ગુજરાતમાં એક વર્ષમાં માર્ગ અકસ્માતના 6711 બનાવો, 7988 વ્યક્તિઓના થયા મોત
અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધયાત્ર વધારો થયો છે. વર્ષ 2019માં બેદરકારીથી વાહન હંકારવાના કારણે માર્ગ અકસ્માતના 6711 બનાવો બન્યાં હતા. જેમાં 7988 વ્યક્તિઓના મોત થયાં હતા. ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં માર્ગ અકસ્માતના 421 બનાવમાં 442 વ્યક્તિઓના મોત થયાં હતા. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોના રિપોર્ટ અનુસાર રાજ્યમાં હિટ એન્ડ રનની 966 ઘટનાઓ વર્ષ 2019માં બની હતી. […]
