નવી દિલ્હી: લોકસભા સ્પીકર ઓમ બિરલા સાંસદોને તાજેતરમાં ગૃહના નિયમોની શીખ આપતા જોવા મળે છે. તે પ્રકારે ગુરુવારે તેમણે આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને નિયમોના પાઠ ભણાવતા શાંત કરી દીધા હતા. માન કોઈ મુદ્દા પર બોલવા માટે ઉભા થયા હતા. પરંતુ સ્પીકરે તેમને વચ્ચે જ અટકાવ્યા અને બેસવાનું કહેતા સંસદના કાયદા-કાનૂન પણ યાદ અપાવ્યા હતા.
ગૃહમાં ગુરુવારે શૂન્યકાળ દરમિયાન વિભિન્ન સાંસદ અલગ-અલગ મુદ્દાને ઉઠાવતા રહ્યા હતા. ત્યારે સ્પીકરે આમ આદમી પાર્ટીના સાંસદ ભગવંત માનને બોલવાની મંજૂરી આપી હતી. આના સંદર્ભે ભગવંત માને વિદેશોમાં વસવાટ કરતા ભારતીય દૂતાવાસના મુદ્દાને ગૃહમાં ઉઠાવ્યો હતો, તે પોતાની વાત પુરી કરી શકે, તેના પહેલા સ્પીકરે તેમને ટોકતા કહ્યુ હતુ કે તમે શૂન્યકાળમાં જે વિષયની નોટિસ આપી છે,તે વિષયને ઉઠાવો. જો વિષય બદલવો પણ છે, તો મારી પાસેથી મંજૂરી લો. સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ છે કે તમે પંજાબમાં શિક્ષકોની સેલરીનો વિષય આપ્યો છે, હું ભણેલો-ગણેલો સભાપતિ છું. બિરલાએ જ્યારે આ વાત કહી ત્યારે લોકસભામાં હાસ્ય ગુંજી ઉઠયું હતું.
તેના પછી સ્પીકરે ભગવંત માનને વિષય બદલવાની મંજૂરી આપતા કહ્યુ હતુ કે જો કોઈને વિષય બદલવો હોય તો તે મારી પાસેથી મંજૂરી લે, હું તેની મંજૂરી આપીશ. તેના પહેલા પણ ઘણીવાર સ્પીકર ઓમ બિરલાએ ગૃહની કાર્યવાહી ચલાવવા મામટે કડકાઈ દેખાડી છે.
તાજેતરમાં માનવ સંશાધન વિકાસ પ્રધાન રમેશ પોખરિયાલે સલાહ આપતા કહ્યુ હતુ કે તે કોઈપણ સદસ્યને બોલવાની આજ્ઞા નહીં આપે. ગૃહમાં આ કામ સ્પીકરનું છે.
લોકસભાને સુચારુપણે ચલાવવા માટે ઓમ બિરલાએ આજે ગૃહમાં સદસ્યોને આરોપ લગાવવાથી બચવાની હિદાયત આપી હતી. તેમણે કહ્યુ હતુ કે તથ્ય વગર અને પ્રમાણ વગર કોઈપણ પર આરોપ-પ્રત્યારોપ કરે નહીં. તેમણે કહ્યુ હતુ કે આ ગૃહની અંદર જે પ્રકારની આપણી ગરિમા છે, તેનું પાલન કરો. તેને ધ્યાનમાં રાખતા નવા સદસ્યો માટે પ્રબોધન કાર્યક્રમ પણ શરૂ કર્યું છે. સ્પીકરે વરિષ્ઠ સદસ્યોને કહ્યુ છે કે પોતાના વિસ્તારની સમસ્યાઓને ઉઠાવો. પોતાની વાત કહો. લોકોના અભાવને કહો. પરંતુ કોઈના ઉપર આરોપ લગાવવાની જરૂર નથી.
લોકસભા સ્પીકર સતત નવા સદસ્યોને ગૃહમાં બોલવાનો મોકો આપી રહ્યા છે. આ કડીમાં આજે તેમણે 17મી લોકસભાના સૌથી યુવાન સાંસદ ચંદ્રાણી મુર્મૂને બોલવાનો મોકો આપ્યો હતો. સ્પીકરે ગૃહને જણાવ્યુ કે આ ગૃહના સૌથી યુવાન સાંસદ છે અને મે ખુદ તેમને વ્યક્તિગત પણે પોતાની વાત ઉઠાવવા માટે જણાવ્યું હતું. 25 વર્ષીય મુર્મૂ ઓડિશાની ક્યોંઝર લોકસભા બેઠક પરથી બીજેડીના સાંસદ તરીકે ચૂંટાયા છે.