ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનો વાકપ્રહાર, “તેઓ” ગાંધીને હટાવીને RSSને દેશનું પ્રતીક બનાવવા માંગે છે
- ગાંધી જયંતી પર સોનિયા ગાંધીનું સંબોધન
- RSS- મોદી સરકાર પર કર્યા વાકપ્રહાર
- કોંગ્રેસે દેશભરમાં કાઢી પદયાત્રાઓ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જયંતી પર કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર વાકપ્રહાર કર્યા છે. કોંગ્રેસની પદયાત્રાના સમાપન પર સોનિયા ગાંધીએ કહ્યું છેકે કેટલાક લોકો આજે આરએસએસને દેશનું પ્રતીક બનાવવા ચાહે છે, પરંતુ આ શક્ય નથી. આપણા દેશના પાયામાં ગાંધીના વિચાર છે.
કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધિત કરતા સોનિયા ગાંધીએ ક્હ્યું છે કે મહાત્માં ગાંધીએ આખી દુનિયામાં અહિંસાના માર્ગને અપનાવવાની પ્રેરણા આપી છે. આઝે ભારત જ્યાં પહોંચ્યું છે, ત્યાં ગાંધીના માર્ગ પર ચાલીને પહોંચ્યું છે. સોનિયા ગાંધીએ કહ્યું છે કે ગાંધીનું નામ લેવું આસાન છે. પરંતુ તેમના માર્ગ પર ચાલવું મુશ્કેલ છે.
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે મહાત્મા ગાંધીના માર્ગ પરથી હટીને પોતાની દિશામાં લઈ જવાવાળા પહેલા પણ ઓછા ન હતા. ગત કેટલાક વર્ષોમાં સામ-દામ-દંડ-ભેદનો ખુલ્લો કારોબાર કરીને તેઓ ખુદને ઘણાં શક્તિશાળી સમજે છે. આ તમામ બાબતો છતાં ભારત ભટક્યું નથી, કારણ કે આપણા દેશમાં ગાંધીના વિચારો આધારશિલા છે.
તેમણે કહ્યુ છે કે આજકાલ કેટલાક લોકોએ ગાંધીના વિચારોને ઉલ્ટાવવાની કોશિશ કરી છે. કેટલાક લોકો ચાહે છે કે ગાંધી નહીં આરએસએસ દેશનું પ્રતીક બની જાય. પરંતુ આમ થઈ શકશે નહીં.
સોનિયા ગાંધીએ કહ્યું છે કે જે અસત્ય પર આધારીત રાજનીતિ કરી રહ્યા છે, તે કેવી રીતે સમજશે કે ગાંધી સત્યના પૂજારી હતા. જેમને પોતાની સત્તા માટે બધું જ કરવાનું મંજૂર છે, તે કેવી રીતે સમજશે કે ગાંધી અહિંસાના પૂજારી હતા. જેમને મોકો મળતા જ પોતાને સર્વેસર્વા બનાવવાની આદત હોય, તેઓ ગાંધીના નિસ્વાર્થ મૂલ્યોને કેવી રીતે સમજશે.
સોનિયા ગાંધીએ કહ્યું છે કે નહેરુ-ઈન્દિરા-રાજીવ-નરસિમ્હારાવ અને મનમોહનસિંહે દેશને પ્રગતિના પંથે લઈ જવાનું કામ કર્યું છે. ગત કેટલાક વર્ષોમાં ભારતની હાલત જે થઈ છે, તેને જોતા ગાંધીનો આત્મા ઘણો દુખી થશે. આજે ખેડૂતો બદહાલ છે, યુવા બેરોજગાર છે, માતા-બહેનો અસુરક્ષિત છે.
મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ પાર્ટી આજે દેશના ઘણાં ભાગોમાં પદયાત્રાઓ કાઢી રહી છે. રાહુલ ગાંધીએ દિલ્હીમાં પદયાત્રા કાઢી તો ત્યાં પ્રિયંકા ગાંધી વાડ્રા લખનૌમાં પદયાત્રા કાઢી રહ્યા છે. દિલ્હીમાં રાહુલ ગાંધીની આગેવાનીમાં નીકળેલી પદયાત્રા કોંગ્રેસ કાર્યાલયથી રાજઘાટ સુધી પહોંચી હતી.