5 કલાક પછી ઠીક થયું એર ઇન્ડિયાનું સર્વર, ફ્લાઇટ્સમાં વિલંબને કારણે દુનિયાભરના યાત્રીઓ હેરાન
એર ઇન્ડિયાનું સર્વર 5 કલાક સુધી ઠપ્પ રહ્યા પછી ઠીક થઈ શક્યું. એરલાઇનના સીએમડી અશ્વિની લોહાણીએ આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે પેસેન્જર સર્વિસિઝ સિસ્ટમ મેઇન્ટેનન્સના કારણે શનિવારે સવારે 3.30થી 4.30 વાગ્યાની વચ્ચે સર્વર ડાઉન થયું હતું. સવારે 8.45 વાગે સિસ્ટમ બરાબર કામ કરવા લાગી.
સિસ્ટમ ડાઉન થવાથી દુનિયાભરમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ. એરલાઇન યાત્રીઓને બોર્ડિંગ પાસ નહોતી ઇસ્યુ કરી શકતી. ફ્લાઇટ્સમાં વિલંબને કારણે યાત્રીઓને થયેલી પરેશાની માટે એર ઇન્ડિયાએ માફી માંગી છે.
ગયા વર્ષે 23 જૂનના રોજ પણ એરલાઇનના ચેક-ઇન સોફ્ટવેરમાં આ પ્રકારની ટેક્નીકલ મુશ્કેલી આવી હતી. તેનાથી ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો.