1. Home
  2. LIVE UPDATE છઠ્ઠા તબક્કાનું વોટિંગ : 5 વાગ્યા સુધી 55% વોટિંગ, બિહારમાં ગોળી વાગવાથી પોલિંગ કર્મચારીનું મોત

LIVE UPDATE છઠ્ઠા તબક્કાનું વોટિંગ : 5 વાગ્યા સુધી 55% વોટિંગ, બિહારમાં ગોળી વાગવાથી પોલિંગ કર્મચારીનું મોત

0

નવી દિલ્હી: નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે આજે સાત રાજ્યોની 59 લોકસભા બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે.

રાજ્ય 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી 3 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી 5 વાગ્યા સુધી
બિહાર (8) 26% 35% 37% 44% 52%
હરિયાણા(10) 34% 39% 43% 52% 57%
મધ્યપ્રદેશ (8) 37% 42% 45% 52% 58%
ઉત્તરપ્રદેશ (14) 31% 34% 38% 43% 48%
પ. બંગાળ (8) 43% 55% 56% 70% 72%
ઝારખંડ (4) 45% 47% 48% 58% 59%
દિલ્હી  (7) 22% 33% 34% 45% 47%
રાજ્ય 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી
બિહાર (8) 9% 9% 12% 21%
હરિયાણા (10) 4% 9% 12% 23%
મધ્યપ્રદેશ (8) 4% 13% 18% 28%
ઉત્તરપ્રદેશ(14) 7% 9% 16% 22%
પ. બંગાળ (8) 7% 17% 22% 38%
ઝારખંડ (4) 12% 15% 28% 31%
દિલ્હી (7) 4% 8% 9% 19%

ચાર વાગ્યા સુધી લોકસભાની 59 બેઠકો પર 51 ટકા વોટિંગ નોંધાયું છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 70 ટકા વોટિંગ થયું છે. ઝારખંડમાં 58 ટકા, મધ્યપ્રદેશમાં 52 ટકા અને હરિયાણામાં 52 ટકા વોટિંગ થયું છે.

ત્રણ વાગ્યા સુધીમાં 59 લોકસભા બેઠકો પર 43 ટકા વોટિંગ થયું છે. સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં 56 ટકા, ઝારખંડમાં 48 ટકા, મધ્યપ્રદેશમાં  44 ટકા અને હરિયાણામાં 43 ટકા વોટિંગ થયું છે.

બપોરે બે વાગ્યા સુધીમાં 39.7 ટકા જેટલું સરેરાશ વોટિંગ નોંધાયું છે. સૌથી વધુ પશ્ચિમ બંગાળમાં 55.77 ટકા વોટિંગ થયું છે. ઝારખંડમાં 47 ટકા, મધ્યપ્રદેશમાં 42 ટકા અને હરિયાણામાં 39 ટકા મતદાન થયું છે.

બિહારના શિવહર ખાતે એક બૂથ પર હોમગાર્ડ જવાન દ્વારા ભૂલથી ગોળીબાર થયો હતો. જેમાં પોલિંગ બૂથ પર તેનાત એક કર્મચારીનું મોત નીપજ્યું હતું. બીજી તરફ મધ્યપ્રદેશના ભિંડમાં જૈતપુરાગુઢા ગામમાં બૂથ કેપ્ચરિંગની કોશિશ કરવામાં આવી હતી. કોંગ્રેસ કાર્યકર્તાઓ પર પોલીસકર્મીઓને માર મારવાનો આરોપ છે. તે વખતે મતદાન કેન્દ્રમાં નાસભાગ પણ મચી હતી. જેને કારણે મતદાન રોકવામાં આવ્યું હતું.

પશ્ચિમ બંગાળમાં છઠ્ઠા તબક્કામાં પણ હિંસાના અહેવાલ છે. અહીં ઘાટાલથી ભાજપના ઉમેદવાર ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી ભારતી ઘોષના કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. તેમની ગાડીના કાચ તૂટી ગયા હતા. કેશપુર મતદાન કેન્દ્રની બહાર કથિતપણે તેમની સાથે મારપીટ અને ધક્કામુક્કી કરવામાં આવી હતી. ભાજપે આ ઘટના માટે ટીએમસીના કાર્યકર્તાઓ પર આરોપ લગાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં ઝારગ્રામના ગોપીબલ્લભપુરમાં ભાજપના કાર્યકર્તાઓની લાશ મળી છે. ભાજપે ટીએમસી પર હત્યાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ પૂર્વ મિદનાપુરના ભગવાનપુરમાં પણ ભાજપના બે કાર્યકર્તાઓ અનંતા ગુચૈત અને રંજીત મૈતીને ગોળી મારવામાં આવી હતી. તેમને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યા હતા.

લોકસભા ચૂંટણી 2019માં દિલ્હી સહીતના સાત રાજ્યની 59 લોકસભા બેઠકો પર આજે મતદાન ચાલી રહ્યું છે. આમા કેન્દ્રીય પ્રધાનો રાધામોહન સિંહ, હર્ષવર્ધન અને મેનકા ગાંધી, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસના નેતાઓ દિગ્વિજય સિંહ અને જ્યોતિરાદિત્ય સિંધિયાની કિસ્મતનો પણ નિર્ણય થશે.

છઠ્ઠા તબક્કામાં ઉત્તરપ્રદેશની 14, હરિયાણાની 10, બિહાર અને મધ્યપ્રદેસની 8-8, દિલ્હીની સાત અને ઝારખંડની ચાર બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. આ તબક્કામાં ભાજપની આકરી પરીક્ષા છે, કારણ કે 2014માં તેને 59માંથી 45 બેઠકો પર જીત મળી હતી. ત્યારે ટીએમસીને આઠ, કોંગ્રેસને બે અને સમાજવાદી પાર્ટી અને લોક જનશક્તિ પાર્ટીને એક-એક બેઠક પર જીત મળી હતી.

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને તેમના પતિ રોબર્ટ વાડ્રાએ દિલ્હીની લોધી એસ્ટેટ ખાતે સરદાર પટેલ વિદ્યાલયમાં આવેલા પોલિંગ બૂથ ખાતે વોટિંગ કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં બાંકુરામાં પોલિંગ બૂથ ક્રમાંક 254 પર ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણના અહેવાલ છે.

દિલ્હી ખાતે ભૂતપૂર્વ ક્રિકેટર કપિલ દેવે પત્ની રોમી અને પુત્રી અમિયા સાથે ડીપીએસ મથુરા રોડ ખાતેના પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું છે.

યુપીએના ચેરપર્સન અને કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી નિર્માણ ભવન ખાતેના પોલિંગ બૂથ પર વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમની સાથે કોંગ્રેસના ઉમેદવાર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિલા દિક્ષિત પણ હાજર હતા.

સોનીપતથી કોંગ્રેસના ઉમેદવાર ભૂપિન્દરસિંહ હુડ્ડા અને રોહતકથી કોંગ્રેસના ઉમેદવાર દીપેન્દરસિંહ હુડ્ડાએ પરિવાર સાથે રોહતક ખાતે વોટિંગ કર્યું છે.

લોકસભાની ચૂંટણીઓના છઠ્ઠા તબક્કામાં ઝારખંડમાં વોટિંગ થઈ રહ્યું છે. સવારથી મતદાન કેન્દ્રો પર ભારે મતદાતાઓની ભારે ભીડ જોવા મળી રહી છે. આજે થઈ રહેલા મતદાનમાં નવા વોટર્સમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પહેલીવાર વોટિંગ કરનારા મતદાતાઓની પણ સવારથી પોલિંગ બૂથ પર લાઈનો જોવા મળી રહી છે. આ ક્રમમાં યુપીના નોઈડાથી બુલેટ ચલાવીને યશોદા દુબે નામની એક યુવતી પોતાનો પહેલો વોટ નાખવા ધનબાદના સિન્દરી પહોંચી હતી. યશોદા દુબે લોકસભા ચૂંટણીમાં પહેલીવાર વોટિંગ કરી રહી છે. મતદાન કેન્દ્ર પર બુલેટ ચલાવીને પહોંચેલી યશોદા દુબેએ કહ્યુ છે કે તે આ સફર દ્વારા જનતાને સંદેશો આપવા ચાહે છે કે મતદાન કોઈપણ સંજોગોમાં જરૂરી છે. આનાથી માત્ર દેશનું નહી, પરંતુ આપણું પણ ભવિષ્ય નિર્ધારીત થશે.

ક્યાં કેટલું વોટિંગ?

રાજ્ય 4 વાગ્યા સુધી
બિહાર (8) 44%
હરિયાણા (10) 52%
મધ્યપ્રદેશ (8) 52%
ઉત્તરપ્રદેશ (14) 43%
પ. બંગાળ (8) 70%
ઝારખંડ (4) 58%
દિલ્હી (7) 45%
રાજ્ય 3 વાગ્યા સુધી
બિહાર (8) 37%
હરિયાણા (10) 43%
મધ્યપ્રદેશ (8) 45%
ઉત્તરપ્રદેશ (14) 38%
પ. બંગાળ (8) 56%
ઝારખંડ (4) 48%
દિલ્હી  (7) 34%
રાજ્ય 1 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી
બિહાર (8) 26% 35%
હરિયાણા (10) 34% 39%
મધ્યપ્રદેશ (8) 37% 42%
ઉત્તરપ્રદેશ (14) 31% 34%
પ. બંગાળ (8) 43% 55%
ઝારખંડ (4) 45% 47%
દિલ્હી  (7) 22% 33%
રાજ્ય 12 વાગ્યા સુધી
બિહાર (8) 21%
હરિયાણા (10) 23%
મધ્યપ્રદેશ (8) 28%
ઉત્તરપ્રદેશ (14) 22%
પ. બંગાળ (8) 38%
ઝારખંડ (4) 31%
દિલ્હી  (7) 19%
રાજ્ય 11 વાગ્યા સુધી
બિહાર (8) 12%
હરિયાણા (10) 12%
મધ્યપ્રદેશ (8) 18%
ઉત્તરપ્રદેશ (14) 16%
પશ્ચિમ બંગાળ (8) 22%
ઝારખંડ (4) 28%
દિલ્હી (7) 9%
રાજ્ય 9 વાગ્યા સુધી 10 વાગ્યા સુધી
બિહાર (8) 9% 9%
હરિયાણા (10) 4% 9%
મધ્યપ્રદેશ (8) 4% 13%
ઉત્તરપ્રદેશ (14) 7% 9%
પશ્ચિમ બંગાળ (8) 7% 17%
ઝારખંડ (4) 12% 15%
દિલ્હી (7) 4% 8%

દિલ્હીના સૌથી વૃદ્ધ મતદાતા બચનસિંહે સંતગૃહ ખાતેના પોલિંગ બૂથ પરથી વોટિંગ કર્યું છે. તેઓ 111 વર્ષના છે.

ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે નવી દિલ્હી ખાતે ઔરંગઝેબ લેન ખાતે આવેલી એનપી સિનિયર સેકન્ડરી સ્કૂલ ખાતે વોટિંગ કર્યું છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્હીના સિવિલ લાઈન્સ ખાતેના પોલિંગ બૂથ પર વોટિંગ કર્યું છે.

પશ્ચિમ બંગાળમાં રાજકીય હત્યાના અહેવાલ વચ્ચે ભાજપના ઘટલથી ઉમેદવાર ભારતી ઘોષના કાફલાના વાહનોની તોડફોડના અહેવાલ છે. ભાજપે હુમલા પાછળ ટીએમસીના કાર્યકર્તાઓ જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીના નિર્માણ ભવન ખાતેના પોલિંગ બૂથ પર વોટિંગ કરવા માટે પહોંચ્યા હતા. રાહુલ ગાંધીનું નિવાસસ્થાન તુઘલક રોડથી અહીંના બૂથથી 500 મીટરના અંતરે આવેલું છે. તેવામાં તે પગપાળા ઘરેથી નીકળ્યા અને પોલિંગ બૂથ સુધી પહોંચ્યા છે. તેમના ચારેય તરફ એસપીજીનું સુરક્ષાચક્ર છે અને તસવીરો માટે મીડિયાકર્મીઓમાં હોડ મચી હતી. આ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અજય માકનનો મુકાબલો ભાજપના પ્રવર્તમાન સાંસદ મિનાક્ષી લેખી સાથે છે. વોટિંગ બાદ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે ચૂંટણીમાં અમે પ્રેમનો અને નરેન્દ્ર મોદીએ નફરતનો ઉપયોગ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે પ્રેમ જીતવાનો છે. વોટિંગ બાદ રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ હતુ કે આ ચૂંટણી જનતાના મુદ્દાઓ પર લડવામાં આવી છે અને આમા સૌથી જરૂરી મુદ્દા બેરોજગારી તથા ખેડૂતોની પરિસ્થિતિ છે. રાહુલ ગાંધીએ કહ્યુ છે કે નોટબંધી અને ગબ્બરસિંહ ટેક્સથી અર્થવ્યવસ્થાને જે નુકસાન થયું છે, તે પણ એક મોટો મુદ્દો છે. તેના સિવાય રફાલનો મામલો અને ભ્રષ્ટાચાર પણ આ ચૂંટણીનો મોટો મુદ્દો છે. તેની સાથે જ નવી દિલ્હીથી કોંગ્રેસના ઉમેદવાર તથા રાહુલ ગાંધીના નિકટવર્તી અજય માકન પણ મતદાન કેન્દ્ર પર હાજર રહ્યા હતા.

દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ અને નોર્થ-ઈસ્ટ દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવાર મનોજ તિવારીએ પણ યમુના વિહારના પોલિંગ બૂથ ક્રમાંક 60 પરથી વોટિંગ કર્યું છે. મનોજ તિવારી દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને કોંગ્રેસના ઉમેદવાર  શિલા દિક્ષિત તથા આમ આદમી પાર્ટીના દિલીપ પાંડે સામે ચૂંટણી લડી રહ્યા છે. દિલ્હી ખાતે શિલા દિક્ષિતે પણ વોટિંગ કર્યુ છે.

દેશમાં 59 લોકસભા બેઠકો પર વોટિંગ થઈ રહ્યું છે. સવારે નવ વાગ્યા સુધીમાં દિલ્હીની 7 લોકસભા બેઠકો પર માત્ર સાત ટકા મતદાન થયું છે. ત્યારે હરિયાણાની 10 બેઠકો પર લગભગ 8 ટકા વોટિંગ થયું છે. તેના સિવાય યુપીમાં આઠ ટકા, બિહારમાં નવ ટકા, મધ્યપ્રદેશમાં 11 ટકા, પશ્ચિમ બંગાળમાં 17 ટકા, ઝારખંડમાં 16 ટકા વોટિંગ થયું છે. પશ્ચિમ બંગાળમાં મતદાનના દિવસે હિંસા છતાં વોટિંગની ટકાવારીમાં ઝડપથી વધી રહી છે. અહીં કેટલાક વિસ્તારોમાં રાજકીય હત્યાના અહેવાલ છે. ગત પાંચ તબક્કામાં પશ્ચિમ બંગાળમાં વોટિંગની ટકાવારી સૌથી વધારે રહી છે, તેની સાથે જ દરેક તબક્કામાં ચૂંટણીની હિંસાના અહેવાલ પણ આવ્યા છે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ દિલ્હી ખાતે મતદાન કર્યું છે. તેમની સાથે તેમના ધર્મપત્નીએ પણ મતદાન કર્યું છે.

કોંગ્રેસના નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ જીતનો દાવો કર્યો છે. તેમણે કહ્યુ છે કે રોહતકથી તેમના પુત્ર દીપેન્દ્રસિંહ હુડ્ડા અને સોનીપતથી તેઓ પોતે ખુબ મોટી સરસાઈથી ચૂંટણી જીતશે. તેમણે કહ્યુ છે કે આખા હરિયાણામાં કોંગ્રેસ આકરી ટક્કરમાં છે અને સારું પ્રદર્શન કરશે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રસિંહ હુડ્ડાએ કહ્યુ છે કે ભાજપના લોકો લાખ કોશિશો કરી લે, પરંતુ જનતા તેમને બોધપાઠ ભણાવશે.

બીએસપી સુપ્રીમો માયાવતીએ મતદાતાઓને વોટિંગની અપીલ કરતા કહ્યું છે કે આજે લોકસભા ચૂંટણી હેઠલ છઠ્ઠા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ તબક્કાના બધાં મતદાતાઓને અપીલ છે કે તેઓ પણ પોતાના યોગ્ય હિત અને કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પોલિંગ બૂથ જરૂરથી જાય. તમારો વોટ તમારા ઉજ્જવળ ભવિષ્ય અને નવી શ્રેષ્ઠ સરકાર બનાવવામાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

કેન્દ્રીય પ્રધાન અને સુલ્તાનપુર લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનેકા ગાંધી અને સપા-બસપા-આરએલડી મહાગઠબંધનના ઉમેદવાર સોનુ સિંહ વચ્ચે નાની બોલાચાલીની ઘટના બની હતી. મનેકા ગાંધીનો આરોપ હતો કે સોનુ સિંહના ટેકેદારો મતદાતાઓને ધમકાવી રહ્યા છે.

મધ્યપ્રદેશની ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે પણ વોટિંગ કર્યું છે. ભોપાલ બેઠક પર કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજયસિંહ ઉમેદવાર છે.

સાધ્વી પ્રજ્ઞાએ વોટિંગ બાદ કહ્યું છે કે મે દેશહિતમાં વોટ કર્યો છે. તેમણે લોકોને વોટિંગની અપીલ કરતા કહ્યું છે કે જ્યારે આપણે વોટિંગ કરીશું, તો આપણે તમામ સ્થાને એ આદેશ આપી શકીશું કે આજના દિવસે મતદાન આપણા માટે સર્વોપરી હોવું જોઈએ અને આ આપણો અધિકાર છે. તેમણે કહ્યું છે કે આપણે પૂર્ણ વિવેકથી મતદાન કરવું જોઈએ.

બીજી તરફ ગુનાથી કોંગ્રેસના સાંસદ અને ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ ગ્વાલિયર ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

પૂર્વ દિલ્હીથી ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે તેમની પત્ની સાથે વોટિંગ કર્યું છે. ગંભીરની વિરુદ્ધ  આમ આદમી પાર્ટીના ઉમેદવાર આતિશી અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદરસિંહ લવલી મેદાનમાં છે.

હરિયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટરે કરનાલ ખાતેના પોલિંગ બૂથ પરથી મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

હરિયાણાના ગુરુગ્રામની પિનેક્રેસ્ટ સ્કૂલ ખાતેના પોલિંગ બૂથ પરથી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ પણ વોટિંગ કર્યું છે.

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ પૂર્વ દિલ્હી મતવિસ્તાર હેઠળના પાંડવ નગર ખાતેના પોલિંગ બૂથ પરથી મતદાન કર્યું છે.

યુપીના કેબિનેટ પ્રધાન સિદ્ધાર્થનાથ સિંહે પ્રયાગરાજ ખાતેના પોલિંગ બૂથ પરથી વોટિંગ કર્યું છે.

પાંચ તબક્કામાં સરેરાશ 67.3% વોટિંગ

પ્રથમ તબક્કામાં સૌથી વધુ 69.5% વોટિંગ

તબક્કો બેઠક ક્યારે થયું વોટિંગ મતદાનનું પ્રમાણ
પ્રથમ 91  11 એપ્રિલ 69.5%
દ્વિતિય 95 18 એપ્રિલ  69.44%
તૃતિય 117 23 એપ્રિલ 68.4%
ચતુર્થ 71  29 એપ્રિલ 65.51%
પંચમ 51 06 મે 64%

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code