંધિત સંગઠનના સદસ્ય હોવા માત્રથી કોઈ આતંકવાદી બની જતું નથી. આ ત્યારે થઈ શકે છે કે જ્યારે તેણે સંગઠન સાથે જોડાઈને કોઈ આતંકવાદી ઘટનાને અંજામ આપી હોય અથવા […]

સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્રમાં પીજી મેડિકલમાં પ્રવેશ માટે EWS સ્ટૂડન્ટ્સને 10% અનામત આપવાનો કર્યો ઈન્કાર

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આર્થિક રીતે પછાત વર્ગને મળનાર 10 ટકા અનામત શૈક્ષણિક સત્ર 2019-20માં મહારાષ્ટ્રના પીજી મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશમાં લાગુ નહીં થાય, કારણ કે આ જોગવાઈના પ્રભાવી થતા પહેલા જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચુકી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટિસ અનિરુદ્ધ બોઝની અવકાશ પીઠે કહ્યું છે કે ઈડબ્લ્યૂએસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code