સુષ્મા સ્વરાજે માત્ર 15 દિવસમાં કન્નડ ભાષા શીખી બિલ્લારી બેઠક પર સોનિયા ગાંધીને ટક્કર આપી હતી
દેશના લોક લાડીલા અને ચાહીતા ભાજપના વરિષ્ઠ નેતા સુષ્મા સ્વરાજ સ્વર્ગલોક પામ્યા છે.તેઓ એ ધણી નાની વયે રાજકરણમાં પ્રવેશ કર્યો હતો, ત્યારે સુષ્મા સ્વરાજ ને કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી વચ્ચે એક સમયે કાટાની ટક્કર રહી હતી ત્યારે 90ના સમયમાં સોનિયા ગાંધીના વિદેશી મૂળનો મુદ્દો ભારતીય રાજકારણના કેન્દ્રમાં હતો
આ સમય વખતે સોનિયા ગાંઘી અને સુષ્માજી વચ્ચે બરાબરની રસાકસી રહી હતી કારણ કે બન્ને નેતા સામસામે ચૂટણી લડવા જઈ રહ્યા હતા, આ દરમિયાન કોંગ્રેસની સીટ સંભાળ્યા બાદ સોનિયા ગાંધી કર્ણાટકના બેલ્લારીથી લોકસભાની ચૂટણી લડ્યા હતા ,ત્યારે બેલ્લારી બેઠકને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો. તે સોનિયા ગાંધીના ચૂંટણી પ્રચાર માટેની સલામત બેઠક ગણવામાં આવતી હતી છતા પણ સુષ્માજીએ હાર ન માનતા પુરેપુરી તાકાત લગાવી હતી અને મોટે ભાગે તેમા તેમને કામયાબી પમ મળી હતી,ચૂંટણી માત્ર 7 વોટથી હાર્યા હતા ,માત્ર બે અઠવાડિયાના પ્રચારથી જ લોકોનું દિલ જીતી લીધુ હતુ,
ત્યારે ભાજપે સોનિયા ગાંધીને ટક્કર આપવા માટે મજબુત વ્યક્તિત્વ ધરાવનારા નેતા સુષ્મા સ્વરાજને બેલ્લારીથી સાનિયાની સામે મેદાને જંગમાં ઉતાર્યા હતા. આ સમય વખતે સોનિયાના વિદેશી મૂળનો મુદ્દા પર ઘણા સ્પષ્ટ વક્તા પણ હતા.ત્યારે કર્ણાટકમાં તે સમયે ભાજપ પાસે બહુ ફળદ્રુપ જમીન નહોતી પરંતુ સુષ્મા સ્વરાજે તે પડકારનો સ્વીકાર કરીને માત્ર 15 દિવસમાં કન્નડ ભાષા શીખી સોનિયા ગાંધીને મજબુત કાટાની ટક્કર આપીને પોતાને એક સારા પ્રવક્તા સાબિત કર્યા હતા.
ભલે છેવટે આ ચૂંટણીમા સાનિયા ગાંધીને જીત મળી હતી આ જીતમાં અંતર માત્ર 7 મતોનુંજ રહ્યુ હતુ ટલે કેહવાય કે સુષ્માજી જીતીને હાર્યા હતા, પરંતુ સુષ્મા સ્વરાજને જે બે અઠવાડિયાનો મસય પ્રચાર માટે મળ્યો હતો તેમા તેઓએ સારુ એવું પ્રભુત્વ જમાવ્યું હતુ અને બેલ્લારીના લોકોના દિલ પોતાના ભાષણથી જીતી લીધા હતા અને એક સરસ ટક્કર સોન્યા ગાંધીને આપી હતી ,માત્ર 15 દિવસમાં કન્નડ ભાષા શિખવી એ કોઈ સામાન્ય વાત નહોતી છતા પણ વાત સુષ્માજીએ સરળતાથી સાબિત કરી બતાવી હતી.