1. Home
  2. Tag "LOKSABHA"

જ્યારે-જ્યારે પ.બંગાળના ભાજપના સાંસદોએ શપથ લીધી, ત્યારે-યારે લાગ્યો જય શ્રીરામનો નારો

લોકસભામાં પ્રોટેમ સ્પીકર વિરેન્દ્રકુમાર ખટિક નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવી રહ્યા છે. ખાસ વાત એ રહી કે જ્યારે જ્યારે પશ્ચિમ બંગાળના ભાજપના સાસંદોએ શપથ લીધા ત્યારે લોકસભામાં જય શ્રીરામના સૂત્રો ગુંજી ઉઠ્યા હતા. સૌથી પહેલા મોદી કેબિનેટમાં સામેલ બાબુલ સુપ્રિયોએ શપથ લીધા હતા. ત્યારે તેઓ શપથ લેવા ઉભા થયા ત્યારે ભાજપના સાંસદોએ જય શ્રીરામના સૂત્રો પોકાર્યા […]

પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના સાંસદ ડૉ. વિરેન્દ્ર કુમારે લીધા શપથ, નવનિર્વાચિત સાંસદોને અપાવશે સોગંદ

નવી દિલ્હી: 17મી લોકસભાનું પહેલું સત્ર 17મી જૂનથી શરૂ થઈ રહ્યું છે અને ભાજપના સાંસદ ડૉ. વિરેન્દ્ર કુમારે લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે. વિરેન્દ્ર કુમાર હવે ગૃહમાં તમામ નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવડાવશે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારનું નામ પ્રોટેમ સ્પીકરની રેસમાં હતું. પરંતુ તેમના પ્રધાન બનવાની સાથે જ […]

સંસદ શરૂ થતા પહેલા પીએમ મોદીની વિપક્ષને હાકલ, સંખ્યાની ચિંતા છોડો, જનતાના મુદ્દા ઉઠાવો

નવી દિલ્હી: મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલા સંસદીય સત્રની શરૂઆત આજથી થઈ રહી છે. 17 જૂને શરૂ થઈ રહેલું સંસદીયસત્ર 26 જુલાઈ સુધી ચાલશે. જેમાં બજેટ પણ રજૂ કરવામાં આવશે. સંસદની કાર્યવાહી શરૂ થતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યું હતું. પીએમ મોદીએ કહ્યુ હતુ કે વિપક્ષ સંખ્યાની ચિંતા છોડી દે, અમારા માટે તેમની […]

શા માટે નિયુક્ત કરવામાં આવે છે પ્રોટેમ સ્પીકર?

ભાજપના સાંસદ વિરેન્દ્ર કુમાર પ્રોટેમ સ્પીકર તરીકે લોકસભાના નવનિયુક્ત સાંસદોને શપથ અપાવશે. પ્રોટેમ સ્પીકર, ચૂંટણી બાદ પહેલા સત્રમાં સ્થાયી અધ્યક્ષ અથા ઉપાધ્યક્ષને ચૂંટવા સુધીના સમયગાળા દરમિયાન સંસદના કાર્યવાહક સ્પીકર તરીકે કામગીરી કરે છે. એટલે કે સંસદનું સંચાલન કરે છે. સીધું કહેવામાં આવે તો તે હંગામી અને કામચલાઉ સ્પીકર હોય છે. ખૂબ ઓછા સમયગાળા માટે તેમને […]

ભાજપના સાંસદ વિરેન્દ્રકુમાર બનશે 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર, નવા સાંસદોને અપાવશે શપથ

ભાજપના સાંસદ વિરેન્દ્રકુમાર 17મી લોકસભાના પ્રોટેમ સ્પીકર હશે. 17 અને 18 જૂનના રોજ પ્રોટેમ સ્પીકર તરીકે વિરેન્દ્ર કુમાર નવનિર્વાચિત સાંસદોને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે. વિરેન્દ્ર કુમાર પણ છ ટર્મ સાંસદ તરીકે ચૂંટાયા છે અને તેઓ દલિત સમુદાયમાંથી આવે છે. 17મી લોકસભાનું પહેલું સત્ર 17મી જૂનથી 26 જુલાઈ સુધી ચાલવાનું છે. આ બજેટ સત્ર હશે. […]

હવે લોકસભામાં ડેપ્યુટી સ્પીકર પદની લડાઈ બની તેજ, શિવસેનાએ ગણાવ્યો પદ પર પોતાનો સ્વાભાવિક અધિકાર

નવી સરકાર બની ગઈ છે, કેબિનેટની રચના થઈ ચુકી છે અને હવે સરકારે કામકાજ પણ શરૂ કરી દીધું છે. પંરતુ સંસદનું ગૃહ શરૂ થવાનું બાકી છે અને લોકસભામાં સ્પીકર, ડેપ્યુટી સ્પીકર માટે ચૂંટણી પણ હજી બાકી છે. તેવામાં બીજા અને ત્રીજા ક્રમાંકની પાર્ટીઓ અત્યારથી જ પોતાનો હક દર્શાવી રહી છે. મોદી સરકારના સાથીપક્ષ શિવસેનાએ પણ […]

સાંસદો ઓછા હોવાથી લોકસભામાં વિપક્ષના નેતાના પદની કોંગ્રેસ નહીં કરે માગણી

નવી દિલ્હી:  કોંગ્રેસે સ્પષ્ટ કર્યું છે કે લોકસભામાં તેના સાંસદોની સંખ્યા વિપક્ષના નેતાના પદ માટે જરૂરી આંકડાથી ઓછી છે અને તે આના માટે દાવો કરશે નહીં. ગત લોકસભામાં કોંગ્રેસના માત્ર 44 સાંસદો હતા. માટે કોંગ્રેસને ત્યારે લોકસભામાં વિપક્ષના નેતા તરીકેનો દરજ્જો મળી શક્યો ન હતો. આ વખતે પણ વિપક્ષના નેતા પદ માટે જરૂરી સાંસદોની સંખ્યા […]

17મી લોકસભાનું પ્રથમ સત્ર 6 જૂનથી શરૂ થવાની સંભાવના

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ 17મી લોકસભાનું પહેલું સત્ર છઠ્ઠી જૂને શરૂ થાય તેવી સંભાવના છે અને 15મી જૂને તેની સમાપ્તિ થશે. સૂત્રોએ રવિવારે આના સંદર્ભે જાણકારી આપી છે. તેમણે જણાવ્યુ છે કે દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના 30મી મેના રોજ થનારા શપથગ્રહણના બીજા દિવસે 31 મેના રોજ નવા પ્રધાનમંડળની પહેલી બેઠક દરમિયાન […]

2014માં લોકશાહીના સર્વોચ્ચ મંદિરની સીડીઓને નમન, 2019માં લોકશાહીના સર્વોચ્ચ પુસ્તકને પીએમ મોદીના પ્રણામ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા કંઈપણ બોલ્યા વગર પણ મોટા સંદેશા આપવા માટે જાણીતા છે. 2014માં મોટી જીત બાદ જ્યારે નરેન્દ્ર મોદી લોકસભામાં ચૂંટાયા બાદ પહેલીવાર સંસદ પહોંચ્યા ત્યારે તેમણે સંસદભવનની સીડીઓ પર માથું ઝુકાવીને નમન કરીને લોકશાહીના સર્વોચ્ચ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ભારતની લોકતાંત્રિક પરંપરાઓમાં વિશ્વાસ અને તેના સમ્માનનો સૌથી મોટો સંદેશ પણ સંસદને નમન […]

લોકસભાની ચૂંટણીમાં વિજેતાઓની યાદી રાષ્ટ્રપતિને ECએ સોંપી, કેબિનેટની ભલામણ બાદ 16મી લોકસભા કરાઈ ભંગ

દિલ્હી: મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ લોકસભા ચૂંટણી 2019માં વિજેતાઓની યાદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને સોંપી છે. ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કેન્દ્રીય કેબિનેટની ભલામણ બાદ 16મી લોકસભા ભંગ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 મેના રોજ ગુજરાતની મુલાકાતે છે. બાદમાં તેઓ 27 મેના રોજ કાશી વિશ્વનાથ મંદિર જવાના છે. મીડિયા અહેવાલો મુજબ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code