1. Home
  2. Tag "st"

SC/ST અધિનિયમ : સુપ્રીમ કોર્ટે માની કેન્દ્ર સરકારની વાત, બદલ્યો પોતાનો જ ચુકાદો

એસસી-એસટી અધિનિયમના ચુકાદાનો મામલો સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની સમીક્ષા અરજી સ્વીકારી અરજી સ્વીકારી સુપ્રીમ કોર્ટે પોતાનો જ ચુકાદો પલટયો નવી દિલ્હી  : એસસી-એસટી અધિનિયમના મામલામાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી સમીક્ષા અરજીનો સ્વીકાર કરતા પોતાના જ ચુકાદાને પલટયો છે. આ અરજી સુપ્રીમ કોર્ટના એ ચુકાદાના વિરોધમાં દાખલ કરવામાં આવી હતી, જેના પ્રમાણે […]

RSS ચીફ ભાગવતની અનામત પરની ટીપ્પણીને વિપક્ષ બનાવશે હથિયાર!, ભાજપને 2015ની જેમ 3 રાજ્યોની ચૂંટણીમાં નુકસાનની શક્યતા?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવાર અનામત પર ચર્ચાની તરફદારી કરતું નિવેદન આપ્યું છે. જો કે આ નિવેદનમાં પણ 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણી પહેલા અનામતની તેમની ટીપ્પણીને લઈને પેદા કરવામાં આવેલા રાજકીય વિવાદની કોશિશો હાલમાં પણ કરવામાં આવશે, કારણ કે 2015માં બિહાર વિધાનસભાની ચૂંટણી વખતે મોહન ભાગવતના કથિત ઈન્ટરવ્યૂને ટાંકીને અનામતની ટીપ્પણીને લઈને […]

અનામતના તરફદાર અને વિરોધીમાં સૌહાર્દપૂર્ણ માહોલમાં વાતચીત થવી જોઈએ: મોહન ભાગવત

નવી દિલ્હી :  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે કહ્યુ છે કે જે પણ અનામતના પક્ષ અને વિપક્ષમાં છે, તેમની વચ્ચે સૌહાર્દપૂર્ણ માહોલમાં વાતચીત થવી જોઈએ. ભાગવતે રવિવારે કહ્યુ છે કે જે લોકો અનામતના પક્ષમાં છે, તેમણે અનામતને લઈને તેમના હિતોને વિચારીને બોલવું જોઈએ જે આની વિરુદ્ધ છે અને તેવી જ રીતે જે લોકો તેના […]

સામાન્ય વર્ગને 10% અનામતનો મામલો: સુપ્રીમ કોર્ટે લગાવી નહીં રોક, સુનાવણી ચાલુ રહેશે

સામાન્ય વર્ગને 10 ટકા અનામત આપવાના મામલામાં હાલ સુપ્રીમ કોર્ટે રોક લગાવી નથી. સુપ્રીમ કોર્ટ તેના સંદર્ભે બુધવારે પણ સુનાવણી ચાલુ રાખશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સૌથી પહેલા અમે એ નક્કી કરીશું કે આ મામલાને બંધારણીય ખંડપીઠને મોકલવો કે નહીં ? જે દિવસે કોર્ટ આના સંદર્ભે પોતાનો ચુકાદો આપશે, તે દિવસે કોર્ટ એ નક્કી […]

દલિત-આદિવાસી અધિકાર સમૂહોનો આરોપ- ‘મોદી સરકારે ઘટાડયું SC-STના શિક્ષણ પર ખર્ચ થનારું ફંડ’

નવી દિલ્હી:  કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા શુક્રવારે રજૂ કરવામાં આવેલા બજેટમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સાથે સંબંધ ધરાવતા સ્ટૂડન્ટ્સને સેકન્ડરી અને હાયર એજ્યુકેશન પર ખર્ચ થનારા ફંડ્સમાં ઘટાડો થયો છે. દલિત અને આદિવાસી અધિકારો માટે કામ કરનારા સમૂહોના આકલનમાં આ વાતનો દાવો કરવામાં આવ્યો છે. દલિત આર્થિક અધિકાર આંદોલનના બીના પલિકલે જણાવ્યું […]

તેલંગાણા: અનામત સમિતિના અધ્યક્ષ સાથે પ્રેસ કોન્ફરન્સમાં મારામારી

હૈદરાબાદ : ટીઆરએસ અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ શાસિત તેલંગાણામાં નેશનલ શિડ્યુલ કાસ્ટ રિઝર્વેશન પરિરક્ષણ સમિતિના અધ્યક્ષ કરણી શ્રીશૈલમ પર એક પ્રેસ કોન્ફરન્સમાં મંગળવારે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તેમણે ઉસ્માનિયા યુનિવર્સિટીના સ્કોલર પી. એલેક્ઝાન્ડર અને તેમના સાથીદારો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. બંને તરફથી સામસામે ફરિયાદ કરવામાં આવી છે. એલેક્ઝાન્ડરે પણ ફરિયાદમાં કહ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code