હિંદુ મંદિરમાં ઘૂસીને તોડફોડ, દિવાલ પર લખવામાં આવ્યું- ‘જીસસ ઈઝ ધ ઓન્લિ લોર્ડ’
અમેરિકામાં ધાર્મિક નફરતના આધારે હિંદુ મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી છે. અમેરિકાના કેન્ટુકી રાજ્યમાં ઘૃણાના અપરાધ હેઠળ એક હિંદુ મંદિરમાં તોડફોડ કરીને ભગવાનની મૂર્તિ પર કાળો પેઈન્ટ છાંટવામાં આવ્યો છે. તેની સાથે મુખ્યસભામાં રાખેલી ગાદી પર ચાકુ પણ ખોપવામાં આવ્યું છે. લુઈસવિલે શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રવિવારે રાત્રિથી મંગળવાર વચ્ચે આ ઘટના બની છે. […]