1. Home
  2. Tag "hindu"

ઝાકીર નાઈકે મલેશિયન હિંદુઓ પર ઉઠાવ્યા સવાલ, કાર્યવાહીની શક્યતા

મલેશિયન સરકારના એક પ્રધાને વિવાદીત મુસ્લિમ ઉપદેશક ઝાકીર નાઈકને લઈને નિવેદન આપ્યું છે. માનવ  સંસાધન પ્રધાન એમ. કુલેગરને ક્હ્યુ છે કે તે કેબિનેટ બેઠકમાં મુસ્લિમ ઉપદેશક ડૉ. ઝાકીર નાઈકના મલેશિયામાં ભારતીયો વિરુદ્ધ કથિત ઉશ્કેરણીના મુદ્દાને ઉઠાવશે. ઝાકીર નાઈકે કહ્યુ હતુ કે મલેશિયામાં રહેતા હિંદુ મલેશિયાના વડાપ્રધાન મહાતિર મોહમ્મદથી વધારે નરેન્દ્ર મોદી પ્રત્યે વફાદાર છે. તેમણે […]

કલમ-370 બાદ યુનિફોર્મ સિવિલ કોડ, લાલકિલ્લા પરથી મળશે સંકેત?

દેશની સંસદે ટ્રિપલ તલાકને સમાપ્ત કરીને કાયદો બનાવ્યાના માત્ર એક સપ્તાહમાં જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને અનુચ્છેદ-370ના ખંડ -1 સિવાયની જોગવાઈઓને સમાપ્ત કરીને ખતમ કરી દેવામાં આવ્યો. અનુચ્છેદ-370ને ખતમ કરવાની સાથે કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીર રાજ્ય પુનર્ગઠન બિલનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો, જેમાં સંસદના બંને ગૃહોએ તેને પારીત કર્યો. હવે જમ્મુ-કાશ્મીર બે કેન્દ્રશાસિત પ્રદેશો- જમ્મુ-કાશ્મીર અને લડાખમાં વિભાજીત […]

હિપોક્રસી એક્સપોઝ : ઝોમેટો બીફ અને પોર્ક જેવી ફૂડ ડિલિવરી કરવા બાધ્ય કરી રહ્યું હોવાનો કર્મચારીઓનો આરોપ

ફૂડ ડિલિવરી એપ ઝોમેટોની મુશ્કેલીઓ ઘટવાનું નામ લઈ રહી નથી. તાજેતરમાં બંગાળના હાવડા જિલ્લામાં આવેલા આ એપના ડિલિવરી સ્ટાફે અનિશ્ચિત મુદ્દતની હડતાળની જાહેરાત કરી છે, કારણ કે તેમના પ્રમાણે ઝોમેટો તેમને બીફ અને પોર્ક જેવા ભોજન ડિલીવર કરવા માટે બાધ્ય કરી રહ્યું છે. ફૂડ ડિલિવરીના એક્ઝિક્યૂટિવે બકરીઈદના પ્રસંગે બીફ અથવા પોર્ક યુક્ત ભોજનની ડિલિવરી કરવાનો […]

370ના હટવાના વિરોધમાં પાકિસ્તાનના લાહોરમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડાઈ

પાકિસ્તાનમાં શનિવારે રાત્રે બે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી નાખી છે. મહારાજા રણજીતસિંહની નવ ફૂટ ઊંચી પ્રતિમાને આ વર્ષે જૂનમાં લાહોર ફોર્ટમાં અનાવરીત કરવામાં આવી હતી. પાકિસ્તાનની પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઈશનિંદાના કાયદા હેઠળ એફઆઈઆર નોંધી લીધી છે. જે લોકોએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા તોડી હતી, તેઓ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ને હટાવવાના મામલે નારાજ હતા. મહારાજા રણજીતસિંહ એક શીખ […]

MPમાં કુમાર મંગલમ બિરલા બનાવશે 100 હાઈટેક ગૌશાળાઓ

મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન કમલનાથે પોતાની મુંબઈ મુલાકાત દરમિયાન મોટા ઔદ્યોગિક ગૃહો સાથે સંબંધ ધરાવતા પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી અને રાજ્યમાં રોકાણ બાબતે ચર્ચા પણ કરી હતી. બિરલા ઉદ્યોગ સમૂહના કુમાર મંગલમ બિરલા મધ્યપ્રદેશમાં 100 હાઈટેક ગૌશાળાઓ બનાવવા માટે સંમત થઈ ચુક્યા છે. મુખ્યપ્રધાન કમલનાથ બુધવારે મુંબઈ પહોંચ્યા હતા. તેમણે બુધવારે રાત્રે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી […]

Video: સંસદમાં સુષ્મા સ્વરાજની ગર્જના, “હિંદુ હોવા પર શરમ અનુભવતા નથી, માટે અમે કોમવાદી ગણાઈએ છીએ”

નવી દિલ્હી : ભાજપના વરિષ્ઠ નેતા, દિલ્હીના પહેલા મુખ્યપ્રધાન અને દેશના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મંગળવારે રાત્રે હ્રદયરોગના હુમલાથી 67 વર્ષની વયે નિધન થયું હતું. સુષ્મા સ્વરાજને તેમના લાજવાબ વ્યક્તિત્વ, શાનદાર નેતૃત્વ અને પ્રખર વકૃત્વ માટે દુનિયાભરમાં ઓળખ મળેલી છે. સુષ્મા સ્વરાજે કાશ્મીર મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં આપેલું ભાષણ દેશવાસીઓના રુંવાડા ઉભા કરનારું હતું. સુષ્મા […]

6000 વર્ષ જૂની કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિને નષ્ટ કરીને કશ્મીરિયતની વાત કરનારાઓને થોડો ઈતિહાસ બોધ

માનવામાં આવે છે કે કાશ્મીરનું નામ કશ્યપ ઋષિના નામ પરથી પડયું હતું. કાશ્મીરના તમામ મૂળ નિવાસી હિંદુ હતા. કાશ્મીરી પંડિતોની સંસ્કૃતિ લગભગ 6 હજાર વર્ષ જૂની છે અને તે જ કાશ્મીરના મૂળ નિવાસી માનવામાં આવે છે. 14મી સદીમાં તુર્કિસ્તાનથી આવનારા એક ક્રૂર મંગોલ મુસ્લિમ આતંકી દુલુચાએ 60 હજાર લોકોની સેનાની સાથે કાશ્મીર પર આક્રમણ કર્યું […]

પાકિસ્તાન 1000 વર્ષ જૂનું એક મંદિર ખોલ્યું, પણ 1100 મંદિરો, 500 ગુરુદ્વારાઓની દુર્દશાનો ઈમરાન આપશે જવાબ?

પાકિસ્તાનના સિયાલકોટમાં હજાર વર્ષ જૂનું શવાલા તેજા સિંહ મંદિર તાજેતરમાં ખોલવામાં આવ્યું છે. તેની ભારતીય મીડિયામાં ખાસી પ્રસંશા થઈ રહી છે. આને ઈમરાન ખાનની પાકિસ્તાની સરકાર પોતાના લઘુમતીઓ ખાસ કરીને હિંદુ-શીખો પ્રત્યે ઉદાર વલણ તરીકે પ્રચારીત કરી રહી છે. પરંતુ પાકિસ્તાનમાં રહેતા 75 લાખ જેટલા હિંદુઓ છેલ્લા 72 વર્ષોથી જીવતાજીવત નરકમાં રહેતા હોય તેવો અનુભવ […]

પાકિસ્તાનમાં 16 વર્ષની હિંદુ સગીરા 10 દિવસથી ગાયબ, બળજબરીથી ધર્માંતરણની આશંકા

પાકિસ્તાનના કરાચીમાં હિંદુ માહેશ્વરી સમુદાયના લોકોએ 16 વર્ષીય કિશોરીના અપહરણની વિરુદ્ધ દેખાવો કર્યા છે અને સિંધ સરકારને કિશોરીની શોધ માટે તાત્કાલિક પગલા ઉઠાવવા માટેની માગણી કરી છે. પાકિસ્તાની મીડિયામાં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, વિદ્યા નામની 16 વર્ષીય સગીરા 20મી તારીખથી ગાયબ છે. માહેશ્વરી સમુદાયના લોકોએ રવિવારે કરાચી પ્રેસ ક્લબની બહાર પ્રદર્શન કર્યું હતું. તેમણે પોતાના હાથોમાં […]

સેન્સસના રાજ્યવાર આંકડાના આધારે લઘુમતી સમુદાય ઘોષિત કરવાની સુપ્રીમ કોર્ટમાં અરજી

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલની એક અરજીમાં મદદ માંગી છે. નેશનલ ડેટાના સ્થાને સ્ટેટ વાઈસ વસ્તીગણતરીના આંકડાના આધારે લઘુમતી સમુદાયની ઘોષણા કરવાની માગણીને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી મામલે સુપ્રીમ કોર્ટે અટોર્ની જનરલની મદદની માગણી કરી છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ અને જસ્ટિસ દીપક ગુપ્તા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code