1. Home
  2. Tag "gujarat"

કોરોનાનું સંક્રમણ વધ્યું, રાજકોટ, ખેડબ્રહ્મા અને માણાવદરમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. તેમજ છેલ્લા કેટલાક દિવસોથી સરેરાશ 1300થી વધારે પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે. ત્યારે હવે પ્રજા કોરોનાનું સંક્રમણ ફેલતુ અટકાવવા માટે સ્વૈચ્છીક લોકડાઉન અપનાવી રહી છે. રાજકોટ, સાબરકાંઠા અને જૂનાગઢના કેટલાક વિસ્તારોમાં પ્રજા અને વેપારીઓએ સ્વંયભૂ લોકડાઉન […]

કોરોના મહામારીમાં જામનગરની મહિલાઓએ ગૌમુત્રમાંથી બનાવ્યું નેચરલ સેનિટાઈઝર

અમદાવાદઃ કોરોના મહામારી વચ્ચે સેનિટાઈઝર હવે લોકો માટે જીવનજરૂરી બની ગયું છે. કેમિકલ અને આલ્કોહોલયુક્ત સેનિટાઈઝરના વપરાશથી હાથમાં એલર્જી સહિતની સમસ્યા થતી હોવાની ફરિયાદો ઉઠી છે. ત્યારે જામનગરની મહિલા સહકારી મંડળીએ  આલ્કોહોલ મુક્ત ગૌમુત્રની મદદથી નેચરલ સેનિટાઈઝર બનાવ્યું છે. જામનગરમાં મહિલા સહકારી મંડળીની બહેનો દ્વારા કોરોનાની મહામારી વચ્ચે કેમિકલ અને આલ્કોહોલ વગરનું નેચરલ સેનિટાઈઝર બનાવવામાં […]

અમદાવાદમાં પોલીસ કર્મચારીઓએ ટુ-વ્હીલર હંકારતી વખતે પહેરવુ પડશે ફરજીયાત હેલ્મેટ

અમદાવાદઃ ગુજરાતમાં હેલ્મેટના કાયદાનો કડક અમલ ફરીએક વાર શરૂ કરીને ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં હેલ્મેટ પહેર્યા વગર ફરતા ટુ-વ્હીલર ચાલકોને ઝડપીને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, અમદાવાદ ગ્રામ્યમાં ટુ-વ્હીર ઉપર ફરતા પોલીસ કર્મચારીઓએ પણ ફરજીયાત હેલ્મેટ પહેરવુ પડશે. હેલ્મેટ પહેર્યા વગર વાહન હંકારનાર પોલીસ કર્મચારી સામે કાર્યવાહી […]

ગ્લોબલ વોર્મિંગની અસર, ગુજરાતમાં ચોમાસાની પેર્ટન બદલાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યના કેટલાક તાલુકાઓમાં હજુ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે. ચોમાસાની પટર્ન બદલાઈ હોય તેમ વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. કચ્છમાં 200 ટકા અને સૌરાષ્ટ્રમાં 125 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યાંરે ડાંગમાં એવરેજ 2335 મીમી વરસાદની […]

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નવેમ્બરમાં યોજાય તેવી શકયતા

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે અનલોક-4ની ગાઈડલાઈન્સ બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવાનો માર્ગ મોકળો થયો છે. જેના પરિણામે ગુજરાતની છ મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવા માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. નવેમ્બર મહિનામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી […]

ગુજરાતમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 80.73 ટકા ઉપર પહોંચ્યો

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો ઈ રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 97 હજારને પાર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, રાજ્યમાં કોરોનાને મ્હાત આપીને દર્દીઓ ઝડપથી સાજા થઈ રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં  78913 દર્દીઓ સાજા થયાં છે. આમ રાજ્યનો રિકવરી […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં મોસમનો 113 ટકાથી વધુ વરસાદ, કચ્છને મેઘરાજાએ કર્યું તરબોળ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમજ અમદાવાદ સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો 113 ટકાથી વધારે વરસાદ વરસ્યો છે. મેઘરાજાએ કચ્છ ઉપર હેત વરસાવ્યું હોય તેમ અત્યાર સુધીમાં 241.73 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા હજુ બે દિવસ રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી […]

નર્મદા ડેમમાંથી પાણી છોડાતાં નદી બે કાંઠે, 2500થી વધુ લોકોનું સ્થળાંતર

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને હાલ 9.54 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. તેમજ નર્મદાનું જળસ્તર ગોલ્ડનબ્રિજ ખાતે 32 ફૂટની સપાટી પર પહોંચી ગયું છે. આ ઉપરાંત ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડીયા તાલુકાના 35 ગામો એલર્ટ પર મૂકાયા છે. ભરૂચ જિલ્લામાં કુલ 2500 […]

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયાં, નદીકાંઠાના ગામોને કરાયા સાબદા

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નવા પાણીની આવક થતા જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ડેમના 30 દરવાજા પૈકી 23 દરવાજા ખોલીને 3.65 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી નદીકાંઠાના ગામોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code