ઉત્તરપ્રદેશની હાઇ પ્રોફાઇલ સીટ અમેઠીમાં આજે મતદાન થઈ રહ્યું છે. વોટિંગ દરમિયાન કેન્દ્રીય મંત્રી અને બીજેપી ઉમેદવાર સ્મૃતિ ઇરાનીએ કોંગ્રેસ પર મોટો આરોપ લગાવ્યો છે. સ્મૃતિએ આરોપ લગાવ્યો છે કે અહીંયા હોસ્પિટલમાં એક વ્યક્તિને ઇલાજ આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો. જેના કારણે તેનું મોત થઈ ગયું છે. સ્મૃતિએ આરોપ લગાવ્યો છે કે તે અહીંયા હોસ્પિટલમાં એક વ્યક્તિને સારવાર આપવાનો ઇન્કાર કરી દેવામાં આવ્યો, જેના કારણે તેનું મોત થઇ ગયું છે. બીજેપી ઉમેદવારે આરોપ લગાવ્યો છે કે તે વ્યક્તિને સારવાર એટલા માટે ના આપવામાં આવી કારણકે તેની પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હતું.
સ્મૃતિના આ આરોપ પર કોંગ્રેસે પણ પલટવાર કર્યો છે. કોંગ્રેસ તરફથી સ્પષ્ટીકરણ આવ્યું છે કે અમેઠીની હોસ્પિટલમાં આશરે 200 એવા દર્દીઓનો ઇલાજ કરવામાં આવ્યો છે જેમની પાસે આયુષ્માન ભારતનું કાર્ડ હતું. જે દર્દીની વાત સ્મૃતિ ઇરાની કરી રહી છે તેને લીવરની બીમારી હતી. તે પોતાના લાસ્ટ સ્ટેજમાં હતો અને ડોક્ટર્સે પોતાના તરફથી સંપૂર્ણ પ્રયત્નો કર્યા હતા.
સ્મૃતિએ આરોપ લગાવ્યો હતો કે આ પરિવાર એટલો નીચ છે કે એક નિર્દોષને મોતને ઘાટ ઉતારવા તૈયાર છે, કારણકે તેમને પોતાની રાજનીતિ વધુ વહાલી છે. હકીકતમાં જે સંજય ગાંધી હોસ્પિટલની વાત કરવામાં આવી રહી છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ટ્રસ્ટી છે.