1. Home
  2. Tag "jammu"

કાશ્મીરમાં સોમવારે ખુલશે સ્કૂલો, જાણો હવે કેવી છે કાશ્મીર ખીણની સ્થિતિ

નવી દિલ્હી: કાશ્મીર ખીણમાં સોમવારથી સ્કૂલ અને અન્ય શૈક્ષણિક સંસ્થાનો ખુલશે. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઈએ સરકારી સૂત્રોને ટાંકીને આપી છે. તો કાશ્મીરમાં હાલની પરિસ્થિતિની વાત કરીએ તો કાશ્મીર ખીણ શુક્રવારે સતત 12મા દિવસે બંધ રહી. જો કે અધિકારીઓએ શ્રીનગરમાં લોકોના આવાગમન પર પ્રતિબંધોમાં ઢીલ આપી છે. પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ છે કે ખીણના […]

વિપક્ષી નેતાઓ સાથે કાશ્મીરની મુલાકાતની રાહુલ ગાંધીની ચાહત નહીં થાય પુરી, ગવર્નર નહીં આપે મંજૂરી

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની આ માગણીને નામંજૂર કરી છે કે વિપક્ષના નેતાઓને કાશ્મીરની મુલાકાત કરવાની પરવાનગી આપવામાં આવે. જમ્મુ-કાશ્મીર રાજભવને એક નિવેદન જાહેર કરીને કહ્યુ છે કે વિપક્ષી પાર્ટીઓના નેતાઓની મુલાકાતથી સમસ્યાઓ વધશે અને સ્થાનિક લોકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે એક ટ્વિટ કરીને કહ્યુ હતુ […]

કાશ્મીર પર અફવા ફેલાવનાર 100થી વધુ સોશિયલ મિડિયા URL કરાશે બ્લોક

થોડા સમય પહેલા જ જમ્મુ-કાશમીરમાંથી કલમ-370 હટાવવામાં આવી હતી. જેને લઈને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાની આતંકને લઈને ડર ફેલાયેલો જોવા મળતો હતો, પરંતુ કેન્દ્ર સરકારે કાશ્મીરીઓને આપેલી સુરક્ષાના પગલે ત્યાના લોકોનો ભય ઓછો થયો હતો, ત્યારે હાલ પણ ત્યાના કેટલાક લોકો દ્રારા ખોટી વાતો અને જુઠી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે ,ત્યારે ગૃહમંત્રાલયે આ પ્રકારની હરકત કરનારાઓના […]

આર્ટિકલ 370 : સરદાર જયંતી પર અસ્તિત્વમાં આવશે નવા કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખ

આર્ટિકલ 370 નિષ્પ્રભાવી બન્યા બાદ જમ્મુ-કાશ્મીર 31 ઓક્ટોબરે બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત થઈ જશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શુક્રવારે નવમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમ-2019ને પોતાની મંજૂરી આપી દીધી છે. 31 ઓક્ટોબરે જ લોહપુરુષ દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી છે. સરદાર પટેલ આધુનિક ભારતના નિર્માતા ગણવામાં આવે છે. […]

China calls move to reorganise Ladakh ‘unacceptable’, India says ‘it’s our internal matter’

Asking India and Pakistan to exercise restraint, China on Tuesday said they should avoid actions that “unilaterally” change the status quo and exacerbate tensions between them as it voiced “serious concern” over the situation in Kashmir. China also expressed its opposition to India’s move to create a separate Union Territory of Ladakh. In New Delhi, […]

26 જાન્યુઆરી, 1992માં પીએમ મોદી, હવે 15 ઓગસ્ટ, 2019માં અમિત શાહ લાલચોકમાં ફરકાવશે તિરંગો?

આર્ટિકલ – 370 અને આર્ટિકલ – 35-એને હટાવવાથી કાશ્મીરમાં કોઈ તિરંગો ઉઠાવનાર નહીં હોવાની પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તિની ધમકી આખા દેશે સાંભળી છે. મોદી સરકારે પુરી તૈયારી સાથે દેશમાં રાજકીય સ્વાર્થ પ્રેરીત વિરોધી તત્વોના વિરોધ વચ્ચે આર્ટિકલ- 370ના ખંડ- 1 સિવાયની તમામ જોગવાઈ રદ્દ કરીને જમ્મુ-કાશ્મીર તથા લડાખને બે અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવાનો સંકલ્પ રજૂ […]

આર્ટિકલ 370ના વિરોધમાં 1952થી 2019 સુધી RSS-BJP દ્વારા લડાયેલા રાજકીય યુદ્ધનો ચિતાર

જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને સમાપ્ત કરવી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ત્રણ મુખ્ય મુદ્દાઓમાંથી એક છે. બાકીના બે મુદ્દા યુનિફોર્મ સિવિલ કોડ અને રામમંદિર છે. આરએસએસ આ અનુચ્છેદને હટાવવાની માગણી કરતા હંમેશા એ કહી રહ્યું છે કે અનુચ્છેદ-370 કાશ્મીરને ભારતથી અલગ કરે છે. કાશ્મીર પર સંઘ પરિવારની આ કવાયત દશકાઓ જૂની છે. પચાસના દશકથી લઈને આજ સુધી આરએસએસના અખિલ […]

કલમ-370 હટવા પર અડવાણીએ મોદી-શાહને આપ્યા અભિનંદન, કહ્યુ- જનસંઘનો સંકલ્પ થયો પૂર્ણ

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને કલમ-370 હેઠળ મળનારા વિશેષાધિકારને પાછા ખેંચી લીધા છે. મોદી સરકારના આ પગલાને ઐતિહાસિક માનવામાં આવે છે. કોંગ્રેસને બાદ કરતા વિપક્ષની ઘણી પાર્ટીઓ આ નિર્ણયના ટેકામાં છે. તો ભાજપ આને પોતાના સંકલ્પનો નિર્ણય ગણાવી રહ્યું છે. ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન અને ભાજપના લૌહપુરુષ ગણાતા લાલકૃષ્ણ અડવાણીએ પણ મોદી સરકારના આ નિર્ણયને આવકારીને અભિનંદન […]

ભારતનો હિસ્સો “આઝાદ કાશ્મીર” પણ પાછો આપવો પડશે : સુબ્રમણ્યમ સ્વામી

સંસદમાં સોમવારે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો હતો. કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. તે વખતે રાજ્યસભામાં ભાજપના મનોનીત સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે વિપક્ષના નેતાને કાયદાની યોગ્ય જાણકારી નથી અને દેશમાં આજે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર દેશનો હિસ્સો છે અને તેમા અલગ […]

કલમ- 370 સમાપ્ત, શ્યામપ્રસાદ મુખર્જીનું સપનું થયું પૂર્ણ : રામ માધવ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા રાજ્યના પુનર્ગઠન અને કલમ-370ને હટાવવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર ભારતીય જનતા પાર્ટીએ ખુશી જાહેર કરી છે. ભાજપના નેતા રામ માધવે કહ્યુ છે કે સરકારે સાત દશક જૂની માગણીને પૂર્ણ કરી દીધી છે. ભારતીય સંઘમાં જમ્મુ-કાશ્મીરના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code