હજ ટૂર ઓપરેટર્સની અરજી પર સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદી સરકારને નોટિસ જાહેર કરીને તેનો જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકાર પાસે જવાબ માંગ્યો છે.
હજ શરૂ થતા પહેલા ખાનગી હજ ટૂર ઓપરેટર્સે ફરીથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. અરજીમાં ખાનગી હજ ટૂર ઓપરેર્ટર્સે કહ્યુ છે કે નવી હજ નીતિમાં તેમને પણ સરકારી દરો પર યાત્રા ઓપરેટ કરવાથી તેમના કારોબાર પર ખરાબ અસર થશે.
નવી વ્યવસ્થા હેઠળ ભારતમાંથી હજ યાત્રા પર જનારા પ્રવાસીઓની સંખ્યામાં 25 હજારનો વધારો થયો છે. હવે પોણા બે લાખના સ્થાને બે લાખ હજ યાત્રીઓ મક્કા-મદીના હજ માટે જઈ શકશે.
પહેલીવાર મહિલાઓ કોઈપણ પુરુષ (પિતા-પતિ-પુત્ર-ભાઈ) વગર એકલા જ હજ યાત્રા કરી શકશે. ટૂર ઓપરેટર્સની દલીલ છે કે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થવાથી કારોબારનો ફાયદો તેમને પણ મળવો જોઈએ.