1. Home
  2. revoinews
  3. BHUના વૈજ્ઞાનિકોએ બનાવ્યું સુપર ફ્યુઅલ સ્ટોરેજ, ભારતને મળશે અંતરિક્ષમાં નવી ઉડાન
BHUના વૈજ્ઞાનિકોએ બનાવ્યું સુપર ફ્યુઅલ સ્ટોરેજ, ભારતને મળશે અંતરિક્ષમાં નવી ઉડાન

BHUના વૈજ્ઞાનિકોએ બનાવ્યું સુપર ફ્યુઅલ સ્ટોરેજ, ભારતને મળશે અંતરિક્ષમાં નવી ઉડાન

0
Social Share

દિલ્લી: બીએચયુએ એટલે કે બનારસ હિંદુ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ ઇસરો માટે દુનિયાના સૌથી કાર્યક્ષમ કાર્બન એરોજેલ હાઇડ્રોજન સ્ટોરેજ વિકસિત કરી બતાવ્યો છે. સરળ ભાષામાં કહીએ તો, સૌથી ઉન્નત ફયુલ ટેંક. પરંતુ ટેંકના આકારમાં નહીં, પરંતુ કાર્બન એરોજેલના રૂપમાં, જે રોકેટમાં વપરાતા ઈંઘણને શોષીને સ્ટોર કરશે. આ ટેક્નોલોજી અંતરિક્ષ મિશનમાં લાંબા અંતરના રોકેટની ગતિ અને શક્તિમાં વધારો કરશે અને એવો દાવો કરવામાં આવે છે કે આ ઇસરોના મંગળ અને માનવ મિશનમાં આ ટેક્નિક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

બીએચયુના પ્રોફેસર પદ્મશ્રીથી સન્માનિત પ્રો. ઓ.એન શ્રીવાસ્તવ અને યુવા વિજ્ઞાની અનંત પ્રકાશ પાંડેયએ પોતાના આ અનુસંધાનની જાણકારી આપતા જણાવ્યું હતું કે, ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન સાથેના કરાર હેઠળ આ પ્રોજેક્ટ પર કામ કરવામાં આવ્યું. દુનિયાની સૌથી કાર્યક્ષમ કાર્બન એરોજેલ હાઇડ્રોજન સ્ટોરેજ બનાવવામાં સફળતા મેળવી છે.

પ્રો. શ્રીવાસ્તવે કહ્યું કે, આ ટ્રાઇ ઈથાઈલ અમીન દ્વારા તૈયાર કરેલી કેટાલાઈઝ મૈટેરીયલ છે. હવે તેનો ઉપયોગ પહેલીવાર લાંબા ગાળાના રોકેટના ક્રાયોજેનિક એન્જિનમાં થઇ શકશે. ક્રાયોજેનિક એન્જિનના ઇંધણ સ્ટોરમાં અત્યાર સુધી ધાતુના ટેંકનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં હાઇડ્રોજનને પ્રવાહી સ્થિતિમાં રાખવામાં આવે છે. આ રોકેટનું વજન વધવાની સાથે ઇંધણ પણ ઓછું સ્ટોર કરે છે. ક્રાયોજેનિક એન્જિનમાં પ્રવાહી હાઇડ્રોજનના બાષ્પીભવનની સમસ્યા આવે છે, જ્યારે કાર્બન એરોજેલમાં નિર્મિત સ્ટોર પ્રવાહી હાઇડ્રોજનને શોષી લે છે અને તેને ઇંધણના રૂપે બહાર કાઢે છે.

બીએચયુ દેશમાં એકમાત્ર હાઇડ્રોજન સેન્ટર ધરાવે છે, જે આવા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વના સંશોધન પર કામ કરે છે. અનંત પ્રકાશ પાંડે કહે છે કે, આ સ્ટોરેજની ક્ષમતા આંતરરાષ્ટ્રીય સ્તરની તુલનાએ એક પગલું આગળ છે. દુનિયામાં પહેલીવાર ટ્રાય ઈથાઈલ અમીનની મદદથી સામાન્ય તાપમાન પર સુકાઈ ગયેલા કાર્બન એરોજેલમાંથી આ હાઇડ્રોજન સ્ટોરેજને બનાવવામાં આવ્યું છે, જે ખૂબ જ આર્થિક અને અસરકારક છે, આ વર્ષની શરૂઆતમાં પ્રો. શ્રીવાસ્તવ અને અનંત પ્રકાશ પાંડેએ ઇસરોને વિગતવાર અહેવાલ આપ્યો હતો. આ સંશોધન આંતરરાષ્ટ્રીય જર્નલમાં પ્રકાશિત થયેલ છે. ઇસરોના 2021 ના માનવ મિશન માટે પણ આ જ તકનીકનું પરીક્ષણ થવાની સંભાવના છે. કાર્બન એરોજેલ એ દુનિયાનો સૌથી હળવો પદાર્થ પણ કહેવાય આવે છે.

બીએચયુના પદ્મશ્રી પ્રો. ઓએન. શ્રીવાસ્તવે જણાવ્યું કે અમે દુનિયાનું સૌથી કાર્યક્ષમ કાર્બન એરોજેલ હાઇડ્રોજન સ્ટોરેજ બનાવવામાં સફળતા મેળવી છે. આનાથી રોકેટની ગતિ અને ક્ષમતામાં વધારો થશે.

_Devanshi

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code