- શિવસેનાએ ફરીથી ઉઠાવ્યો રામમંદિરનો મુદ્દો
- ઉદ્ધવ ઠાકરે બોલ્યા જલ્દી રામમંદિરનું થાય નિર્માણ
રામમંદિર માટે કોર્ટનો ચુકાદો તરફેણમાં પણ આવશે, તો પણ શિવસેના તેના નિર્માણના શ્રેય પર પોતાનો દાવો છોડતી દેખાઈ રહી નથી. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિરને લઈને નિવેદન આપ્યું છે, તેમા શિવસેનાની આવી જ મનસા દેખાઈ રહી છે.
ઉદ્ધવ ઠાકરેએ સોમવારે કહ્યુ છે કે રામમંદિર નિર્માણ તાત્કાલિક કરવું જોઈએ અને આ તમામ પ્રક્રિયામાં કોર્ટમાંથી વિલંબ થઈ રહ્યો છે, તેથી વિશેષ કાયદો પણ પારીત કરી શકાય છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા શિવસેના તરફથી રામમંદિર નિર્માણના મુદ્દાને ઉઠાવવાના ઘણાં ઊંડા રાજકીય અર્થો હોવાનું જાણકારો માની રહ્યા છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ બેસ્ટ ભવનમાં મીડિયા સાથેની વાતચીતમાં કહ્યુ છે કે અમે રામમંદિર માટે વિશેષ કાયદો લાવવાની માગણી કરી છે. આપણે વધારે રાહ જોવી જોઈએ નહીં, કારણ કે કોર્ટમાંથી આમા વિલંબ થઈ રહ્યો છે. માટે તાત્કાલિક વિશેષ કાયદો પારીત થવો જોઈએ.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ છે કે અમને ઘણો ગર્વ છે કે અમે સૌથી પહેલા રામમંદિર માટે પહેલી ઈંટ લાવવાની વાત કરી હતી. જ્યારથી બાબરી મસ્જિદ ઘટના થઈ, અમે કહ્યુ હતુ કે ત્યાં રામમંદિર બનવું જોઈએ. આખા દેશમાં સૌથી પહેલા બાળાસાહેબ ઠાકરેએ જવાબદારી લીધી હતી.
શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પાકિસ્તાનમાં હિંદુઓને પડનારી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે મે પહેલા પણ ઘણીવાર મુસ્લિમ ભાઈઓ અને બહેનોને કહ્યુ છે કે પાકિસ્તાનમાં કેવી રીતે હિંદુઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમે નથી ઈચ્છતા કે ભારતમાં પણ મુસ્લિમ સમુદાય માટે આવી સ્થિતિ બને. અમે ક્યારેય આવી કોશિશ પણ કરી નથી, કારણ કે અમે આવી કોઈ વાત ઈચ્છતા નથી, ક્યારેય નહીં. પાકિસ્તાનમાં જે ઘટનાઓ થઈ રહી છે, તેને માત્ર જુબાની નિવેદનબાજીથી વખોડી શકાય નહીં. આના પર પાકિસ્તાન સામે કઠોર કાર્યવાહી કરવી જોઈએ. આપણે ભારતમાં રહીએ છીએ અને દેશના તરફેણમાં જે પણ કોઈ નિર્ણય છે, તેના પર આપણે એકજૂટ થવુ જોઈએ.
ઉદ્ધવ ઠાકરે પ્રમાણે શિવસેના ચાહે છે કે દેશ રામમંદિર પર જેટલો જલ્દી થઈ શકે નિર્ણય લે. તેની સાથે જ સરકાર પણ રામમંદિર મામલે ઝડપથી કંઈક કરે.