1. Home
  2. Tag "Kashmir"

સુપ્રીમ કોર્ટમાં ભૂતપૂર્વ રૉ ઓફિસરની અરજી નામંજૂર, પીઓકે-ગિલગિટમાં બે વિધાનસભા બેઠકોની કરી હતી માગણી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટમાં સોમવારે 50 હજાર રૂપિયાના દંડ સાથે ભૂતપૂર્વ રૉ ઓફિસરની અરજી નામંજૂર કરવામાં આવી છે. અરજીમાં જમ્મુ-કાશ્મીરના હિસ્સા એવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર અને ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં બે બેઠકો એસેમ્બલીની ચૂંટણી માટે ચિન્હિત કરવાની માગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ક્હ્યું છે કે આ મામલો કોર્ટ નક્કી કરી શકે નહીં. અરજી રૉના સેવાનિવૃત્ત અધિકારી આર. […]

કાશ્મીરમાંથી પંડિતોના વિસ્થાપન બાદ 15 વર્ષ સત્તામાં રહેલી કોંગ્રેસનો સરકારને સવાલ, કાશ્મીરી પંડિતોને ક્યારે પાછા લાવશો?

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ જમ્મુ-કાશ્મીરમાંથી વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના મુદ્દા પર ગૃહ પ્રધાન અમિત શાહને સવાલ પુછયો છે. તેમણે અમિત શાહને સવાલ કર્યો છે કે વિસ્થાપિત કાશ્મીરી પંડિતો પર કેન્દ્ર સરકારની નીતિ શું છે, કાશ્મીરી પંડિતોને પાછા ક્યારે લાવવામાં આવી રહ્યા છે? અધીર રંજને લોકસભામાં કાશ્મીર સાથે જોડાયેલા અન્ય મુદ્દા પર પણ કેન્દ્ર સરકારને […]

લોકસભામાં અમિત શાહનું ભાષણ, કલ-370 અસ્થાયી હોવા સહીત કાશ્મીર પર કહી 5 મહત્વની વાત

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શુક્રવારે લોકસભામાં પોતાનું પહેલું ભાષણ આપ્યું છે. તે વખતે અમિત શાહે ગૃહને અનુરોધ કર્યો કે જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિશાસનની અવધિને છ માસ માટે લંબાવવામાં આવે. અમિત શાહે કાશ્મીર પર આપવામાં આવેલા ભાષણમાં પાંચ મહત્વની વાત કહી છે. ભારત વિરોધીઓમાં ભય છે, રહેશે અને વધશે અમિત શાહે કહ્યુ છે કે જેમના મનમાં જમ્મુ-કાશ્મીરમાં […]

શું કહે છે કે લોકસભામાંથી મંજૂર થયેલું જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ?

લોકસભામાં શુક્રવારે લાંબી ચર્ચા બાદ જમ્મુ-કાશ્મીર અનામત શંશોધન બિલને ધ્વનિમતથી મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ-2004માં સંશોધન માટે શુક્રવારે લોકસભામાં બિલ રજૂ કર્યું હતું. બિલના ઉદેશ્યો સંદર્ભે વાત કરતા તેમમે કાશ્મીરના સીમાવર્તી વિસ્તારમાં રહેતા લોકોની મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે તેમને રાજ્યની અનામત વ્યવસ્થાનો લાભ મળવો જોઈએ. આ […]

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં શંકાસ્પદ વિસ્ફોટ, એકનું મોત, બે ઘાયલ

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એક વિસ્ફોટ થયો છે. કુલગામના ચુડેર ગામમાં એક દુકાનની અંદર શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે અને બે અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાસ્થળ પર સુરક્ષાદળો પહોંચી ગયા છે અને તપાસ કરાઈ રહી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તાજેતરમાં સુરક્ષાદળો દ્વારા કરાઈ રહેલી કાર્યવાહીથી આતંકવાદીઓ […]

જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અબ્દુલ રહીમના મકાન પર ઈન્કટેક્સ વિભાગનો દરોડો

નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા અબ્દુલ રહીમ રાઠેરના મકાન પર ઈન્કમટેક્સ વિભાગે દરોડો પાડયો છે. જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ પ્રધાન રહેલા અબ્દુલ રહીમના શ્રીનગર ખાતેના નિવાસસ્થાન પર ઈન્કટેક્સ વિભાગના અધિકારી તપાસ કરી રહ્યા છે. આ દરોડામાં ઈન્કમટેક્સ વિભાગના અધિકારીઓની સાથે પોલીસ પણ છે. દરોડો તેમના શ્રીનગર એરપોર્ટપાસે ફ્રેન્ડ્સ કોલોની નજીકના મકાન પર પાડવામાં આવ્યો છે. ઈન્કમેટ્કસ વિભાગની તાજેતરના […]

મિશન કશ્મીર પર અમિત શાહ, શહીદ પીઆઈ અરશદ ખાનના પરિવારને મળવા પહોંચ્યા

શ્રીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન જમ્મુ-કાશ્મીરના બે દિવસના પ્રવાસે છે. અમિત શાહ શહીદ પોલીસ ઈન્સ્પેક્ટર અરશદ ખાનના પરિવારને મળવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા છે. અરશદ ખાન 12મી જૂને અનંતનાગમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયા હતા. તેઓ અનંતનાગ સદરના એસએચઓ હતા. મહત્વપૂર્ણ છે કે 12 જૂનની સાંજે બાઈક સવાર આતંકવાદીઓએ સીઆરપીએફની પેટ્રોલિંગ પાર્ટી પર હુમલો કર્યો હતો. […]

ગૃહ પ્રધાન અમિત શાહ આજે રજૂ કરશે જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ

નવી દિલ્હી: સંસદના બંને ગૃહો લોકસભા અને રાજ્યસભામાં આજે સોમવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા થશે. તેના પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન 2019 બિલ રજૂ કરશે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીર અનામત અધિનિયમ 2004માં સંશોધન કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન 2019 દ્વારા આંતરરાષ્ટ્રીય સીમા પાસે રહેતા લોકોને પણ વાસ્તવિક […]

કાશ્મીરમાં અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીઓ ઠાર, શોપિયાંમાં સુરક્ષાદળોની કાર્યવાહી

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકવાદીઓના ખાત્માના મિશનમાં લાગેલા છે. આ અભિયાન પ્રમાણે સુરક્ષાદળોને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે. જમ્મુ-કાસ્મીરના શોપિયાંમાં સુરક્ષાદળોએ અંસાર ગજવાત ઉલ હિંદના બે આતંકીઓને ઠાર કર્યા છે. કાશ્મીરના આઈજીપી એસ. પી. પાનીએ કહ્યુ છે કે માર્યા ગયેલા બંને આતંકીઓની લાશો તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવી છે. ઓપરેશનમાં કોઈપણ પ્રકારના નુકસાનના અહેવાલ […]

વીડિયો: કાશ્મીરના પુંછમાં સુરક્ષાદળોએ ડિફ્યૂઝ કર્યો આઈઈડી

જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં અવારનવાર આતંકવાદી હુમલાની કોશિશો થતી રહે છે. પરંતુ ભારતીય સુરક્ષાદળ દરેક વખતે આતંકીઓના મનસૂબા નિષ્ફળ બનાવી દે છે. મંગળવારે પણ સુરક્ષાદળોએ પુંછની કૃષ્ણાઘાટીમાં એક આઈઈડીને ડિફ્યૂઝ કર્યો હતો. તેનો એક વીડિયો સામે આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે આતંકવાદીઓના સફાયા માટે સુરક્ષાદળો દ્વારા કાશ્મીર ખીણમાં સતત સૈન્ય અભિયાન ચલાવાય રહ્યા છે. તેવામાં આ વિસ્તારોમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code