1. Home
  2. Tag "article 370"

પાકિસ્તાન તૈયાર કરી રહ્યું છે તાલિબાનોની મદદથી નવો “કાશ્મીર પ્લાન”

નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરના વિશેષ રાજ્યના દરજ્જાવાળી કલમો-370 અને અનુચ્છેદ-35-એના ખાત્માના કેન્દ્ર સરકારના નિર્ણય વચ્ચે ગુપ્તચર એજન્સીઓએ સરકારને સાવધાન કરી છે કે આગામી દિવસોમાં કાશ્મીરમાં પાકિસ્તાન પ્રાયોજીત આતંકવાદી ઘટનાઓમાં તીવ્રતા આવી શકે છે. તેના માટે પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં સક્રિય તાલિબાનોની મદદ લેશે. અમેરિકાના સૈનિકોની અફઘાનિસ્તાનમાંથી રવાનગી બાદ તાલિબાનોનો અહીં દબદબો વધવાનો છે. પરંતુ પાકિસ્તાનની સેનાની મદદથી ભારતમાં […]

સોશયલ મીડિયા: શ્રાવણના પહેલા સોમવારે ચંદ્રયાન-2, બીજાએ ટ્રિપલ તલાક, ત્રીજાએ 370-35એ, હવે શું?

નવી દિલ્હી : કાશ્મીર પર સરાકરના ઐતિહાસિક નિર્ણય બાદ સોશયલ મીડિયા પર જાતભાતની વાતો વહેતી થઈ રહી છે. કોઈ ત્યાં પ્લોટ વેચવા લાગ્યું છે, તો કોઈ તેને સોમવાર સાથે જોડે પોતાની વાત કહેવા લાગ્યું છે. કોઈ અમિત શાહને મોટાભાઈ પ્રોપર્ટી ડીલર બનાવી રહ્યુ છે, તો કોઈએ કહ્યુ છે કે થોડી ધીરજ રાખો બની શકે કે […]

કાશ્મીર: “કોંગ્રેસ કરી રહી છે આત્મહત્યા”-ના બળાપા સાથે રાજ્યસભામાં પાર્ટીના વ્હિપ કલિતાએ આપ્યું રાજીનામું

રાજ્યસભામાં કોંગ્રેસના વ્હિપ ભુવનેશ્વર કલિતાએ આજે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું છે. ભુવનેશ્વર કલિતાએ કહ્યુ છે કે આજે કોંગ્રેસે મને કાશ્મીર મુદ્દા સંદર્ભે વ્હિપ જાહેર કરવાનું કહ્યું, જ્યારે સચ્ચાઈ એ છે કે દેશનો મિજાજ સંપૂર્ણપણે બદલાઈ ચુક્યો છે અને આ વ્હિપ દેશની જનભાવનાની વિરુદ્ધ છે. ભુવનેશ્વર કલિતાએ કહ્યુ ખે પંડિત જવાહરલાલ નહેરુએ ખુદ અનુચ્છેદ-370નો વિરોધ […]

ભારતનો હિસ્સો “આઝાદ કાશ્મીર” પણ પાછો આપવો પડશે : સુબ્રમણ્યમ સ્વામી

સંસદમાં સોમવારે જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ગરમાયેલો રહ્યો હતો. કાશ્મીરમાંથી અનુચ્છેદ-370ની ઘણી જોગવાઈઓને હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક નિર્ણય પર ગૃહમાં ખૂબ હંગામો થયો હતો. તે વખતે રાજ્યસભામાં ભાજપના મનોનીત સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યુ હતુ કે વિપક્ષના નેતાને કાયદાની યોગ્ય જાણકારી નથી અને દેશમાં આજે ઐતિહાસિક દિવસ છે. તેમણે કહ્યુ કે કાશ્મીર દેશનો હિસ્સો છે અને તેમા અલગ […]

કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીરમાં હશે 20 જિલ્લા, લડાખમાં હવે 2 જિલ્લા

શ્રીનગર: રાષ્ટ્રપતિએ નોટિફિકેશન જાહેર કરીને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપનારા અનુચ્છેદ-370ને સમાપ્ત કરી દીધી છે. એટલે કે અનુચ્છેદ-370 ખંડ-1 સિવાયની તમામ જોગવાઈઓને સમાપ્ત કરી દીધી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સોમવારે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કર્યો હતો. નવા સરકારી આદેશ પ્રમાણે, હવે જમ્મુ-કાશ્મીરમાં 370ના તમામ ખંડ લાગુ નહીં થાય. માત્ર એક ખંડ પ્રભાવી રહેશે. બીજો […]

કલમ-370: એક તીરથી ઘણાં નિશાન, હવે કાશ્મીરમાં થશે આ મોટા પરિવર્તનો

કાશ્મીરને લઈને મોદી સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે. સોમવારે ગૃહપ્રધાન અમિત શાહે ગૃહમાં અનુચ્છેદ-370 હટાવવાનો સંકલ્પ ગૃહમાં રજૂ કર્યો છે. તેમણે કહ્યુ છે કે કાશ્મીરમાં લાગુ કલમ-370માં માત્ર ખંડ-1 રહેશે, બાકીની જોગવાઈઓને હટાવવામાં આવશે. આ સિવાય નવી જોગવાઈમાં જમ્મુ-કાશ્મીર પુનર્ગઠનનો પ્રસ્તાવ પણ સામેલ છે. તેના પ્રમાણે જમ્મુ-કાશ્મીર હવે કેન્દ્રશાસિત પ્રદેશ હશે અને લડાખ તેનાથી અલગ […]

કાશ્મીરમાં કલમ-370 ખતમ કરવાના પ્રસ્તાવનું BSP, BJD, AAP, શિવસેનાનો ટેકો, કોંગ્રેસ, MDMKએ કર્યો વિરોધ

દેશના બંધારણમાંથી કલમ-370ના (1) સિવાયના તમામ ખંડને હટાવવાના નિર્ણય પર રાજ્યસભામા ચર્ચા થઈ રહી છે. ચર્ચામાંભાગ લેનારા મોટાભાગના રાજકીય પક્ષોએ સરકારના આ નિર્ણયનું સમર્થન કર્યું છે. તમિલનાડુની એઆઈએડીએમકે, ઓડિશાની બીજૂ જનતા દળ, મહારષ્ટ્રની શિવસેના, યુપીની બીએસપી, આંધ્રની વાઈએસઆર કોંગ્રેસ, દિલ્હીની આમ આદમી પાર્ટીએ જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનારી બંધારણની કલમને હટાવવાનુ સમર્થન કર્યું છે. જો કે […]

કલમ- 370 સમાપ્ત, શ્યામપ્રસાદ મુખર્જીનું સપનું થયું પૂર્ણ : રામ માધવ

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને હટાવવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યસભામાં સંકલ્પ રજૂ કરતા રાજ્યના પુનર્ગઠન અને કલમ-370ને હટાવવાની ભલામણ કરી છે. કેન્દ્ર સરકારના આ નિર્ણય પર ભારતીય જનતા પાર્ટીએ ખુશી જાહેર કરી છે. ભાજપના નેતા રામ માધવે કહ્યુ છે કે સરકારે સાત દશક જૂની માગણીને પૂર્ણ કરી દીધી છે. ભારતીય સંઘમાં જમ્મુ-કાશ્મીરના […]

કાશ્મીરમાં હજીપણ લાગુ 370 (1) શું છે?, હવે કલમ-370 નામમાત્રની લાગુ

કેન્દ્રની મોદી સરકારે જમ્મુ-કાશ્મીર પર ઐતિહાસિક નિર્ણય કર્યો છે. જમ્મુ-કાશમીર હવે અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું છે અને લડાખ પણ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે. લડાખ વિધાનસભા વગરનું અને જમ્મુ-કાશ્મીર વિધાનસભાવાળું કેન્દ્રશાસિત પ્રદેશ હશે. જમ્મુ-કાશ્મીરમાં હવે વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હશે. મોદી સરકારે ભલે અનુચ્છેદ-370ને નબળો બનાવ્યો છે, પરંતુ તે હજી પણ લાગુ છે, પણ […]

અનુચ્છેદ-370 ખતમ થવાની નહેરુની ભવિષ્યવાણીને મોદી સરકારે બનાવી હકીકત

મોદી સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર પ્રદાન કરનારા અનુચ્છેદ-370ની જોગવાઈઓને હટાવી દીધી છે. તો સકરારે રાજ્યસભામાં રાજ્યના પુનર્ગઠનનો પણ સંકલ્પ રજૂ કર્યો છે. તેમા જમ્મુ-કાશ્મીર હવે એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે. તો લડાખને પણ અલગ કરીને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવાની વાત કહેવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના મામલા પર પોતાની નીતિઓને લઈને ટીકાઓનો શિકાર બનનારા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code