સુનંદા પુષ્કર કેસઃદિલ્હી પોલીસે કોર્ટને કહ્યું, થરુરની સામે ઉશ્કેરણીની ફરિયાદ દાખલ કરો
સુનંદા પુષ્કર કેસમાં દિલ્હી પોલીસે કોર્ટને સાફ શબ્દોમાં કહ્યું કે,શશિ થરુરના વિરોધમાં આત્મહત્યા કરવા ઉશ્કેરવાનો આરોપ નક્કી કરવો જોઈએ,પોલીસે કહ્યું કે,થરુરના વિરોધમાં 498એ,306ના હેઠળ ફરિયાદ કરવામાં આવી છે,દીલ્હીની કોર્ટે આ મામલા પર આગળની સુનાવણી 17ઓક્ટોબરે કરવામાં આવશે.
ત્યારે આ કેસને લઈને સુનંદા પુષ્કરના ભાઈ આશીષ દાસે કહ્યું કે,તે પોતાના લગ્નજીવનથી ખુબ જ ખુશ હતી,પરંતુ પોતાના છેલ્લા સમયમાં તે ખુબજ પરેશાન રહેતી હતી,તે ક્યારેય આત્મહત્યા કરવાનું વિચાર નહોતી કરી શક્તી.
આ સમય દરમિયાન, શશિ થરુરના વકીલ વિકાસ પાહવાએ બયાન આપ્યું છે કે, “દિલ્હી પોલીસના આરોપોને જૂઠા કર્યા છે,તેમનું કહેવું છે કે, અભિયોજક ચાર્જશીટના વિરુધમાં વાત કરી રહ્યા છે,અભિયોજકે આરોપ લગાવ્યો છે કે, તેઓ જૂઠા છે. વિકાસ પાહવાએ કહ્યું કે પોતાના દ્વારા નક્કી કરેલા આરોપ મુજબ દિલ્હી પોલીસ સાક્ષ્યોની બાબતમાં ટૂકડે ટૂકડે વાત કરી રહ્યા છે,આ વિધિના સિંધ્ધાંતોના વિરુધમાં છે.
શશિ થરુરના વકીલે આરોપ લગાવ્યા છે કે, અભિયોજક સાઈકોલૉજીક ઓટોસ્પી કરનાર નિષ્ણાંતોના મત વિશે કઈ કહી રહ્યા નથી, જેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ માત્ર હત્યાનો મામલો નથી કે આત્મહત્યાનો મામલો પણ નથી,પરંતુ કેટલાક અજ્ઞાત કારણ પણ હોય શકે છે.