- આજથી શરુ થશે શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન
- રેલ્વે તહેવારોની સીઝનમાં ખાસ ટ્રેનો દોડાવશે
- મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે 28 ઓક્ટોબર થી ખાસ શતાપ્દી એક્સપ્રેસ દોડાવાશે
સમગ્ર દેશમાં કોરોના મહામારીને લઈને અનેક જાહેર સ્થળો, ફ્લાઈટ સેવાઓ અને ટ્રેન સેવાઓ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો હતો, ત્યાર બાદ ઘીરે ઘીરે અનલોક થતા અનેક સેવાઓ ચાલુ કરવામાં આવી રહી છે ત્યારે રેલ્વે વિભાગ દ્રારા તહેવારોને લઈને અનેક ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
WR to run Special Shatabdi Exp between Mumbai Central & Ahmedabad from 28th October,2020 for the convenience of passengers.
Booking will open from tomorrow at nominated PRS counters & on IRCTC website. pic.twitter.com/dIKRRMSYdJ
— Western Railway (@WesternRly) October 25, 2020
દેશની લાઈફ લાઈન ગણાતી ટ્રેનો હવે ઘીરે ઘીરે શરુ થઈ રહી છે, જો કે પશ્વિમ રેલ્વે તરફથી એક સારા સમાચાર મળી રહ્યા છે, દિવાળી જેવા મોટા તહેવારોને જોતા પશ્વિમ રેલ્વે એ મુંબઈ સેન્ટ્રલ અમદાવાદ વચ્ચે 28 ઓક્ટોબર 2020 થી ખાસ શતાપ્દી એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો છે.
Western Railway to run Special Shatabdi Express between Mumbai Central & Ahmedabad for the convenience of passengers.
Another 2 pairs of festival special are also being run between Bhuj and Bareilly to clear the rush during the festive occasion.#specialtrains #WRUpdate pic.twitter.com/rS2XOU7rTv
— Western Railway (@WesternRly) October 24, 2020
આ સાથે જ તહેવારો હોવાથી ભીડને ઓછી કરવા માટે રેલ્વે એ બે ટ્રેન સ્પેશ્યલ ચલાવાવની ઘોષણા કરી છે, જે ભૂજ અને બરેલી વચ્ચે દોડાવવામાં આવશે, પશ્વિમ રેલ્વે એ ટ્વિટર પર ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.
સાહીન-