હિમાચલ પ્રદેશ: કુલ્લૂમાં વરસાદ, રોહતાંગમાં બરફવર્ષાથી લોકોએ લીધો રાહતનો શ્વાસ
હિમાચલ પ્રદેશમાં હવામાને મિજાજ બદલ્યો છે. રોહતાંગ સહીત લાહૌલ-સ્પીતિના ઊંચા પહાડો પર ભારે બરફવર્ષા થઈ હોવાના અહેવાલ છે. ખરાબ હવામાનને જોતા સ્થાનિક વહીવટી તંત્રે પર્યટકોને સંવેદનશીલ વિસ્તારો તરફ નહીં જવાની સલાહ આપી છે. બરફવર્ષાને કારણે આવા સ્થાનો પર દુર્ઘટના થવાની આશંકા રહે છે. તેવામાં વહીવટી તંત્રના સ્તરે ખાસ સાવધાની દાખવવામાં આવી રહી છે. રોહતાંગની સાથે […]
