1. Home
  2. Tag "muslim"

ચિદમ્બરમને સવાલ: કાશ્મીર હિંદુ બહુલ હોત તો શું પાકિસ્તાનવાદી આતંકવાદ હોત?

એક તરફ કાશ્મીરમાં કલમ-370 અસરહીન કરાયા બાદ લોકો શાંતિથી ઈદની ઉજવણી કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ ગૃહ તથા નાણાં પ્રધાન જેવા ઉચ્ચ પદો પર રહી ચુકેલા વરિષ્ઠ એડવોકેટ પી. ચિદમ્બરમ આર્ટિકલ-370ને ધર્મ સાથે જોડીને નિવેદનબાજી કરી રહ્યા છે. ચિદમ્બરમનું કહેવું છે કે જો કાશ્મીર હિંદુ બહુલ રાજ્ય હોત, તો […]

કેરળમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ કરી મંદિરની સફાઈ

કેરળમાં કોમવાદી સૌહાર્દનું ઉદાહરણ સામે આવ્યું છે. કન્નૂરમાં મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ અમ્મકોટમ મહાદેવ મંદિરની સફાઈ કરી છે. પૂરની ઝપટમાં શ્રીકંદપુરમનું આ મંદિર આવી ગયું હતું અને બે દિવસથી મંદિરમાં પાણી ભરાયેલું હતું. રવિવારે મંદિરમાંથી પૂરનું પાણી હટતા ચારે તરફ કાદવ-કીચડ ફેલાયેલો હતો. તેના પછી મુસ્લિમ યૂથ લીગના કાર્યકર્તાઓએ મંદિરનું સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. […]

ભારતના ‘મુસ્લિમવાદી સેક્યુલારિઝમના ચેમ્પિયનો’ના ગાલ પરનો તમાચો- અસરહીન કલમ-370

આનંદ શુક્લ અનુચ્છેદ-370ના ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને હટાવવાનો મોદી સરકારનો નિર્ણય દર્શાવી રહ્યો છે કે હવે ભારતમાં હિંદુ ભાવનાઓને દબાવી શકાશે નહીં. વિચારધારાની રીતે પણ નહીં અને વૈશ્વિક દબાણોના સમીકરણો સમજાવીને પણ નહીં. ભારતમાં હિંદુઓને તેમના અધિકાર અને તેમની રાષ્ટ્રીય લાગણીઓને દબાવવા માટે મુસ્લિમવાદી સેક્યુલારિઝમનું એક ઘણું મોટું તૂત ભારતીય રાજનીતિ અને મીડિયા દ્વારા ચલાવવામાં […]

પાકિસ્તાન 1000 વર્ષ જૂનું એક મંદિર ખોલ્યું, પણ 1100 મંદિરો, 500 ગુરુદ્વારાઓની દુર્દશાનો ઈમરાન આપશે જવાબ?

પાકિસ્તાનના સિયાલકોટમાં હજાર વર્ષ જૂનું શવાલા તેજા સિંહ મંદિર તાજેતરમાં ખોલવામાં આવ્યું છે. તેની ભારતીય મીડિયામાં ખાસી પ્રસંશા થઈ રહી છે. આને ઈમરાન ખાનની પાકિસ્તાની સરકાર પોતાના લઘુમતીઓ ખાસ કરીને હિંદુ-શીખો પ્રત્યે ઉદાર વલણ તરીકે પ્રચારીત કરી રહી છે. પરંતુ પાકિસ્તાનમાં રહેતા 75 લાખ જેટલા હિંદુઓ છેલ્લા 72 વર્ષોથી જીવતાજીવત નરકમાં રહેતા હોય તેવો અનુભવ […]

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી સાથે ટ્રિપલ તલાક પર બન્યો કાયદો, ઈન્સ્ટન્ટ તલાક આપવા પર 3 વર્ષની કેદ

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંસદમાં પારીત ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી દીધી છે. તેના કારણે હવે આ એક કાયદો બની ગયો છે. સરકારી જાહેરનામામાં આ જાણકારી આપવામાં આવી છે. પત્નીને ટ્રિપલ તલાક દ્વારા છોડનારા મુસ્લિમ પુરુષને ત્રણ વરષ સુધીની સજાની જોગવાઈવાળા આ બિલને મંગળવારે પારીત કરવામાં આવ્યું હતું. લોકસભામાં મુસ્લિમ મહિલા વિવાહ અધિકાર સંરક્ષણ વિધેયકને ગત […]

સરકાર મુસ્લિમ મહિલાઓના નામે મુસ્લિમોને નિશાન બનાવી રહી છે!: ગુલામ નબી આઝાદ

રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પર તીખી ચર્ચા થઈ. આ બિલ 26 જુલાઈએ લોકસભામાં પારીત થઈ ચુક્યું છે. આ બિલમાં ટ્રિપલ તલાકને ગેરકાયદેસર ગણાવતા ત્રણ વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. ગૃહમાં ટ્રિપલ તલાક બિલ પર બોલતા રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ છે કે મુસ્મ પરિવારોને તોડવા આ બિલનો અસલી ઉદેશ્ય છે. આઝાદે કહ્યુ […]

બળજબરીથી મુસ્લિમ બનાવવાની તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી: ઈમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય લઘુમતી દિવસ પર આયોજીત એક સમારંભને સંબોધિત કરતા કહ્યુ હતુ કે બંદૂકની અણિ પર અથવા બળજબરીથી લગ્ન કરીને કોઈને મુસ્લિમ બનાવવું બિનઈસ્લામિક છે. ઈમરાન ખાને કહ્યુ છે કે આ તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી કે કોઈને ઈમાનમાં લાવે. વડાપ્રધાન ઈમરાન ખાને ક્હ્યુ છે કે પયગંબરનું […]

ટ્રિપલ તલાક બિલ લોકસભામાં થયું મંજૂર, તરફેણમાં પડયા 303, વિરુદ્ધમાં 82 વોટ

નવી દિલ્હી: સંસદનું સત્ર સરકાર માટે આજે બેહદ મહત્વપૂર્ણ રહ્યું છે. લોકસભામાં ત્રણ તલાક બિલ પર ચર્ચા થઈ હતી. ચર્ચા બાદ થયેલા વોટિંગમાં ટ્રિપલ તલાક બિલની ચર્ચા બાદ વોટિંગ થયું હતું. વોટિંગમાં 303 વોટ બિલની તરફેણમાં અને 82 વોટ ખરડાની વિરુદ્ધમાં પડયા  હતા. જેડીયુ અને ટીએમસીએ વોટિંગ પહેલા વોકઆઉટ કર્યું હતું. મે માસમાં પોતાના બીજા […]

ટ્રિપલ તલાક બિલ Live Updates: લોકસભામાં ચર્ચા શરૂ, ખરડો સિલેક્ટ કમિટીને મોકલવાની વિપક્ષની માગણી

મોદી સરકારે ગુરુવારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલ રજૂ કર્યું છે. આ બિલ પર ચર્ચાની શરૂઆત કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કરી છે. રવિશંકર પ્રસાદે કહ્યુ છે કે ઈસ્લામિક દેશોમાં ટ્રિપલ તલાકને લઈને પરિવર્તનો કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ છે કે અમે ટ્રિપલ તલાકના મામલામાં ન્યાય અપાવીને રહીશું. રવિશંકર પ્રસાદે એકસૂરમાં ગૃહમાંથી ટ્રિપલ તલાક બિલને મંજૂર કરવાની […]

બ્રિટનના નવા પીએમ બોરિસ જોનસનના ઈસ્લામ પર 7 વિવાદીત નિવેદન

લંડનના ભૂતપૂર્વ મેયર બોરિસ જોનસન યુકેના નવા વડાપ્રધાન હશે. તેમણે વડાપ્રધાન પદની રેસમાં હાલના વિદેશ પ્રધાન જેરેમી હંટને હરાવ્યા છે. જોનસનને બ્રિટનની સત્તારુઢ કંઝર્વેટિવ પાર્ટીના નેતા પદ માટે થયેલી ચૂંટણીમાં 66 ટકા વોટ મળ્યા હતા. બોરિસ જોનસનને બ્રિટનના ટ્રમ્પ પણ કહેવામાં આવે છે. ત્યાં સુધી કે યુએસના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના શુભેચ્છા સંદેશામાં કહ્યુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code