દેશના કેટલાક રાજ્યોમાં હાલ પણ વરસાદનું જોર યથાવત રહેતા પરિસ્થિતી કથળી છે, ત્યારે હવામાન વિભાગે ચાત રાજ્યો જેમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટક,ઓડિશા,કેરલ અને આંધ્રપ્રદેશને આજ રોજ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવમાં આવી છે,ત્યારે કેરલના ઈડુકીમાં ધોધમાર વરસાદ વરસતા પુરની સ્થિતી સર્જાય છે.
મધ્યપ્રદેશના ભોપાલમાં અને સિહોર સહિત 29 જીલ્લાઓમાં વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે મહારાષ્ટ્રમાં 2.50 લાખ અને કર્નાટકમાં 26 હજાર લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, આ બન્ને રાજ્યોમાં સુરક્ષાને લઈને એક હજારથી પણ વધુ સુરક્ષા જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. ત્યારે મહારાષ્ટ્રમાં એક અઠવાડિયામાં 16 લોકોના વરસાદના કારણે મોત થયા છે, કર્ણાટક અને આંઘ્રપ્રદેશમાં કટલીક નદીઓ પર ખતરો મંડળાઈ રહ્યો છે
અતિભારે વરસાદના કારણે તમિલનાડુના કોયંબટૂરજીલ્લાના રેલવે સ્ટેશન પર એક ઘટના સર્જોય હતી જેમાં વરસાદના કારણે રેલવે પાર્સલ સર્વિસ બિલ્ડિંગ પડી ગઈ હતી ત્યારે આ હાદસામાં બે લોકો મોતને ભેટ્યા છે જ્યારે અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.
દેશભરમાં વરસાદથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે વરસાદના કારણે કર્નાટકના 25 જીલ્લાઓમાં પુરની સ્થિતી સર્જાય છે, અત્યાર સુધીમાં 5 લોકોના મોત થઈ ચુક્યા છે કૃષ્ણા અને તેની સાથે મળતી નદીઓ ખતરાના નિશાના પર જોવા મળી છે, જેના કારણે રેલ અને રસ્તાઓનો વાહન વ્યવહાર પણ ખોળવાયો છે,આ ઉપરાંત ગામોના સંપર્ક પમ તૂટ્યા છે ત્યારે સેનાએ 500 લોકોને સુરક્ષીત જગ્યાએ ખસેડ્યા છે , મધ્યપ્રદેશની વાત કરીયે તો મધ્યપ્રદેશના બૈતુલમાં તપતી નદી ત્રણ વર્ષમાં સૌથી ઊચી સપાટીના સ્તરને પાર કરી ચુકી છે તેનું પાણી તપતી મંદીરના પરીસર સુધી પહોચ્યું છે
આમ ચોમાસાની ઋતુમાં દેશભરના કેટલાક રાજ્યો ભારે વરસાદનો શિકાર થયા છે, ક્યાક હજુ વરસાદ નહીવત પ્રમાણમાં જોવા મળ્યો છે તો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, કર્નાટક,ઓડિશા,કેરલ અને આંધ્રપ્રદેશમાં વરસાદે માજા મુકી છે જેને કારણે લોકોના જનજીવન પર માઠી અસર પડી રહી છે.