1. Home
  2. Tag "IMRAN KHAN"

FATFના એશિયા પેસિફિક ગ્રુપે પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કર્યું, નાણાંકીય દરજ્જો પણ ઘટાડયો

પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય મંચ પર વધુ એક પછડાટ મળી છે. આજે એફએટીએફ દ્વારા તેનો દરજ્જો ઘટાડીને તેને બ્લેકલિસ્ટેડ દેશોની યાદીમાં સ્થાન આપ્યું છે. એશિયા પેસિફિક ગ્રુપ દ્વારા પાકિસ્તાનને માપદંડો પુરા કરવામાં નિષ્ફળ જવાને કારણે તેના ફોલો અપ લિસ્ટ કે જેને બ્લેકલિસ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમા સામેલ કર્યું છે. 40માંથી 32 માપદંડો પૂર્ણ કરવામાં પાકિસ્તાન […]

કાશ્મીર મામલે પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક, સંબંધોમાં ફરીથી તણાવ

ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા પર વધી રહેલા તણાવને જોતા પાકિસ્તાન સંસદીય સમિતિની આજે મહત્વની બેઠક થઈ રહી છે. તેની અધ્યક્ષતા સૈયદ ફખર ઈમામ કરશે. આના સંદર્ભે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિની સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં પાકિસ્તાને ફરી એકવાર દુનિયાનું ધ્યાન ભટકાવવા માટે કાશ્મીર મુદ્દાનો રાગ આલાપ્યો છે. બેઠકમાં પાકિસ્તાને […]

બળજબરીથી મુસ્લિમ બનાવવાની તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી: ઈમરાન ખાન

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે ઈસ્લામાબાદમાં રાષ્ટ્રીય લઘુમતી દિવસ પર આયોજીત એક સમારંભને સંબોધિત કરતા કહ્યુ હતુ કે બંદૂકની અણિ પર અથવા બળજબરીથી લગ્ન કરીને કોઈને મુસ્લિમ બનાવવું બિનઈસ્લામિક છે. ઈમરાન ખાને કહ્યુ છે કે આ તાકાત તો અલ્લાહે પયગંબરને પણ આપી ન હતી કે કોઈને ઈમાનમાં લાવે. વડાપ્રધાન ઈમરાન ખાને ક્હ્યુ છે કે પયગંબરનું […]

પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના બળજબરીથી ધર્માંતરણ પર ભારતે વ્યક્ત કર્યો વાંધો

નવી દિલ્હી:  ભારતે પાકિસ્તાનમાં હિંદુ યુવતીઓના અપહરણ અને બળજબરીથી ધર્માંતરણની શરમજનક ઘટનાઓને લઈને પાકિસ્તાનની સમક્ષ પોતાની ગંભીર ચિંતાઓ વ્યક્ત કરી છે. ભારતે આના સંદર્ભે પાકિસ્તાનના લઘુમતી સમુદાયની સુરક્ષા માટે પગલા ઉઠાવવા માટે જણાવ્યું છે. વિદેશ રાજ્ય પ્રધાન વી. મુરલીધરને રાજ્યસભા સદસ્ય રાજકુમર ધૂતના એક પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્યસભામાં આના સંદર્ભે જાણકારી આપી હતી. તેમને સવાલ […]

SCO સમિટ: એક ખૂણા બેઠા રહ્યા પાકિસ્તાની પીએમ ઈમરાન, પીએમ મોદીએ હસ્તધૂનન અને વાતચીત કર્યા નહીં

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેકમાં થઈ રહેલી એસસીઓ સમિટની બેઠકમાં આમને-સામને આવ્યા, પરંતુ તેમની વચ્ચે કોઈપણ વાતચીત અથવા તો મુલાકાત થઈ નથી. એસસીઓની 19મી બેઠકના ઉદ્ઘાટન સમારંભમાં ઘણાં રાષ્ટ્રાધ્યક્ષોએ ભાગ લીધો હતો. યોગાનુયોગ પીએણ મોદી અને ઈમરાન ખાન હૉલમાં એકસાથે જ પહોંચ્યા હતા. પરંતુ પીએમ મોદીએ ઈમરાનખાન સાથે ન તો […]

SCO સમિટમાં પુતિન-જિનપિંગને મળશે પીએમ મોદી, ઈમરાન ખાન સાથે મુલાકાતની યોજના નથી

કિર્ગિસ્તાનના બિશ્કેકમાં યોજાઈ રહેલી શંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશનથી અલગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે. તો વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશકુમારે કહ્યુ છે કે એસસીઓ સમિટમાં પીએમ મોદી અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન વચ્ચે કોઈ વાટાઘાટ થશે નહીં. તેમણે કહ્યુ છે કે આ સ્થિતિમાં અમે બીજું કઈ કરી […]

મોદીની રણનીતિને કારણે ભીખમંગા થયેલા પાકિસ્તાનની સેનાએ સંરક્ષણ બજેટમાં કર્યો ઘટાડો

આર્થિક સંકડામણમાંથી પસાર થઈ રહેલી પાકિસ્તાનની સેનાએ પોતાના ખર્ચાઓમાં ઘટાડાની ઘોષણા કરી છે. પાકિસ્તાનની સેનાએ આગામી નાણાંકીય વર્ષ માટે પોતાના સંરક્ષણ બજેટમાં લાચારીવશ ઘટાડો કરવો પડયો છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને સેનાના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે. ઈમરાન ખાને ટ્વિટ કર્યું છે કે ઘણા સુરક્ષા પડકારો છતાં આર્થિક સંકટની ઘડીમાં સેના તરફથી પોતાના ખર્ચમાં ઘટાડાના […]

મોદીના શપથગ્રહણ સમારોહમાં PAKને આમંત્રણ નહીં, બીજા કાર્યકાળની શરૂઆતમાં જ પાડોશીને સંદેશ

નરેન્દ્ર મોદી જ્યારે ગુરૂવારે ફરીથી વડાપ્રધાન પદના શપથ લેશે તો કાર્યક્રમમાં પાકિસ્તાનને બાદ કરતા લગભગ તમામ પાડોશી દેશોના રાષ્ટ્રાધ્યક્ષ સામેલ થશે. ગયા વખતે મોદીએ પોતાના શપથ માટે SAARC (સાઉથ એશિયન એસોસિયેશન ફોર રિજિયોનલ કોઓપરેશન) દેશોને આમંત્રણ મોકલ્યું હતું, જેનો પાકિસ્તાન પણ એક હિસ્સો હતું. પરંતુ આ વખતે પીએમ મોદીએ BIMSTEC દેશોને આમંત્રણ મોકલ્યું છે. BIMSTEC […]

એફ-16થી ભારત પર હુમલો કરવાનું પાકિસ્તાનને પડશે ભારે, અમેરિકા કરશે કાર્યવાહી?

પાકિસ્તાન દ્વારા અમેરિકાના ફાઈટર જેટ એફ-16ના સંભવિત દુરુપયોગને લઈને અમેરિકા વધારે જાણકારી મેળવી રહ્યું છે. તેના પહેલા ભારતે એફ-16 યુદ્ધવિમાનથી ફાયર કરવામાં આવેલી મિસાઈલના પુરાવા દેખાડીને કહ્યું હતું કે પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં હુમલો કરવા માટે અમેરિકાના ફાઈટર જેટ્સનો ઉપયોગ કર્યો છે. પીટીઆઈના અહેવાલ મુજબ, અમેરિકાના વિદેશ મંત્રાલય એ વાતને લઈને વધુ જાણકારી મેળવી રહ્યું છે કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code