સંસદમાં કોંગ્રેસના નેતા અધિરરંજન ચૌધરીનો પીએમ મોદીને સવાલ, સોનિયા-રાહુલને જેલમાં કેમ નથી નાખતા?
સંસદના બંને ગૃહોમાં આજે રાષ્ટ્રપતિ અભિભાષણ પર લાવવામાં આવેલા ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ થઈ ચુકી છે. રાજ્યસભામાં જે. પી. નડ્ડા ધન્યવાદ પ્રસ્તાવને રજૂ કર્યો છે. જ્યારે લોકસભામાં પ્રતાપ સારંગીએ આ પ્રસ્તાવને ચર્ચા માટે રજૂ કર્યો છે. તેના સિવાય લોકસભામાં આજે ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી કિશન રેડ્ડીએ જમ્મુ-કાશ્મીર અનામત સંશોધન બિલ રજૂ કર્યું છે. […]