1. Home
  2. Tag "LOKSABHA"

આઝમની સામે મહિલા સાંસદોનું હલ્લાબોલ, સ્મૃતિ-મિમીથી લઈને નિર્મલાએ કરી નિંદા

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમન ખાન દ્વારા ગુરુવારે ભાજપના સાંસદ રમા દેવીને લઈને જે ટીપ્પણી કરવામાં આવી હતી,  તેના ઉપર શુક્રવારે પણ લોકસભામાં ખૂબ બબાલ થઈ હતી. લોકસભામાં ઘણી મહિલા સાંસદોએ આઝમખાનના નિવેદનની ટીકા કરી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા સમક્ષ કાર્યવાહી કરવા માગણી કરી હતી. શુક્રવારે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, ટીએમસીના સાંસદ મિમી ચક્રવર્તી, નાણાં […]

પાકિસ્તાન સાથે કાશ્મીર પર જો વાત થશે, તો પીઓકે પર પણ થશે: રાજનાથ સિંહ

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે બુધવારે લોકસભામાં કહ્યુ છે કે પાકિસ્તાન સાથે જો ક્યારેય કાશ્મીર પર વાત થશે, તો માત્ર કાશ્મીર પર જ નહીં. પરંતુ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીર પર પણ વાત થશે. વિપક્ષ સતત માગણી કરી રહ્યું છે કે ખુદ વડાપ્રધાન મોદી સંસદાં આવીને પોતાની અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની જાપાનમાં થયેલી વાતચીતની […]

કારમી હાર બાદ કોંગ્રેસનું ખિસ્સુ સંકોચાયું, પગારમાં કાપ કરવા લાચાર બની પાર્ટી

નવી દિલ્હી: 2014 બાદ 2019માં પણ લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ માટે કંઈપણ ઠીકઠાક ચાલી રહ્યું નથી. દેશની સત્તા પર સૌથી વધારે સમય કાબિજ રહેનારી કોંગ્રેસની હવે પરિસ્થિતિ એવી છે કે તે હાલ તે અધ્યક્ષ વગરની પાર્ટી છે. રાહુલ ગાંધી અધ્યક્ષ પદેથી રાજીનામું આપી ચુક્યા છે. તેની સાથે કોંગ્રેસના ઘણાં વરિષ્ઠ નેતા પોતપોતાના પદો […]

લોકસભામાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદનું નિવેદન, સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની સંખ્યા અપુરતી નથી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશોની અછત નથી. આ જાણકારી લોકસભામાં કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે આપી છે. તેમણે કહ્યુ છે કે 2009 બાદ પહેલીવાર સુપ્રીમ કોર્ટમાં એકસાથે 31 ન્યાયાધીશો કામ પર છે. જો કે 1 જુલાઈ-2019 સુધી રાજ્યોની હાઈકોર્ટમાં 403 ન્યાયાધીશોના પદો ખાલી છે. રવિશંકર પ્રસાદે લોકસભામાં કહ્યુ છે કે હાઈકોર્ટમાં ન્યાયાધીશોની નિયુક્તિ સરકાર અને ન્યાયતંત્ર […]

લોકસભામાં મોદી સરકારે એક કલાકમાં રજૂ કર્યા 8 બિલ, NIA ખરડા પર ઉઠયા સવાલ

લોકસભામાં પ્રશ્નકાળ સમાપ્ત થયા બાદ સ્પીકર ઓમ બિરલાએ સરકારને એ ખરડા રજૂ કરવાની મંજૂરી આપી કે જે ધારાકીય કામકાજ માટે યાદીબદ્ધ હતા. આ બિલોમાં ડીએનએ તકનીકી ઉપયોગ અને અનુપ્રયોગ વિનિયમન વિધેયક-2019, ગેરકાયદેસર ગતિવિધિઓ રોકથામ સંશોધન વિધેયક 2019, રાષ્ટ્રીય તપાસ એજન્સી સંશોધન વિધેયક 2019 સામેલ છે. એનઆઈએ સાથે જોડાયેલુંબિલ ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી ગૃહ રાજ્ય […]

TMCના સાંસદ મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ લીધા લોકસભાના સાંસદ પદે શપથ

પશ્ચિમ બંગાળની ટીએમસીના વિજયી ઉમેદવાર મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ લોકસભાના સાંસદ તરીકે શપથ લીધા છે. બંને સાંસદોએ બંગાળી ભાષામાં શપથ લીધા છે. શપથ બાદ અભિનેત્રીમાંથી સાંસદ બનેલી મિમી ચક્રવર્તી અને નુસરત જહાંએ લોકસભા સ્પીકર ઓમ બિરલાના ચરણસ્પર્શ કરીને આશિર્વાદ લીધા હતા. સંસદીય સત્રમાં નુસરત જહાં પરંપરાગત અંદાજમાં દેખાયા હતા. નવપરણિતા નુસરત જહાંના માથા પર […]

Triple Talaq Bill: આજે લોકસભામાં મોદી સરકાર રજૂ કરશે પોતાનું પહેલું બિલ, આ પાર્ટીઓ કરશે વિરોધ

નવી દિલ્હી : 17મી લોકસભામાં મોદી સરકાર આજે 21 જૂને પોતાનું પહેલું બિલ રજૂ કરશે. આ બિલ ટ્રિપલ તલાક પરનું હશે. કેન્દ્રીય કાયદા પ્રધાન શુક્રવારે સંસદમાં ટ્રિપલ તલાક બિલ રજૂ કરશે. મોદી સરકારના ગત કાર્યકાળમાં ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પારીત થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભામાં આ બિલ પારીત થઈ શક્યું ન હતું. તેવામાં 17મી લોકસભામાં […]

ઓમ બિરલા બન્યા લોકસભાના સ્પીકર, કોંગ્રેસ-ટીએમસી સહીત તમામ પક્ષોએ કર્યું સમર્થન

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સૌને ચોંકાવનારો નિર્ણય કર્યો છે અને એક એવા સાંસદને લોકસભા સ્પીકર પદ માટે ચૂંટયા છે કે જેમનું નામ ચર્ચમાં ન હતું. રાજસ્થાનના કોટાથી સાંસદ ઓમ બિરલા આજે બિનહરીફ રીતે લોકસભાના સ્પીકર તરીકે ચૂંટાયા છે. મંગળવારે જ તેમણે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. તેમની વિરુદ્ધ કોઈ નામાંકન દાખ કરવામાં […]

લોકસભાના નવા સ્પીકર બનનારા કોણ છે ઓમ બિરલા?

રાજસ્થાનના કોટાથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર હશે. ભાજપે તેમનું નામ નિર્ધારીત કર્યું છે. ઓમ બિરલાનું નામ આના પહેલા રાષ્ટ્રીય રાજકારણમાં ક્યારેય ચર્ચામાં જોવા મળ્યું નથી. લોકસભા સ્પીકર પદ માટે તેમનું નામ નક્કી કરીને મોદી અને અમિત શાહની જોડીએ ફરીથી સૌને ચોંકાવ્યા છે. માત્ર બે વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલાને લોકસભાના અધ્યક્ષ […]

ભાજપના સાંસદ ઓમ બિરલા બનશે લોકસભાના નવા સ્પીકર

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સૌને ચોંકાવ્યા છે. રાજસ્થાનની કોટા લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ ઓમ બિરલા લોકસભાના નવા સ્પીકર બનશે. લોકસભાના સ્પીકરનું નામ ઘોષિત થવાની સાતે પીએમ મોદીએ ફરી એકવાર પોતાના નિર્ણયથી સૌને ચોંકાવ્યા છે. ભાજપના સાંસદ ઓમ બિરલાના પત્ની અમિતા બિરલાએ કહ્યું છે કે આ અમારા માટે ઘણા ગર્વ અને ખુશીની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code