1. Home
  2. revoinews
  3. બોલિવૂડ ફિલ્મોમાં ‘ગણપતિ બપ્પા’ના સુપર હિટ સોંગ્સ -દર વર્ષે ભક્તો આ સોંગ પર ઝુમી ઉઠે છે
બોલિવૂડ ફિલ્મોમાં ‘ગણપતિ બપ્પા’ના સુપર હિટ સોંગ્સ -દર વર્ષે ભક્તો આ સોંગ પર ઝુમી ઉઠે છે

બોલિવૂડ ફિલ્મોમાં ‘ગણપતિ બપ્પા’ના સુપર હિટ સોંગ્સ -દર વર્ષે ભક્તો આ સોંગ પર ઝુમી ઉઠે છે

0
Social Share
  • ગણેશ સ્થાપનાનું મહત્વ સમગ્ર ભારતમાં
  • બોલિવૂડમાં પણ ગણએશ આરતીને આવરી લેવામાં આવે છે
  • અનેક સુપર હિટ બપ્પાના સોંગ પર ભક્તો ઝુમી ઉઠે છે

 

આજે ગણેશચતૂર્થી……દેશભરના દરેક ખૂણામાં આજના આ દિવસે ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે….ગણેશ એટલે વિધ્નહર્તા…..કોઈ પણ શૂભકાર્યની શરુઆત કરતા પહેલા દરેક ઘર કે ઓફિસોમાં ગણેશજીની આરતી કરવામાં આવતી હોય છે….આપણી સંસ્કૃતિ મુજબ ગણેશચોથનું મહત્વ દેશના એક એક ખૂણામાં જોવા મળે છે,આ સાથે ભારતના ભાગ્યે જ કોઈ એવા તહેવારો હશે કે જેને લઈને બોલિવૂડમાં સોંગ્સ ન બન્યા હોય ,જેમાં ગણેશ સ્થાપનાથી લઈને ગણેશ વિસર્જનના અનેક સોંગ્સ બોલિવૂડમાં ખુબ જ જાણીતા થયા છે,ગણેશ ભક્તો દર વર્ષે વિસર્જન સમયે બોલિવૂડના ગણેશ સોંગ્સ પર ઝુમી ઉછે, તે ઉપરાંત મંદિર કે ઘરોમાં જ્યારે બપ્પાની સ્પાથના કરવામાં આવે છે ત્યારે પણ તેમની આરતી વાળા સોંગ્સ વગાડવામાં આવતા હોય છે.

બોલિવૂડના ગણેશજીને લગતા સોંગ્સમાં પણ બે પ્રકાર હોય છે એક પ્રકાર એ કે,  જ્યારે સ્થાપના થાય ત્યારે આરતી રુપે સાંભળવા મળતા હોય તેવા સોંગ. જ્યારે બીજો પ્રકાર એ કે,  ગણેશ વિસર્જન દરમિયાન મસ્તી અને ભક્તિના તાલ પર ભક્તોની ટોળી ઝુમી ઉઠે છે, આમ તો દરેક સોંગ આરતીથી શરુ થાય છે, આ દરેક સોંગમાં નગારાનું ઢોલનું સાઉન્ડ ખુબ મહત્વ ધરાવે છે.

તો ચાલો જાણઈએ આવા કેટલાક બોલિવૂડ સોંગ્સ વિશે

ઋતિક રોશન અને સંજયદત્ત સ્ટારર ફિલ્મ અગ્નિ પથનું સોંગ – દેવા શ્રી ગણેશા- જે ખુબજ લોક પ્રિય બન્યું છે, ગણેશ વિસર્જનના સમયે આ સોંગ અવશ્ય વગાડવામાં આવતું હોય છે, જેના તાલ પર ગણેશ ભક્તો ઝુમી ઉઠે છે,અને ગણેશોત્સવમાં અનેરો આનંદ મેળવે છે.

આ સાથે જ ફિલ્મ એબીસીડીનું સોંગ- સાડ્ડા દિલ વી તૂં- રેમો ડીસુજાના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મ નું સોંગ પણ દર્શકોએ ખુબ વખાણ્યું છે,આ સોંગ ગણેશોત્સવ પર ખાસ સાંભળવા મળતું હોય છે,

રિતેશ દેશમુખની ફિલ્મ બેન્જોનું બપ્પા ગણેશોત્સવને લગતું સોંગ પણ ગણેશ ભક્તોને ખુબ પસંદ છે, આ સોંગમાં સાદગી અને ડાન્સ કરવા લાયક તાલ સાંભળવા મળે છે.

ફિલ્મ વાસ્તવનું સોંગ— સિંદૂર લાલ ચઢાયો… વધુ કરીને આ સોંગ ગણેશ સ્થાપનામાં ખાસ સાઁભળવા મળે છે, સાથે જ વિસર્જન વખતે પણ આ સોંગના તાલ પર ભક્તો ઝુમી ઉઠે છે,એક સર્વે પ્રમાણે આ ચાર સુપર હિટ સોંગ ગણોશોત્સવમાં ખાસ સાઁભળવા મળી આવે છે.

સાહીન-

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code