પીએમ મોદી દ્વારા વન નેશન-વન ઈલેક્શનના એજન્ડા પર બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકમાં નહીં આવે મમતા બેનર્જી
પ. બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને કેન્દ્રની મોદી સરકાર વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં હજુ ઘણાં આરોહ-અવરોહ આવવાના બાકી છે. પહેલા મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદીની શપથવિધિમાં સામેલ થવાની હા- પાડયા પછી નનૈયો ભણ્યો અને બાદમાં નીતિ પંચની બેઠકમાં પણ સામેલ થયા નહીં. હવે તેઓ સર્વપક્ષીય બેઠકમાં પણ સામેલ થવાના નથી. આ સર્વપક્ષીય બેઠકનો એજન્ડા એક દેશ- […]
