ગુલામીથી સ્વતંત્રતાનો સૂર્યોદય- 2 : ભારત બ્રિટિશ રાજની ઝંઝીરોમાં ઝકડાયું, અંગ્રેજો સામે અસંતોષ પણ ધધકવા લાગ્યો
આનંદ શુક્લ ભારતનો આધુનિક ઈતિહાસ આશ્ચર્યકારક અને આઘાતજનક ઘટનાઓની ભરમારથી ભરપૂર છે. સૌથી મોટું આશ્ચર્ય એ છે કે વેપાર માટે બ્રિટિનથી ભારત આવેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ તત્કાલિન સામાજિક અને રાજકીય પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને રાજસત્તા કબજે કરવામાં સફળતા મેળવી હતી. જેના કારણે મોગલ સલ્તનતના પતન બાદ સ્વરાજની આકાંક્ષા સાથેના સદીઓ જૂના રાજપૂત, શીખ, જાટ અને મરાઠાઓના […]