1. Home
  2. Tag "Supreme Court"

દેશમાં હજીપણ જાતિગત ભેદભાવ ચાલુ છે, સરકારો પ્રોટેક્ટ કરવામાં નિષ્ફળ રહી છે: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલા મામલે સુનાવણી જાતિગત ભેદભાવ હજીપણ સમાજમાં ચાલુ: સુપ્રીમ કોર્ટ નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે એસસી-એસટી એક્ટ સાથે જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આઝાદીના 70 વર્ષ પસાર થઈ ચુક્યા છે. પરંતુ એ દુર્ભાગ્યપૂર્ણ છે કે દેશમાં હજીપણ જાતિગત ભેદભાવ ચાલુ છે અને સરકારો પ્રોટેક્ટ કરવામાં નિષ્ફળ […]

મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનોની સત્યતા સાવધાનીથી તપાસો : સુપ્રીમ કોર્ટ

મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનનો મામલો સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો મૃત્યુ પૂર્વેના વિરોધાભાસી નિવેદનોને સાવધાનીથી તપાસવા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ મૃત્યુ પહેલા વિરોધાભાસી નિવેદન નોંધાવે છે, તો અદાલતોએ સાવધાનીથી તેમની સત્યતાની તપાસ કરવી જરૂરી હોય છે. સુપ્રીમ કોર્ટ સીઆરપીએફના એક જવાનની અપીલ પર સુનાવણી કરી રહી હતી, કે જેને તેની પત્નીની હત્યાના મામલામાં […]

સુપ્રીમ કોર્ટમાં આવશે ચાર નવા જજ, કોલેજિયમે સરકારને મોકલી ભલામણ

સુપ્રીમ કોર્ટને આગામી થોડાક દિવસોમાં નવા ન્યાયાધીશો મળવાની આશા છે. જસ્ટિસ અભય મનોહર સપ્રેના રિટાયર થવા અને જજોના નવા પદ સૃજિત થયા બાદ હવે આશા છે કે જલ્દીથી સુપ્રીમ કોર્ટમાં ચાર નવા જજ નિયુક્ત થશે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમે 4 નવા જજોના નામની ભલામણ કેન્દ્ર સરકારની પાસે મોકલી છે, હવે આના પર કેન્દ્ર સરકારે નિર્ણય કરવાનો […]

સુપ્રીમ કોર્ટે ટ્રીપલ તલાકના કાયદા પર કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી

મોદી સરકારના બીજા કાર્યકાળ દરમિયાન સંસદના પહેલા સત્રમાં પસાર કરાયેલ ત્રિપલ તલાક કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે મુસ્લિમ સમુદાયમાં ટ્રિપલ તલાકને શિક્ષાપાત્ર ગુનો બનાવવાના કાયદાની માન્યતાને પડકારતી અરજીઓ પર વિચાર કરવા સંમતિ આપી છે. આ કાયદાના વિરુદ્વમાં ત્રણ અલગ અલગ રજીઓ દાખલ થઈ છે, […]

રામનું જન્મસ્થાન ક્યાં? બાબરી મસ્જિદના ગુંબજ નીચે : સુપ્રીમ કોર્ટમાં બોલ્યા રામલલાના વકીલ

લાંબા સમયથી ચાલી રહેલા અયોધ્યા વિવાદ પર મંગળવારે પણ સુનાવણી થઈ હતી. આ દરમિયાન કોર્ટે રામલલાના વકીલને સવાલ કર્યો કે રામનું જન્મસ્થાન ક્યાં છે? તો વકીલ એસ. સ. વૈદ્યનાથને આનો જવાબ આપતા કહ્યુ છે કે રામનું જન્મસ્થાન બાબરી મસ્જિદના ગુંબજ નીચે છે. તેની સાથે જ વૈદ્યનાથને ક્હ્યુ છે કે મુસ્લિમ પક્ષકાર તરફથી વિવાદીત સ્થાન પર […]

કોર્ટ કોઈપણ નિર્ણય આપે, અયોધ્યા પર સરકાર પાસે છે ‘બ્રહ્માસ્ત્ર’ : સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી : અયોધ્યા જમીન વિવાદ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભામાં મનોનીત સાંસદ ડૉ. સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ છે કે રામમંદિર મામલામાં સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય સંભળાવે, પરંતુ સરકાર પાસે બંધારણના અનુચ્છેદ-300A પ્રમાણે રાષ્ટ્રીયકરણનું બ્રહ્માસ્ત્ર છે. તેમણે કહ્યુ છે કે અનુચ્છેદ-300 A પ્રમે કેસમાં જીતનારને જમીન નહીં […]

સુપ્રીમ કોર્ટ પહોંચ્યા ગોવિંદાચાર્ય, અયોધ્યા વિવાદ પર કરી લાઈવ સ્ટ્રીમિંગની માગણી

ભાજપના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારક કે. એન. ગોવિદાચાર્ય અયોધ્યા વિવાદ મામલાનું લાઈવ સ્ટ્રીમિંગ ઈચ્છી રહ્યા છે. ગોવિંદાચાર્યે અયોધ્યા મામલાની આગામી કાર્યવાહીના લાઈવ  સ્ટ્રીમિંગ કરાવવાની માગણીને લઈને શનિવારે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે કહ્યું હતું કે અયોધ્યા વિવાદને ઉકેલવાની મધ્યસ્થતાની કોશિશો નાકામ રહી અને કોઈ સમાદાન મળી રહ્યું નથી. તેના […]

CJIએ પહેલીવાર સીબીઆઈને હાઈકોર્ટના સિટિંગ જજની સામે કેસ નોંધવાની મંજૂરી આપી

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ એસ. એન. શુક્લા વિરુદ્ધ સીબીઆઈને એફઆઈઆર નોંધવાની મંજૂરી આપી છે. જસ્ટિસ શુક્લા પર ખાનગી મેડિકલ કોલેજોની તરફદારી કરવાનો આરોપ છે. સીબીઆઈએ લખનૌ ખંડપીઠના જસ્ટિસ શુક્લાની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ મામલો નોંધ્યો છે. આ પહેલી ઘટના છે કે જ્યારે કોઈ સિટિંગ જજની વિરુદ્ધ સીબીઆઈ તપાસ […]

જમ્મુ-કાશ્મીરમાં આર્થિક રુપે નબળા લોકોને અનામતની મંજૂરી, સુપ્રીમ કોર્ટના જજોની સંખ્યા વધારાય

બુધવારે મોદી કેબિનેટની બેઠક યોજાઈ હતી. તેમા ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય કેબિનેટે જમ્મુ-કાશ્મીરના લોકો માટે પણ આર્થિકપણે અનામતને મંજૂરી આપવામાં આવી છે. તેને લઈને સરકાર એક બિલ લાવી છે, જેને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી સાથે જ રાજ્યમાં આર્થિક રીતે કમજોર સવર્ણોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામત મળવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code