1. Home
  2. Tag "NIRMALA SITARAMAN"

દેશની નિરસ અર્થવ્યવસ્થા પર નાણામંત્રીનું નિવેદનઃ “વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે”

કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણે અર્થવ્યવસ્થાને લઈને પ્રેસ કોન્ફોરન્સ યોજી હતી,તેમણે કહ્યું હતું કે વિશ્વની તુલનામાં ભારતની અર્થવ્યવસ્થા ખુબ સારી પરિસ્થિતીમાં છે, બાકીના દેશો પણ મંદીનો સામનો કરી રહ્યા છે,નાણામંત્રીએ વધુમાં કહ્યું હતુ કે આપણે વૈશ્વિક મંદીને સમજવાની જરુર છે,ચીન-અમેરીકા ટ્રેડ વૉરથી મંદીનો ખતરો વધી ગયો છે. કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે  કહ્યું કે, એવું […]

નાણાં મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર લાગ્યો પ્રતિબંધ? ‘ખાસ ગેંગ’ના જૂઠ્ઠાણાંની ખુલી પોલ

નાણાં મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશને પ્રતિબંધિત કરવાને લઈને મીડિયામાં ખોટી ખબરો ચલાવવામાં આવી. આ પ્રક્રિયામાં શેખર ગુપ્તાની ધ પ્રિન્ટ, ધ વાયર અને સ્કોલ સહીતના ઘણાં મીડિયા સંસ્થાન અને ખાસ ગેંગના પત્રકારો સામેલ હતા. ડાબેરી નેતા અને સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીએ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલને ટાંકતા લખ્યું છે કે પારદર્શકતા છૂપાવવા માટે ડેટાની હેરફેરવાળી સરકાર પત્રકારોને મંત્રાલયમાં ઘૂસવા […]

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ બુધવારે બજેટ પર આપશે જવાબ, ભાજપે પાર્ટી સાંસદોને જારી કરી વ્હિપ

નવી દિલ્હી: ભાજપે પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરીને બુધવારે લોકસભામાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યા છે. પાર્ટી તરફથી સાંસદોને ત્રણ લાઈનનો વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપના વ્હિપ પ્રમાણે, ભાજપના તમામ સાંસદોએ બુધવારે ગૃહમાં હાજર રહેવું પડશે, કારણ કે બુધવારે નિર્મલા સીતારમણ બજેટ પર ચર્ચાનો જવાબ આપશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં બજેટ […]

Budget 2019: ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે 5 વર્ષમાં 100 લાખ કરોડનો કરાશે ખર્ચ, ગામડા-શહેરોની અંતર ઘટાડવાની થશે કોશિશ

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્રીય બજેટને રજૂ કરતા ઘોષણા કરી છે કે સરકાર કૃષિ ક્ષેત્રના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં રોકાણ કરશે. કૃષિ ક્ષેત્રમાં વેલ્યૂ એડીશન માટે ખાનગી ક્ષેત્રમાં ઉદ્યમિતાને પ્રોત્સાહીત કરવામાં આવશે. નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે દાળના મામલામાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે ખેડૂતોના વખાણ કર્યા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે દાળના મામલામાં પણ […]

Budget 2019: બજેટ ભાષણમાં પહેલીવાર ડિફેન્સ સેક્ટરનો ઉલ્લેખ નહીં!

મોદી સરકારના બીજા કાર્યકાળ પહેલા બજેટમાં ડિફેન્સ સેક્ટર માટે કોઈ મોટું એલાન થયું નથી. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટીય ભાષણ દરમિયાન ડિફેન્સ બજેટનો કોઈ ઉલ્લેખ કર્યો નથી. આ પહેલો મોકો છે કે જ્યારે કોઈ નાણાં પ્રધાનના બજેટીય ભાષણમાં ખાસ ફાળવણીની ઘોષણા સંસદમાં કરવામાં આવી નથી. જો કે આવા સંરક્ષણ સાધનો પર આધારભૂત સીમાશુલ્કથી મુક્તિ […]

Budget 2019: ઈન્કમટેક્સ સ્લેબમાં ફેરફાર નહીં, સુપર રિચને આપવો પડશે વધુ ટેક્સ

બજેટ-2019ને લોકસભામાં રજૂ કરતા નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ઈમાનદારીથી ટેક્સ આપનારાઓને ધન્યવાદ આપ્યો અને કહ્યુ કે તે દેશના જવાબદાર નાગરીક છે. ટેક્સ તરીકે તેમના મૂલ્યવાન યોગદાનને કારણે દેશનો ચતુર્મુખી વિકાસ થઈ રહ્યો છે. તેમમે વચગાળાના બજેટમાં પાંચ લાખ સુધીની વાર્ષિક ટેક્સેબલ આવકવાળાઓના ટેક્સથી સંપૂર્ણપણે રાહત આપવાની ઘોષણાનો પુનરોચ્ચાર કર્યો છે. જો કે જેમની વાર્ષિક ટેક્સેબલ […]

Budget 2019 : ગરીબોને ગિફ્ટ, અમીરોને કોડો, મિડલ ક્લાસને મલમની કોશિશ

મોદી કેબિનેટે કેન્દ્રીય બજેટને મંજૂરી આપી દીધી છે. બજેટ-2019ને મંજૂરી મળ્યા બાદ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ લોકસભામાં બજેટ રજૂ કરી રહ્યા છે. સૈન્ય શસ્ત્રસરંજામની ખરીદી પર કોઈ કસ્ટમ ડ્યૂટી લગાવાઈ નથી સંરક્ષણ બજેટમાં કોઈ પરિવર્તન થયું નથી. સેનાના આધુનિકીકરણ માટે બજેટમાં કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. પેટ્રોલ-ડીઝલ પર લાગશે એક-એક રૂપિયાનો વધારાનો સેસ, ઈલેટ્રોનિક […]

આર્થિક સર્વેક્ષણ: 7% જીડીપી ગ્રોથરેટનું અનુમાન, જાણો શું કહે છે અર્થતંત્રનો હેલ્થ રિપોર્ટ

નવી દિલ્હી : સંસદમાં દેશની ઈકોનોમીનો હેલ્થ રિપોર્ટ એટલે કે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રાજ્યસભામાં તેને ગૃહના પટલ પર રજૂ કર્યો હતો. આર્થિક સર્વે હકીકતમાં બજેટ પહેલા દેશની આર્થિક દશાની તસવીર હોય છે. તેમાં ગત 12 માસ દરમિયાન દેશમાં વિકાસનો ટ્રેન્ડ શું રહ્યો, યોજનાને કેવી રીતે અમલમાં લાવવામાં […]

જીએસટી કાઉન્સિલની બેઠકમાં નિર્ણય, આધારથી થશે રજિસ્ટ્રેશન-એન્યુઅલ રિટર્નની સમયમર્યાદામાં વધારો

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં શુક્રવારે થયેલી જીએસટી પરિષદની પહેલી બેઠકમાં ઘણાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા છે. જીએસટી કાઉન્સિલની 35મી બેઠક બાદ મહેસૂલ સચિવે કહ્યુ છે કે જીએસટી રજિસ્ટ્રેશનને સરળ બનાવવા માટે આધાર દ્વારા જીએસટી રજિસ્ટ્રેશનનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના સિવાય જીએસટી એન્ટિ-પ્રોફિટીયરિંગ ઓથોરિટીનો કાર્યકાળ પણ બે વર્ષ માટે વધારવામાં આવ્યો છે. મહેસૂલ  […]

ભ્રષ્ટાચાર પર મોદી સરકારનો બીજો મોટા પ્રહાર, ફરીથી 15 અધિકારીઓને કર્યા બળજબરીથી રિટાયર

નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકારે 12 વરિષ્ઠ અધિકારીઓને ફરજિયાતપણે રિટાયર કર્યા બાદ વધુ એક મોટું પગલું ભર્યું છે. ઈન્કમટેક્સ વિભાગમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સરકારે 15 વરિષ્ઠ અધિકારીઓને બળજબરીથી સેવાનિવૃત્ત કરી દીધા છે. આમા મુખ્ય કમિશનર, કમિશનર અને અધિક કમિશનર સ્તરના અધિકારી સામેલ છે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ – 56 હેઠળ નાણાં મંત્રાલયે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code