“કોંગ્રેસના નેતાઓ અપરાધીઓથી પણ બદતર” : ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય કુમારનું રાજીનામું
ઝારખંડ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ડૉ. અજય કુમારે શુક્રવારે નવમી ઓગસ્ટે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંદી સહીત 10 કોંગ્રેસી નેતાઓને મોકલેલા પોતાના રાજીનામામાં તેમણે પાર્ટીના પોતાના સાથીદારોને ગુનેગારોથી પણ બદતર ગણાવ્યા છે. અજય કુમારે કહ્યુ છે કે તેમણે કોંગ્રેસ પાર્ટીને આગળ લઈ જવા માટે ઘણી ઈમાનદાર કોશિશો કરી છે. […]