1. Home
  2. Tag "pakistan"

બાલાકોટ એરસ્ટ્રાઈક બાદ સુધરી પરિસ્થિતિ, જમ્મુ-કાશ્મીરમાં ઘૂસણખોરીમાં 43 ટકા ઘટાડો

નવી દિલ્હી: સરકારે મંગળવારે લોકસભામાં જાણકારી આપી છે કે જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન તરફથી થનારી ઘૂસણખોરીમાં 2019 દરમિયાન 43 ટકાનો ઘટાડો થયો છે. ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે એક સવાલના જવાબમાં ગૃહને આની જાણકારી આપી હતી. પોતાના જવાબ દરમિયાન તેમણે ફેબ્રુઆરીમાં થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો છે. ગૃહ રાજ્ય પ્રધાન ગૃહમાં એક લેખિત સવાલનો જવાબ આપી […]

આતંકી બુરહાન વાનીની વરસી પર કાશ્મીર ખીણ બંધનું એલાન, સુરક્ષાદળો પર હુમલાની આશંકાનું એલર્ટ

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોએ આતંકવાદી બુરહાન વાનીની ત્રીજી વરસી  (આઠમી જુલાઈ) પર રવિવારે સાતમી જુલાઈએ બંધનું એલાન આપ્યું છે. આ બંધનું એલાન સંયુક્ત મંચ જોઈન્ટ રેજિસ્ટેન્સ લીડરશીપે આપ્યું છે. ભાગલાવાદીઓના આ બંધના એલાન દરમિયાન ગુપ્તચર એજન્સઓએ સુરક્ષાદળો પર હુમલાની આશંકા વ્યક્ત કરી છે. જાણકારી પ્રમાણે, જમ્મુ-કાશ્મીરના ભાગલાવાદી સંગઠનોના સંયુક્ત મંચ જોઈન્ટ રેજિસ્ટેન્સ લીડરશિપે સાતમી જુલાઈએ […]

પાકિસ્તાને કર્યું યુદ્ધવિરામનું ઉલ્લંઘન, નૌશેરામાં એક વ્યક્તિ ઘાયલ

શ્રીનગર: પાકિસ્તાને ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં પાકિસ્તાન તરફથી મોર્ટાર સેલિંગ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ફાયરિંગમાં નૌશેરાનો એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો છે અને તેની હાલત ગંભીર છે. ભારતીય સેના દ્વારા વળતી કાર્યવાહી કરાઈ રહી છે. આ પહેલા પુંછ જિલ્લામાં 17 જૂને નિયંત્રણ રેખા પર પાકિસ્તાન તરફથી શસ્ત્રવિરામનો ભંગ […]

ખાલિસ્તાનવાદીઓને બ્રિટન અને કેનેડામાં રહેતા પાકિસ્તાની મુસ્લિમો કરી રહ્યા છે મદદ: મેજર જનરલ (રિ.) ધ્રુવ સી. કટોચ

નવી દિલ્હી: ભારતીય સેનાના ભૂતપૂર્વ વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે દાવો કર્યો છે કે બ્રિટન અને કેનેડામાં રહેતા પાકિસ્તાની મુસ્લિમ ખાલિસ્તાનવાદીઓને મદદ કરી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે બ્રિટન અને કેનેડાના કેટલાક ગુરુદ્વારાઓમાં પણ આ ગતિવિધિઓમાં ઘણાં નાણાંની મદદ ફંડ તરીકે અપાઈ રહી છે. રિટાયર્ડ મેજર જનરલ ધ્રુવ સી. કટોચે કહ્યુ છે કે આ કામ માટે […]

પુલવામામાં હાઈવે પર સુરક્ષાદળોને ફરીથી નિશાન બનાવી શકે છે આતંકી, ઈન્ટેલિજન્સ એજન્સીઓએ આપ્યું એલર્ટ

શ્રીનગર : આતંકવાદી ફરી એકવાર કાશ્મીરમાં પુલવામા એટેકના પુનરાવર્તનની સાજિશને પાર પાડવાની ફિરાકમાં છે. અહેવાલ છે કે પાડોશી દેશ પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ પુલવામામાં હાઈવે પર ફરી એકવાર સુરક્ષાદળોને નિશાન બનાવે તેવી શક્યતા છે. આ ઈનપુટ્સ બાદ ગુપ્તચર એજન્સીઓએ કાશ્મીર ખીણમાં એલર્ટ જાહેર કરી દીધું છે. આ વર્ષે 14મી ફેબ્રુઆરીએ પુલવામામાં સીઆરપીએફના જવાનો પર આતંકી હુમલામાં […]

બાલાકોટ પહેલા પણ પાકિસ્તાન સામે કરી હતી એરસ્ટ્રાઈક : ભારતીય વાયુસેના

ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે કારગીલ યુદ્ધ બાદ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે બાલાકોટ પહેલા પણ પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. વાયુસેનાનો દાવો છે કે 2002માં પણ એલઓસી ક્રોસ કરવામાં આવી હતી. ભારતીય વાયુસેનાએ દાવો કર્યો છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના કેલ સેક્ટરમાં વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી હતી. આ […]

આતંક પર પાકિસ્તાનને FATFની છેલ્લી તક, નહીં સુધરે તો ઈકોનોમી થશે બ્લેકલિસ્ટ

વોશિંગ્ટન: આતંક પર એક્શન માટેની એફએટીએફ એટલે કે ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે પાકિસ્તાનને છેલ્લી ચેતવણી આપી છે. ફ્લોરિડામાં થયેલી FATFની બેઠકમાં પાકિસ્તાનને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી માટે ઓક્ટોબર-2019 સુધીની ડેડલાઈન આપવામાં આવી છે. FATF તરફથી ઈસ્લામાબાદ માટે જાહેર કરવામાં આવેલી ચેતવણીએ પાકિસ્તાનના બ્લેકલિસ્ટ થવાની આશંકાને વધુ મજબૂત કરી છે. પાકિસ્તાનના મુખ્ય અખબાર ડૉનમાં તુર્કીની ન્યૂઝ એજન્સીને […]

ફારુક અબ્દુલ્લાની પાર્ટીના નેતા જાવેદ રાણાનો બકવાસ, “મોદીના ઈશારે પાકિસ્તાન વરસાવે છે ગોળીઓ!”

જમ્મુ-કાશ્મીરના મેંઢરથી ભૂતપૂર્વ ધારાસભ્ય જાવેદ રાણાએ વડાપ્રધાન મોદીને લઈને વિવાદીત ટીપ્પણી કરી છે. પોતાના વિવાદીત વાણીવિલાસને કારણે સમાચારોમાં ચમકતા રહેતા નેશનલ કોન્ફરન્સના નેતા જાવેદ રાણાએ કહ્યુ છે કે પાકિસ્તાનની એટલી ઓકાત નથી કે તે આપણા પર ગોળીઓ વરસાવે. મોદીના ઈશારે આપણા લોકો માર્યા જાય છે. પાકિસ્તાન મોદીના નિર્દેશ પર ગોળીઓ વરસાવે છે. જાવેદ રાણાએ આ […]

ઈમરાનના પત્રનો પીએમ મોદીએ આપ્ય જવાબ, “આતંકનો છોડો સાથ, ત્યારે જ બનશે વાત”

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર  મોદી અને વિદેશ પ્રધાન એસ. જયશંકરે પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન અને વિદેશ પ્રધાન એફ. એમ. કુરૈશીના અભિનંદન સંદેશનો જવાબ આપ્યો છે. પીએમ મોદીએ ઈમરાનને પોતે લખેલી ચિઠ્ઠીમાં આતંકના માહોલનો ઉલ્લેખ કર્યો છે. તેમણે લખ્યું છે કે બંને વચ્ચે એક અનુકૂળ વાતાવરણ બનાવવા પર પુનર્વિચારણા કરવી જોઈએ. આમ આતંકનો માર્ગ છોડયા બાદ […]

ભારતને ક્રિકેટ મેચમાં જીતતું જોઈને ખિજાયેલી પાકિસ્તાની સેનાએ પુંછમાં કર્યું ફાયરિંગ!

પુંછ : વિશ્વકપ ક્રિકેટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો તણાવ સીમા પર પણ હાવી રહ્યો હતો. રવિવારે સાંજે પાકિસ્તાની સેનાએ પુંછના શાહપુર કિરની સેક્ટરમાં રહેણાંક વિસ્તારોમાં ફાયરિંગ શરૂ કર્યું હતું. તેનું કારણે ભારતના બેટ્સમેનોનું મેચમાં હાવી થવાનું હતું. ગોળીબારમાં ત્રણ સિવિલિયન ઈજાગ્રસ્ત થયા છે અને તેમા બે યુવતીઓ સામેલ છે. ભારતીય સેનાએ પણ પાકિસ્તાનના ફાયરિંગનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code