પાકિસ્તાની અધિકારીઓએ દેશમાં 2017માં સૌવથી વધુ જનસંખ્યામાંથી શીખોને જૂદા પાડ્યા હતા,જેના કારણે પાકિસ્તાનમાં શીખોની વસ્તીનો ચોક્કસ અંદાજો લગાવવો મુશ્કેલ છે,ગુરુ નાનક દેવના જન્મ સ્થાન નનકાના સાહેબ કે, જે પાકિસ્તાનમાં સ્થિત છે,જ્યા શીખોનું એક જૂથ વસે છે,જેમાં વૃદ્ધો અને યૂવાઓનો સમાવેશ થાય છે, જેઓના ચહેરા પર એક ખામોશી જોવા મળી હતી.
આ શીખોએ પારંપારીક વસ્ત્ર સલવાર-કમિઝ પહેરેલા છે,આ ઐતિહાસિક ગુરુદ્વારામાં તેઓ એક ધાર્મિક પ્રસંગને લઈને એકઠા થયા છે,પોતાના સમુદાયની 19વર્ષીય યુવતીના અપહરણ અને પછી બળજબરી પૂર્વક લગ્ન અને ધર્મ પરિવર્તનની ઘટના પર ચિંતા વ્યક્ત કરવા માટે તેઓ ભેગા થયા છે.
યૂવતી નનકાના સાહેબના પડોસમાં આવેલા એક સ્થાનિક ગુરુદ્વારાના ગ્રંથીની પુત્રી છે, એક વાયરલ થયેલા વીડિયોમાં યુવતીના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે,તેને બળજબરી પૂર્વક ઉઠાવીને લઈ જવામાં આવી હતી અને પછી તેનું ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું,જ્યારે એક બીજા વીડિયોમાં આ યૂવતી બળજબરીની વાતનો સાફ ઈન્કાર કરતી જોવા મળી છે. આ વીડિયોમાં યુવતી જે રીતે ડરી-ડરીને પોતાની ઈચ્છાની વાત કરતી જોવા મળી છે,તેને જોઈને પાકિસ્તાન સ્થિત શીખોને તેની આ વાતપર વિશ્વાસ નથી આવી રહ્યો.
વીડિયો કરતા પણ વધારે વીડિયોમાં યુવતીના હાવભાવથી જ આખી ઘટના સમજાય જાય છે,પાકિસ્તાની અધિકારીઓએ તાજેતર 2017માં થયેલી વસ્તી ગણતરીમાંથી શીખોને દૂર રાખ્યા હતા અને તેમની વસ્તીની ગણતરી નહોતી કરી,જેના કારણે તેમની કુલ વસ્તીનો અંદાજો લગાવવો મુશ્કેલ છે,
પાકિસ્તાનમાં 19વર્ષ પછી 2017માં કુલ વસ્તીની ગણતરી થઈ હતી,જો કે શીખો સાથે જોડાયેલા વિદ્વાનોના કહ્યા પ્રામાણે, પાકિસ્તાનમાં છેલ્લા બે દશકથી શીખોની સંખ્યામા ઘટાડો નોંધાયો છે, વર્ષ 2002માં શીખોની સંખ્યા 40 હજારથી વધુહતી જે વર્તમાન સમયમાં ઘટીને માત્ર 8 હજાર જેટલી રહી છે.
શીખોની દુર્દશા માટે વિશ્વ સમુદાયનું બેધ્યાન પણ જવાબદાર
લાહોરના જીસી કૉલેજ યૂનિવર્સિટિના પ્રોફેસર અને અલ્પસંખ્યક અધિકાર કાર્યકર્તા પ્રોફેસર કલ્યાણ સિંહએ જણાવ્યું હતુ કે,ચોક્કસ રીતે શીખોની સંખ્યા ઘટવાના કારણોમાં ‘એક કારણ બળજબરીથી કરવામાં આવેલ ધર્મપરિવર્તન પણ સામેલ છે’,તે ઉપરાંત તેઓ આ માટે વિશ્વના સમૃદ્ધ શીખ સમુદાય તરફથી પાકિસ્તાનમાં વસવાટ કરતા શીખોની દશાને નજર અંદાજને પણ જવાબદાર ગણાવે છે.
અફઘાનિસ્તાન અને ઈરાનમાં પણ શીખોની હાલત દયનિય
પ્રોફેસરે વધુમાં કહ્યું કે , “આ પ્રકારની હાલતમાં અફધાનિસ્તાન અને ઈરાનનો પણ સમાવેશ થાય છે,તેઓ પાકિસ્તાનમાં શીખોની જનસંખ્યા ઓછી થવાના કારણમાં ફેમિલી-લૉ જેવો કોઈ કાયદો ન હોવાને પણ જવાબદાર ગણાવે છે,તેમનું કહેવું છે કે, પાકિસ્તાનમાં બળજબરી પૂર્વક ધર્માંતરણ કરાવવા પર ઠોસ કાયદો બનવો જોઈએ, જેથી કરીને શીખોની ઘટતી જનસંખ્યામાં વધારો કરી શકાય”
ધર્માંતરણની સમસ્યાઓનું કાયદાકીય સમાધાન નથી
આ વિષય પર પ્રોફેસર સિંહનું કહેવું છે કે,“તપાસ અધિકારીઓથી લઈને વકીલથી જજ સુધી,દરેક લોકો બહુસંખ્યા સમુદાયમાંથી આવતા હોય છે,જેના કારણે આ મુદ્દાનું કોઈ પણ કાનુની સમાધાન નથી,તેઓનું કહેવું છે કે પાકિસ્તાનમાં બચેલા 8 હજાર શીખો માટે શિક્ષા,ગરીબી અને ભેદભાવ મુખ્ય મુદ્દાઓ છે”
પાકિસ્તાન સાથે શીખોનો ઐતિહાસિક લગાવ છે
શીખોને પાકિસ્તાન સાથે ઐતિહાસિક લગાવ છે,1947માં ભાગલા પાડ્યા પછી વધુ કરીને શીખો ભારતમાં આવી ગયા હતા,સાથે તેઓ પોતાની આર્થિક વિરાસત પણ ત્યા છોડીને આવ્યા હતા,25 વર્ષ પછી શિમલા સમજોતા પછી સરહદની પાર યાત્રા અને ધાર્મિક યાત્રાઓનો રસ્તો તૈયાર કર્યો હતો.
વિતેલા વર્ષમાં નવેમ્બરમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનના કરતારપુર સાહેબ કૉરિડૉરના નવા પ્રોજેક્ટ માટે આધારશિલા રાખી હતી,આ કોરીડૉર પાકિસ્તાન અને ભારતમાં સ્થિત બે ગુરુદ્વારને જોડશે, આ પ્રોઝેક્ટ શીખોની આસ્થા સાથે જોડાયેલો હોવાથી ખુબજ મહત્વ ધરાવે છે,પરંતુ જે રીતે પાકિસ્તાનમાંથી શીખોની વસ્તી ઘટવાની જે ઘટના સામે આવી છે જેને લઈને શીખ સમુદાયોમાં ચિંતા વ્યાપી છે.
શીખ સમુદાય પ્રબંધક કમેટીએ ઈમરાન ખાન પર પ્રહાર કર્યા
અકાલી દલ બાદલ તરફથી નિયંત્રિત દિલ્હી શીખ ગુરુદ્વારા પ્રબંધક કમેટીએ પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઈમરાન ખાન પર નિશાન સાધ્યું હતુ,કમેટીના વરિષ્ટ અધિકારી સભ્ય હરિદંર પાલ સિંહે કહ્યું કે,શીખ ધર્મમાં ધર્માંતરણની કોઈ અવધારણા નથી,જેમાં ઈમરાન ખાનનું બેમુખ ચરિત્ર સામે આવ્યું છે.તેમણે વધુમાં કહ્યું હતુ કે, એક બાજુ તેઓ શીખો માટે મોટા-મોટા વાયદાઓ કરે છે ત્યારે બીજી બાજુ તેમના દેશમાં શીખ મહિલાઓ સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવે છે,ઈમરાન ખાનના દરેક વાયદાઓ શંકાના ધેરામાં છે, આમ તેમણે ઈમરાન ખાન પર આકરા પ્રહાર કર્યા હતા.