- રાજ્યના ગામડાઓ દોડતી થશે એસટચી બસ
- 6 મહિના બાદ એસટીના રુટ શરુ કરાશે
- 7 સપ્ટેમ્બરથી બ,સની સેવાઓનો લાભ મળી શકશે
દેશમાં કોરોનાના કહેરથી અનેક સુવિધાઓ પર રોક લગાવવામાં આવી હતી, ત્યારે ગુજરાતમાં પણ અનેક બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી.
કોરોના વાયરસના કહેર વચ્ચે લોકોની અવરજવર મર્યાદીત સંખ્યામાં કરવામાં હતી, જેને લઈને એસ.ટી. સહિતના કેટલાક વાહનવ્યવહારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
આસગ્ર સમય દરમિયાન અનલૉક 4મા હવે સરકારે એસ.ટી.ને 100 ટકા રૂટો પર દોડાવવાની શરુઆત કરી છે. શહેરોમાં એક્સપ્રેસ અને વોલ્વો બસો શરૂ થયા બાદ હવે રાજ્યના અનેક ગામડાઓમાં પણ એસ.ટી.ની બસો દોડતી કરવામાં આવશે .રાજ્યમાં એસ.ટી ની લોકલ બસોની ગ્રામિણ રૂટો પરની સેવા હવે આવનારી 7મી સપ્ટેમ્બર સોમવારના જોરથી શરૂ કરવામાં આવશે.ત્યારે હવે લોકોને યાત્રા કરવામાં સરળતા થશે બસો બંધ થવાના કારમે ગામડાઓના લોકો જરુરી કામ અર્થે પણ બહાર નિકળી શકતા નહોતા.
જો કે કોરોનાના કારમે બસમાં યાત્રીઓને ખાસ સુવિધાઓ આપવામાં આવશે, બસમાં બસ બેસતા પહેલા લોકોનું થર્મલ ગનથી સ્કેનિંગ કરવામાં આવશે. સરકાર દ્વારા તમામ કન્ડક્ટરોને થર્મલ ગન આપવામાં આવનાર છે. બસમાં બેસનારા મુસાફરોનું થર્મલ સ્કેનિંગ કરીને જ પછી બસમા ચઢવા દેવાશે, ઉલ્લખેનીય છે કે, ગામડાઓના મુસાફરોને પડતી મુશ્કેલીના કારણે બસો ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે,આ માટે રાજ્ય સરકારે અનેક ગાઈડ લાીન શરુ કરી છે, અનેક નિતી-નિયમોનું પાલન કરવાનું રહેશે
સાહીન-