ગુજરાતમાં ચાલુ વર્ષે 176 જેટલા લાંચિયા બાબુ ઝડપાયાં
અમદાવાદઃ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પગલા ભરવામાં આવી રહ્યાં છે. બીજી તરફ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ પણ લાંચિયા સરકારી બાબુઓને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. દરમિયાન ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 176 જેટલા લાંચિયા સરકારી અધિકારી-કર્મચારીઓ ઝડપાયાં છે. સરકારના 27 જેટલા વિભાગના આ અધિકારીઓ કુલ 65 લાખથી વધુની લાંચ લેતા ઝડપાયાં […]